પોલિટૂન અરે આ કયું શરૂ કરી દીધું? આપણે તો ફ્રી વાય-ફાય, ફ્રી વીજળીપાણીવાળું નાટક જોવા આવ્યાં હતાં!
આપ ડ્રામા કંપની
વિધાનસભા ડાયરી
શક્તિસિંહ અને પ્રદીપસિંહ તમે પછીથી બહાર જઇને ચર્ચા કરી લેજો: અધ્યક્ષ
શ
ક્તિસિંહ ગોહિલે મુદ્દાસરની માહિતી રજૂ કરીને પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. જેના કારણે ગૃહના વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. શક્તિસિંહે વાત રજૂ કરી પોતાના સ્થાને બેઠા પછી મહેન્દ્રસિંહ બારૈયાએ પોતાનો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને તેમની વાત ચાલુ હતી તે દરમિયાન મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલ એકબીજા સાથે દલીલો કરતા હતા. આ જોઇ અધ્યક્ષ ગણપત વસાવાએ હળવા મૂડમાં કહ્યું હતું કે, શક્તિસિંહ અને પ્રદીપસિંહ તમે પછીથી બહાર જઇને ચર્ચા કરી લેજો.
સભ્યો અભિનંદન, આવકાર અને વ્યંગ્યાત્મક ઉલ્લેખો ટાળે: અધ્યક્ષ
વિ
ધાનસભામાં એક કલાકના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શાસકપક્ષના સભ્યો પ્રશ્ન પૂછવા ઊભા થાય ત્યારે કોઇને કોઇ બાબતે મુખ્યમંત્રી તથા સરકારને અભિનંદન પાઠવતા હોય છે જ્યારે વિપક્ષના સભ્યો વ્યંગ્યાત્મક ઉલ્લેખો કરતા હોય છે. જેના કારણે પ્રશ્નોત્તરી દરમિયાન વધુ સમય બગડે છે. આના અનુસંધાને અધ્યક્ષ ગણપત વસાવાએ ગૃહના તમામ સભ્યોને અભિનંદન, આવકાર કે વ્યંગ્યાત્મક ઉલ્લેખો નહીં કરવા વિનંતી કરી હતી. અધ્યક્ષે જણાવ્યું હતું કે, બંને પક્ષો આ પ્રકારની ટીકા ટિપ્પણથી દૂર રહે તો સમયનો સદ્ઉપયોગ કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકીએ.
નાણામંત્રીશ્રી, આ પશુઓના પ્રશ્નમાં તમને ખબર નહીં પડે!
વ
ડોદરામાં પશુઓના મોત બાબતે વિધાનસભામાં નિયમ 116 હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત અન્વયે ચર્ચા ચાલતી હતી. અન્ય સભ્યોના પ્રવચન બાદ કોંગ્રેસના ગોવાભાઇ રબારી પોતાનું પ્રવચન આપી રહ્યા હતા. તેઓ એકદમ લાગણીશીલ બનીને પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે નાણાંમંત્રી સૌરભ પટેલે વચ્ચે કોમેન્ટ કરતા ગોવાભાઇએ કહ્યું હતું કે, નાણાંમંત્રીશ્રી, આ પશુઓનો પ્રશ્ન છે, તમને ખબર નહીં પડે.
તમે અધ્યક્ષને ડિટેક્ટ ન કરો, સ્પીકરને બોલવા દો: શક્તિસિંહ
પ્ર
શ્નોત્તરીના જવાબમાં મંત્રીઓ દ્વારા એકસરખા જ બે પ્રશ્નમાં અલગ અલગ માહિતી આપવામાં આવી હોવાનો પોઇન્ટ ઓફ ઓર્ડર કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો અને તેના તેમણે પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે ગંભીર રીતે પોતાનો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી અધ્યક્ષને યોગ્ય આદેશ આપવા વિનંતી કરી હતી, તે વખતે હજુ અધ્યક્ષ કશું બોલે તે પહેલા જ મંત્રીઓએ દલીલ કરવાનું શરૂ કરી દેતાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કહ્યું હતું કે, તમે અધ્યક્ષને ડિટેક્ટ ન કરો, આ સ્પીકરની બાબત છે અને તેમને જ બોલવા દો.
શક્તિસિંહે પ્રશ્ન પૂછતાં જ નીતિન પટેલ જવાબ આપવા ઊભા થઇ ગયા
વિ
ધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીઓને જવાબ આપવાની તક અપાય છે. ગુરુવારે આરોગ્ય વિભાગના પ્રશ્નો વધુ હોવાથી રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરી સભ્યોના પ્રશ્નો અને પેટાપ્રશ્નોના જવાબ આપતા હતા. પરંતુ સરકારને આક્રમકરીતે ઘેરવા માટે જાણીતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે મેડિકલ કોલેજોમાં ખાલી જગ્યાઓ અંગેનો પ્રશ્ન પૂછતાંની સાથે જ નીતિન પટેલે જવાબ આપવા ઊભા થઇ ગયા હતા. જ્યારે અન્ય તમામ પ્રશ્નોના જવાબ શંકર ચૌધરીએ આપ્યા હતા.
મોસાળે મા પીરસનારી અને ઘરના છોકરા ઘંટી ચાટે એવંુ છે !
પ
ગાર વધારાની માગણી બાબતે શરમાતા ધારાસભ્યોને પારદર્શકતા લાવવા માટે પગાર વધારો જરૂરી છે તેવી લાગણી વ્યકત કર્યા પછી પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે આપણે ધારાસભ્યો ઉદ્યોગોની માગણી સંતોષીએ, કોલેજો વાળા ફી વધારે, પાથરણાવાળાના પણ યુનિયન છે, પણ આપણી વાત આવે ત્યારે આપણું કોઇ સાંભળે નહીં એટલે આ તો મોસાળે મા પિરસનારી અને ઘરના છોકરા ઘંટી ચાટે એવી વાત છે !
9
¾|ભુજ |શુક્રવાર|13 માર્ચ|2015
પ્રતિભાવ| કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલનું વિધાન
રાજકારણને ભ્રષ્ટાચાર મુક્ત કરવું હોય તો ધારાસભ્યોનો પગાર વધારો
રાજકોટમાં હોકર્સ ઝોનમાં પૂરતી સુવિધા આપવાની માગણી સાથે રેલી
ધારાસભ્યોના પગાર-ભથ્થામાં કરાયેલો વધારો
સરકારે આ બાબત વિચારવાની ખાતરી આપી
વિગત 2008 બેઝિક 8000 પોસ્ટ-સ્ટેશનરી 3000 અંગત મદદનીશ 3000 ટેલિફોન બિલ 4000 કોન્સીલિટેડ એલાઉન્સ 5940
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગની માગણીનો પ્રસ્તાવ મુખ્યમંત્રી વતી સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ રજૂ કરી હતી. આ માંગણી સંદર્ભે પ્રતિભાવ આપતા કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે એવી રજૂઆત કરી હતી કે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. આ મોંઘવારીમાં છેલ્લા કેટલાક વર્ષથી ધારાસભ્યોના પગારમાં ગાંધીનગર કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. વળી, વર્ષ 2005 પછી જે પગારમાં વિસંગતતા છે એટલે કે ભથ્થામાં જે વિસંગતતા છે તે દૂર કરાઇ નથી. તેમાં કોઇ ફેરફાર કર્યો નથી. દિવસે દિવસે મોંઘવારી વધે છે ત્યારે રાજકારણને ભ્રષ્ટાચારથી બચાવવું હોય તો આપણે પગાર વધારો કરવો જોઇએ. રાજ્ય સરકાર ધારાસભ્યોના પગારમાં કોઇ ફેરફાર કરવાનું વિચારે છે કે નહીં , તેવો પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો હતો. તેમના પ્રશ્નના જવાબમાં પ્રથમ તો મંત્રી વોરાએ કહ્યું હતું કે આપણે સેવાની ભાવનાથી
2010 21000 3000 3000 4000 10850
2012 21000 3000 3000 4000 22320
રાજકોટમાં મનપાએ બનાવેલા હોકર્સ ઝોનમાં પૂરતી સુવિધા આપવાની માગણી સાથે કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રેલી કાઢી મ્યુનિ. કમિશનર વિજય નેહરાને આવેદનપત્ર પાઠવ્યું હતું. / ભાસ્કર
...નહીં તો બાહુબલીઓ જ રાજકારણમાં આવશે
રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસ સામે ઇતિહાસમાં પ્રથમવાર નિં દ ા પ્રસ્તાવ મેયર વિશે અપમાનજનક
નિરંજન પટેલે ગૃહની બહાર પત્રકારોની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો તમે પગાર ન આપો તો ધારાસભ્ય તેનો ખર્ચ કયાંથી કાઢે , સમાજમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો પ્રજાએ તેમના સેવકોનો ખર્ચ ઉઠાવવો જોઇએ. પગાર નહીં વધે તો આ ક્ષેત્રમાં બાહુબલીઓ આવશે, સારા વ્યકિત નહીં આવે.
પગાર વધારો બધાને ગમે છે, મર્દ હોય તે સ્વીકારે
મંત્રી રમણલાલ વોરાએ પગાર વધારાની માગણીનો પ્રત્યુત્તર આપ્યા પછી થોડા ઉગ્ર બનેલા ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે વિધાનસભા પગાર-ભથ્થા સમિતિની ભલામણ છે અને જે વિસંગતતા છે તે દૂર કરવાની માગણી કરી છે. પગાર વધારવાનું બધાને ગમશે, પણ મર્દ હોય તેણે સ્વીકારવું જોઇએ.
આવીએ છીએ ત્યારે આર્થિક વળતરની અપેક્ષા ન રાખવી જોઇએ, આમ તેમણે ધારાસભ્યની માગણીનો અસ્વીકાર કરતા જ ધારાસભ્યે તેમની વાત મંત્રી બરાબર સમજ્યા નથી તેમ કહીને તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઇરાદો માત્ર પગાર વધારવાની માગણીનો નહીં,
શબ્દો અંગે તડાપીટ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ
પણ ધારાસભ્યોને જે ગ્રેડમાં સમાવવામાં આવ્યા છે તે ગ્રેડ નીચો છે, એક લોકપ્રતિનિધિ તરીકે તેમનો ગ્રેડ ઊંચો હોવા જોઇએ તેવું તેમનું કહેવું છે. તેમની આવી સ્પષ્ટતા પછી મંત્રી વોરાએ રાજ્ય સરકાર આ બાબતે વિચારણા કરશે તેવી તેમણેે ખાતરી આપી હતી.
રાજકોટ મનપાના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવું પ્રથમ વખત જનરલ રાજકોટ બોર્ડમાં બન્યું. તાજેતરમાં જ બજેટ માટે જ્યારે જનરલ બોર્ડ બોલાવાયું હતું ત્યારે મેયર રક્ષાબેન વિશે કોંગી કોર્પોરેટર પ્રવીણ રાઠોડે અપમાનજનક અને
બિનસંસદીય ભાષા પ્રયોગ કર્યો હતો. આ વાતને લઇને ગુરુવારે મળેલા જનરલ બોર્ડમાં શાસકપક્ષ ભાજપના મહિલા કોર્પોરેટરોએ સામાન્ય સભાની શરૂઆતમાં જ બઘડાટી બોલાવીને વિપક્ષ માફી માગે એવી રાજહઠ પકડી હતી. અંતે 42 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવતા બોર્ડની કાર્યવાહી આગળ ચાલી શકી હતી. શાસકપક્ષના મહિલા કોર્પોરેટરોએ મેયરના
પાટણમાં કાત્જુના તોતિંગ ટ્રેલરે કારનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો પણ કારનો ડ્રાઈવર બચી ગયો પાંચ IASને નિવેદન સામે પ્રિન્સિપલ સેક્રેટરી વિરોધ પ્રદર્શન તરીકે પ્રમોશન ભાસ્કર ન્યૂઝ.પાટણ રાષ્ટ્રપિતા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વિષે પ્રેસ કાઉન્સિલના ચેરમેન અને સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કાત્જોએ અપમાનજનક ટીપ્પણી કર્યાના વિરોધમાં ગુરુવારે પાટણમાં મહાત્માગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા ગાંધીજીની પ્રતિમા આગળ કાત્જોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ફાઉન્ડેશના પ્રમુખે રાષ્ટ્રપિતાના અપમાન કરનાર સામે પોલીસમાં ફરિયાદ કરીશું તેમ જણાવ્યું હતું.
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
સોલા બ્રિજ નજીક આવેલા હેબતપુર સર્કલ ખાતે ગુરુવારે વહેલી સવારે પૂરઝડપે આવી રહેલું એક ટ્રેલર એકાએક પલટી ખાઈને રાજેશભાઈ પટેલ નામની વ્યક્તિની મારુતિ ફ્રન્ટી પર પડ્યું હતું. જો કે સદ્નસીબે ટ્રેલર ખાબકવા છતાં કારનો ડ્રાઈવર સાઈડનો હિસ્સો કચડાઈ ગયો નહતો અને રાજેશભાઈનો આબાદ બચાવ થયો હતો. લોકો રાજેશભાઈને કારમાંથી બહાર કાઢી સોલા સિવિલમાં લઈ ગયા હતા. તોતિંગ ટ્રેલરને કારણે ભારે ટ્રાફિકજામ થતાં પોલીસે ડાયવર્ઝન આપવો પડ્યો હતો. ટ્રેલરના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. / ભાસ્કર
રાજ્ય સરકારે ગુજરાત કેડરના 1990 બેચના પાંચ આઇએએસ અધિકારીઓને પ્રિન્સીપલ સેક્રેટરી તરીકેના પ્રમોશનનો આદેશ કર્યો છે. જેમાં વાહન વ્યવહાર કમિશનર કમલ દયાની, જીએસપીસીના જોઇન્ટ એમડી મનોજકુમાર દાસ, સેટલમેન્ટ કમિશનર મનોજ અગ્રવાલ, ના. પુરવઠા નિગમના એમડી સી.વી.સોમ અને કૃષિ વિભાગના સચિવ અરૂણ સોલંકીને અગ્રસચિવ તરીકે બઢતી આપી તે જ જગ્યાએ યથાવત રખાયા છે.
થયેલા અપમાનનો વિષય છેડીને મોરચો માંડી લીધો હતો. કોંગી કોર્પોરેટર પ્રવીણ રાઠોડ સહિતના વિપક્ષી સભ્યો મેયરની માફી માગે એવી રાજહઠ સાથે જનરલ બોર્ડની કાર્યવાહી સ્થગિત કરાવી દીધી હતી. બીજીબાજુ વિપક્ષી સભ્યોએ મેયરનું અપમાન કર્યાનો ખોટો ઇશ્યુ ઊભો કરાયો છે એમ કહીને માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો. ડો. જૈમન ઉપાધ્યાયના ટેકાથી નિંદા પ્રસ્તાવ રજૂ થયો હતો.
સ્ટેટ બ્રિફ
રાજકોટ- બેકારીથી ત્રસ્ત યુવાને ફાંસો ખાધો, પત્નીએ બચાવી લીધો
જિલ્લા ગાર્ડન પાસેના સોરઠિયાપ્લોટમાં રહેતા બિપીન હરિ સોલંકી (ઉ.વ.26)એ બેકારીથી ત્રસ્ત બની ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જોકે યુવાને ફાંસો ખાધો ત્યારે જ તેની પત્ની પ્રિયાની નજર પડી જતાં તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને બિપીનને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સાવલી - ચાર પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની તોડફોડ
સાવલી નગરના ચાર પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની તોડફોડ અને વાયરો કાપી નાખતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સાવલી ખાતે દોડી આવ્યા તેમજ પરીક્ષા કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
‘પ્રત્યેક ધનવંત, યશવંત, ગુણવંત આખરે તો નાશવંત’
એ લખે છે ત્યારે એમની કલમને શબ્દોની સાથે ટહુકા ઊગે છે. એ બોલવા ઊભા થાય છે ત્યારે માઇક ગેલમાં આવી જાય છે. એ િવચારે છે ત્યારે એક નવું જ ચિંતન જન્મ લે છે. એમને એટેક આવ્યો જન્મદિન અને એ સર્વાઇવ થયા ત્યારે સુરેશ દલાલે કહેલું, ‘ગુણવંત નહીં, આપણે બચી ગયા છીએ..!’ માની જેમ જ ભાષાની કાળજી લે છે. ‘માતૃભાષા વંદના યાત્રા’-સાથે એ ફરીવળે છે. તેમના પડખામાં વિશેષ ગુજરાતી ભાષા સલામતી અનુભવે છે. જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ આજે 78 વર્ષના થશે. એમના જન્મદિવસ નિમિત્તે એમણે એષા દાદાવાળા સાથે ખાસ વાત કરી હતી. {તમે રાંદેરમાં જન્મ્યા, વડોદરા રહો છો. રાંદેર યાદ આવે? ગુણવંત શાહ: એક પ્રસંગ મને યાદ આવે છે. રાંદેરમાં અાસિમ રાંદેરી કરીને જાણીતા શાયર. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે સાનહોઝેમાં પહેલીવાર આસિમચાચાને મળ્યો. 98 વર્ષની ઉંમરે એમણે થ્રી-પીસ સૂટ પહેરેલો. એ ઉંમરને ખાઇ ગયા હતા. એમણે એક વાક્ય કહ્યું, જે હું ભૂલી શકું એમ નથી. એમણે કહ્યું, ‘જીવનમાં-યુવાનીમાં કેટલા ઘા પડ્યા હશે ત્યારે આજે આટલી ઉંમરે પણ મને લીલા કાવ્યો સૂઝે છે..!’ ચં.ચી. મહેતાના કાવ્યો ‘ઇલા કાવ્યો’ તરીકે ઓળખાતા જ્યારે આસિમચાચાના કાવ્યો ‘લીલા કાવ્યો’ કહેવાતા. વર્ષો પછી હું આસિમચાચાને મારા મિત્ર રમણ પટેલ સાથે રાંદેરમાં એમના ઘરે મળવા ગયેલો. ત્યારે એ 103 વર્ષના હતા. બસ, એમની સાથેની આ મારી છેલ્લી મુલાકાત. આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને રાંદરે ખૂબ તીવ્રતાથી યાદ આવે છે. { સાહિત્ય જગતમાં ખૂબ ઇર્ષ્યા જોવા મળે છે. તમને કોની થાય છે?
(હસી પડે છે અને હસતાં હસતાં જ કહે છે) હું સંપુર્ણપણે ઇર્ષ્યા મુક્ત નથી જ અને આ મારી કબૂલાત છે. (એ ફરી હસે છે, પૂછે છે સાચું કહું?) મને એક જ માણસની અદેખાઇ આવે-જેને મોટી ઉંમરે પણ ડાયાબિટીસ ન થયો હોય.. { હાર્ટએટેક પછીનો તમારો સ્થાયીભાવ શો છે? પ્રત્યેક ધનવંત, પ્રત્યેક યશવંત, પ્રત્યેક ગુણવંત આખરે તો નાશવંત છે..!! ઇફ યુ રિમેમ્બર ધીસ. યુ બીકમ અ ફિલોસોફર. તમે એટલા ઉંચે જાવ છો કે આ બધું ખરી પડે છે. અને મારું ખરી પડ્યું છે..હું જાણું છું કે કાલે પતી જવાનાે છું. ટુ મોરો આઇ વીલ નોટ બી ધેર. આઇ વીલ બી ધેર-થ્રુ માય લીટરેચર, થ્રુ માય કન્ટ્રીબ્યુશન, થ્રુ માય ક્રિએશન. કોઇ કાર્ડિયોગ્રામ વાંચશે-કોઇ ગીતા ભાષ્ય તો કોઇ મહાભારત ભાષ્ય વાંચશે. હું એમ કરીને જીવવાનો છું. તો મારે આમાં પડવાની શું જરૂર? મારો સ્થાયી ભાવ. { બારમી માર્ચ દાંડીકૂચ, તમારો જન્મદિવસ છે. તમારાં પત્ની બીજી
મુલાકાત / પદ્મશ્રી ગુણવંત શાહ
ઓક્ટોબરે જન્મ્યાં છે. એટલે ગાંધી સાથેનો તમારો નાતો પહેલેથી જ. ગાંધી માટેના વિશેષ આદરનું કારણ આ પણ ખરું? કારણ થોડું જુદું છે. પ્રખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયેન્બી એમ કહેતા કે, ‘હું માનવ ઇતિહાસ ભણી નજર કરું છું ત્યારે નિરાશ થઇ જાંઉ છું. પણ જ્યારે હું માનવ ઉત્ક્રાંતિ
તરફ નજર કરું છું ત્યારે આશાવાદી બની જાઉં છું. ’ હું પણ જ્યારે માનવ ઉત્ક્રાંતિ વિશે વિચારું છું ત્યારે મને હંમેશા પ્રશ્ન થાય છે કે હવે પછીનો નેક્સ્ટ જંપ કયો હશે? ગાંધી કહે છે, આંખની સામે-આંખ, ડોકાની સામે ડોકું નહીં લેવું. ઉપવાસ કરવા. પોતાને પીડા આપવી પણ એને પીડા નહીં આપવી. ધીસ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ઓફ ઇવોલ્યુશન. આ ગાંધીએ બતાવ્યું છે- એટલે મને એમના માટે ખૂબ આદર છે. { ગાંધીએ તો એવું પણ કહ્યું કે જરૂરિયાતો પર કાબૂ રાખો.. (સવાલને કાપીને) હા કહ્યું. અત્યારે પ્રગતિનો એક જ અર્થ છે. પ્રોગ્રેસ મીન્સ ‘more’. ગાંધી આ સમીકરણને પલટાવી નાંખનારા મહાત્મા છે. એમણે કહ્યું જરૂરિયાતો પર કાબૂ રાખો. અને એટલે મને એમના માટે માન છે. અમેરિકાના ફિલસૂફોએ આ વાત અપનાવી છે અને એક નવી ફિલસૂફીને જન્મ આપ્યો છે-ફિલોસોફી ઓફ ઇનફનેસ. ગાંધી આ જ છે અને એટલે જ મને એમના માટે ખૂબ આદર છે.
વાપીમાં મુંબઈના કચ્છી ઉદ્યોગપતિએ ત્રણ વર્ષમાં 58.74 લાખ આરોગ્ય વીમા કાર્ડ જારી થયા ગળે ફાં સ ો ખાઇને કર્યો આપઘાત પરિવારને જાણ કર્યા વિના વાપી ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
આપઘાત કર્યા પૂર્વે કચ્છી યુવકે લખેલી સ્યૂસાઇડ નોટ તેમજ બાજુની તસવીરમાં મૃતક ઉદ્યોગપતિ નજરે પડે છે.
ચાલ્યા ગયા હતા
ભાસ્કર ન્યૂઝ. વાપી
મુંબઇના ગોરેગામ સ્થિત ગોકુલધામમાં રહેતા અને દમણના સોમનાથમાં ફેક્ટરી ચલાવતા 52 વર્ષના કચ્છી ઉદ્યોગપતિની ગુરુવારે સવારે વાપીના ચલા સ્થિત શિવાલિંક હાઇટ્સમાં 10મા માળે આવેલા ફ્લેટમાં ગળે ફાંસો ખાધેલી વાપી હાલતમાં લાશ મળી આવતાં કચ્છી ભાનુશાલી સમાજમાં અરેરાટી મચી જવા પામી છે. ઉદ્યોગપતિએ મુંબઇમાં રહેતા પરિવારને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વિના બુધવારે રાત્રે વાપીના ફ્લેટમાં આવીને આ પગલું ભરી લીધું હતું. ચિરાગ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતા નંદા શિવજીભાઇ મનજી વાપી ચલા સ્થિત શિવાલિંક હાઇટ્સમાં
સ્યુસાઇડ નોટ લખી, તકલીફ ન પડે માટે ગળે રૂમાલ રાખ્યો
સ્યુસાઇડ નોટ સભાનતા પૂર્વક ઇગ્લિંશ-ગુજરાતી એમ બંને ભાષામાં લખી હતી. અંગ્રેજીમાં લખ્યું કે, નો બોડી ઇસ રિસ્પોન્સીબલ ફોર માય ડેથ અને ગુજરાતીમાં લખ્યું મારા મૃત્યુ માટે કોઇ જવાબદાર નથી. મરતી સમયે વધારે તકલીફ ન પડે એ માટે નંદાભાઇ મનજીએ પોતાના ગળાના ભાગે રૂમાલ રાખ્યો અને ફાંસો બનાવી લટકી ગયા હતા.
10મા માળે આવેલા પોતાના ફ્લેટમાં રોકાણ કરતા હતા. ગુરુવારે સવારે જ્યારે મોબાઇલ ફોન રિસિવ ન કરતાં તેમની પત્નીએ કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા રૂષિકેશ સરોજને ફ્લેટ ઉપર
તપાસ કરવા માટે મોકલાવ્યો હતો. અન્ય સંબંધીઓને બોલાવીને દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડીને જોતાં પંખાના હૂક સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.
દેશના શ્રમ અને રોજગાર મંત્રાલયે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં એવી મહત્વપૂર્ણ માહિતી આપી હતી કે, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 10.72 કરોડ આરોગ્ય વીમા કાર્ડ ઈશ્યુ કરવામાં
આવ્યા છે. આમાં ગુજરાતમાં 58.74 લાખ કાર્ડ ગુજરાતમાં, ઝારખંડમાં 50.19 લાખ આરોગ્ય
વીમા કાર્ડ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ જારી કરવામાં આવ્યા છે.