Gandhinagar news in gujrati

Page 1

ઉત્તર ગુજરાત ન્યૂઝ ઇન બોક્સ

મોડાસાની બહેરા મૂંગા શાળાને એલઆઇસી દ્વારા વોટરકૂલર અર્પણ

મોડાસા | ભારતીય જીવન વીમા નિગમ ગાંધીનગર તરફથી વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરા મૂગાં શાળા મોડાસાને ગાંધીનગર ડિવિઝનલ સિનિયર મેનેજર એસ.પી.સોમાની તથા મોડાસા એલઆઇસી ચીફ મેનેજર અમરસિંહ ચૌહાણ, સેલ્સ મેનેજર બાકચી, લાયન્સ કલબ પ્રમુખ ર્ડા.ટી.બી.પટેલ તથા મંત્રી કીરીટભાઇ સુથાર, મંત્રી અંબાલાલ પટેલ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં વોટર કુલર અર્પણ કરાયું હતું. મણીભાઇ ધનજીભાઇ પટેલ પરિવાર તરફથી ગાદલાં, ઓશીકાં તથા ચાદરનો સેટ 40 નંગ અપાયાં હતાં.

તલોદ તાલુકાના પુંસરીમાં આંતર સ્કૂલ ટેલેન્ટ સ્પર્ધા યોજાઇ

પુંસરી | તલોદ તાલુકાના પુંસરી ગામે મંગળવારે ગ્રામ પંચાયત દ્વારા આંતર સ્કૂલ ટેલેન્ટ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પાંચ પ્રાથમિક શાળાના 600થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં નવાનગર પ્રાથમિક શાળા પ્રથમ, પુંસરી બીટ શાળા દ્વિતીય અને અમરાપુર શાળા તૃતીય રહી હતી. ઉત્કૃષ્ટ દેખાવ બદલ મેડલથી સન્માન કરાયું હતું. આ પ્રસંગે રવિન્દ્રકુમાર પાર્થસારથી તથા સરપંચ હિમાંશુ પટેલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા./કલ્પેશ જોષી

નનાનપુરમાં ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ શિબિર યોજાઇ પ્રાંતિજ | પ્રાંતિજ તાલુકાના સલાલ ગામની એમએસડબલ્યુ કોલેજ અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા તાજેતરમાં નનાનપુર ગામે જાગૃતિ શિબિર યોજાઇ હતી. જેમાં મહિલાઓને ખરીદી કરતી વખતે થતી છેતરપિંડી વિશેની માહિતી આપવામાં આવી હતી. કોલેજના સેમેસ્ટર-2ના વિદ્યાર્થી પટેલ અંજુ, રાઠોડ જાગૃતિ, પટેલ સંજય, પટેલ વૈભવ, પટેલ રેખાએ શિબિરનું સંકલન કર્યું હતું.

ભેટાલી દિવ્ય ચેતના કોલેજ ઓફ એમએસડબલ્યુમાં મહિલા સેમિનાર

હિંમતનગર | હિંમતનગર-ઇડર રોડ પર આવેલ દિવ્ય ચેતના કોલેજ ઓફ એમ.એસ.ડબલ્યુમાં બુધવારે મહિલાઓના પ્રશ્ન બાબતે જાગૃતિ લાવવા સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં મિતાબેન પટેલ, મહેન્દ્રભાઇ મકવાણા, શૈલેન્દ્રકુમારી ઝાલા, ટ્રસ્ટી એ.કે.મનસુરી અને ચેતનાબેન વૈધે ઉપસ્થિત રહી પ્રશ્નોત્તરી દરમિયાન મહિલાઓ પર થતી હિંસા અને વિકાસ માટે કાયદાકીય માર્ગદર્શન આપ્યુ હતું. સેમિનારની આભારવિધિ આચાર્ય પરેશભાઇ જાનીએ કરી હતી.

શ્રદ્ધાળુઓ પીરાણાધામ જવા રવાના

મોડાસા | મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ તાલુકાના ધર્મપ્રેમી ભક્તો આસ્થાના સ્થાન એવા પ્રેરણાપીઠ પીરાણા મુકામે 450થી વધુ પદયાત્રીકોના સંઘે પ્રસ્થાન કર્યું હતું. ભક્તિ ભાવથી હરિ ગુણગાતા ગાતા આ ભક્તજનો પીરાણા ખાતે પહોંચશે./રાકેશ પટેલ

રેડક્રોસ સોસાયટીમાં સેવાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું

હિંમતનગર | રેડક્રોસ સોસાયટી હિંમતનગર શાખા દ્વારા જિલ્લાના જરૂરિયાતમંદોને વિવિધ પ્રકારની દાકતરી સેવા નજીવા દરે અપાઇ રહી છે ત્યારે તેમાં નારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો સહયોગ લેવાનું નક્કી કરાયુ છે. જે અંતર્ગત મંગળવારે જિલ્લા કલેકટર સ્વરૂપ.પી. તથા ર્ડા.હિતેષ પટેલની ઉપસ્થિતિમાં સંયુકત સેવા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાનડાની નાનાવાસ પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હિંમતનગર | હિંમતનગર તાલુકાના કાનડા ગામની નાનાવાસ પ્રાથમિક શાળામાં તાજેતરમાં ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. એસએમસીના અધ્યક્ષ મનહરસિંહ ઝાલા, સભ્યો, શાળાના ઉચ્ચ શિક્ષક સાકેરાબેન દેધરોટીયા, સંદીપભાઇ ઉપાધ્યાય અને પરવીનાબાનુ મનસુરીની ઉપસ્થિતિમાં બાળકોને ગણિત-વિજ્ઞાનને લગતા સધાનોની જાણકારી મેળવી હતી. પ્રદર્શનને સફળ બનાવવા આચાર્ય પ્રવિણભાઇ પરમારે જહેમત ઉઠાવી હતી.

અમદાવાદ, ગુરુવાર, 19 માર્ચ, 2015

અરવલ્લીના 55 હજાર ખેડૂતોને ~ 8.39 કરોડની સહાય ચૂકવવાની કામગીરી શરૂ

ગત વર્ષે પાછોતરા વરસાદથી 85 કરોડના નુકસાન સામે 21.15 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું ભાસ્કર ન્યૂઝ.મોડાસા અરવલ્લી જિલ્લામાં મંજૂર મંજૂર થયેલી સહાય ખેડૂતોની મજાકરૂપ: કોંગ્રેસ ગત વર્ષે પાછોતરા વરસાદથી અરવલ્લી

જિલ્લામાં ખેતીપાકોમાં થયેલા વ્યાપક નુકસાન સંદર્ભે રાજય સરકારે જે-તે સમયે સર્વે કરાવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કામગીરી બાદ રૂ.85 કરોડથી વધુ નુકસાનના અંદાજ સામે સરકાર દ્વારા લાંબા સમય પછી રૂ.21.15 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું. જેના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી વળતરની ચૂકવણી હાથ ધરાઇ છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકાના 589 ગામોના અંદાજે 55 હજારથી વધુ ખેડૂતોને સહાય પેટે મંજૂર કરાયેલા રૂ.10.45 કરોડની રકમ પૈકી જે ખેડૂતોના બેંક એકાઉન્ટ નંબર વિભાગને પ્રાપ્ત થયા છે તેઓને સહાય પેટે રૂ.8.39 કરોડની સહાય ચુકવણીની

કરાયેલી અંદાજિત સહાય

અરવલ્લી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અગ્રણી ખેડૂત અરુણભાઇ પટેલના જણાવ્યા મુજબ, સરકારના ખેતીવાડી વિભાગ તાલુકો ગામ ખેડૂતો રકમ રૂપિયા દ્વારા માત્ર ટેબલ ઉપર સર્વેની કામગીરી હાથ ધરાય છે. ખેડૂતોને મોડાસા 104 9હજારથી વધુ 1.50 કરોડ ભાગે આવેલી સાચી નુકસાની આંકડા સ્વરૂપે સરકાર સુધી પહોંચતી ધનસુરા 72 9 હજારથી વધુ 1.50 કરોડ નથી, તેથી પાછોતરા વધુ વરસાદથી જિલ્લાના ખેડૂતોનો 50 ટકાથી બાયડ 123 15હજારથી વધુ 1.60 કરોડ વધુ પાક નાશ પામ્યો હોવા છતાં નુકસાન સામે મંજૂર કરાયેલા રૂ.10 માલપુર 100 8 હજારથી વધુ 1.37 કરોડ કરોડ એ ખેડૂતની મજાકરૂપ જ રકમ ગણાવી શકાય તેમ છે. મેઘરજ 128 12હજારથી વધુ 1.88 કરોડ ભિલોડા 62 1500થી વધુ 32 લાખ ચુકવણીની કામગીરી રાબેતા મુજબ સહાય જમા આપવાની કામગીરી

કામગીરી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાઇ છે. જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવાર સાંજ સુધીમાં આ સહાય પેટે રૂ.5.47 કરોડની રકમ સહાયપાત્ર ખેડૂતોને આરટીજીએસ દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જમા આપી દેવાઇ છે. જયારે બુધવારે આ સહાય

હાથ ધરાઇ હતી. મોડાસા સ્થિત કચેરીના મદદનીશ ખેતી નિયામક એ.આઇ.પઠાણના જણાવ્યા મુજબ, જે ખેડૂતોના બેંક એકાઉન્ટ નંબર પ્રાપ્ત થયા છે તેવા 55 હજારથી વધુ ખેડૂતોને રૂ. 8.17કરોડની સહાય ચુકવવાપાત્ર થતાં એકાઉન્ટમાં આ

કતપુર ટોલનાકા પાસેથી ~ ‌51.59 લાખનો વિદેશીદારૂ ભરેલી ટ્રક જપ્ત પ્રાંતિજ પોલીસે હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી, એક ફરાર

હાથ ધરાઇ છે. પરંતુ જે ખેડૂતોએ બેંક એકાઉન્ટ નંબર વિભાગની કચેરીમાં નોંધાવ્યા નથી તેવા તમામ સહાય મેળવવાપાત્ર ખેડૂતોએ તેમનો બેંક એકાઉન્ટ નંબર વિસ્તારના ગ્રામસેવકને સત્વરે નોંધાવી દેવા ભલામણ છે.

ખેડબ્રહ્મામાં પાંચ બાકીદારોના પાણીના નળ જોડાણ કપાયા

ભાસ્કર ન્યૂઝ.તાજપુરકૂઇ, પ્રાંતિજ

ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્મા

પ્રાંતિજ પોલીસે તાલુકાના તાજપુરકૂઇ નજીક કતપુર ટોલનાકા પાસેથી મંગળવારે રાત્રે ટ્રકમાંથી લઇ જવાતો રૂ.51.59 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને ટ્રક મળી રૂ.66.72 લાખનો મુદા્માલ કબજે લઇ ત્રણ જણા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂબંધીનો કડક અમલ કરાઇ રહ્યો છે ત્યારે પ્રાંતિજના પીઆઇ ભરત પટેલ અને તેમની ટીમે મંગળવારે રાત્રે શંકાના આધારે કતપુર ટોલનાકા પાસેથી પસાર થતી ટ્રક (એચઆર -74 -2688) ને રોકી તેની તલાશી લીધી હતી. જે ટ્રકમાંથી રૂ.51.59 લાખની કિમતનો 991 પેટીમાં ભરેલો 16356 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કલીનર વારીસ જકરૂદી્નખાન (રહે.નિમલી, જિ.અલ્વર) તથા શકીલ ઝુમ્માખાન

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા બુધવારથી શહેરમાં વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઇ છે. જેમાં પાંચ બાકીદારોના પાણીના નળજોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે પ્રથમ દિવસે રૂ.1.50 લાખની વેરા વસૂલાત થઇ હતી. નગરપાલિકા દ્વારા રૂ.5 હજારથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોની યાદી તૈયાર કરી વેરા વસુલાત કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા ભાટવાસ વિસ્તારમાં વેરા ન ભરનાર પાંચ રહીશોના નળ કનેકશન કાપવામાં આવ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફીસર હરીશ અગ્રવાલ, ભગતસિંહ ચાવડા, મેહુલ સુથાર, બાબુભાઇ મકવાણા સહિતની ટીમે વેરા વસુલાત કાર્યવાહી ચાલુ કરતા એક દિવસમાં નગરપાલિકાએ રૂ.1.5 લાખ વસુલાયા હતા. જેને લઇ બાકીદારોમાં ફફડાટ પ્રસર્યો છે.

ડીસામાં ચાલુ બસે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર ઝડપાયો

ડીસા : ડીસા ડેપોની ધાનેરાદાહોદ બસ મંગળવારે રાત્રે કંસારી ટોલનાકાથી પસાર થતી હતી. ત્યારે ટોલનાકાના કર્મચારીઓ સાથે કોઇ મુદ્દે બસના ડ્રાયવર હેમંતકુમાર આત્મારામ લીંબાચીયાએ માથાકુટ કરી હતી. એસટી ડ્રાયવર ચીક્કાર પીધેલી હાલતમાં હોઇ ટોલબુથ કર્મચારીઓએ ડીસા ડેપોમાં જાણ કરી હતી. જેથી આસી. ટ્રાફિક ઇન્સ્પકેટર કંસારી દોડી ગયા હતા. બસનો ચાલક નશામાં ધૂત હોઇ તેમણે 108 મેડિકલ વાનને બોલાવી ડીસા તાલુકા પોલીસ પોલીસના હવાલે કર્યો હતો.

ભાભરમાં મહિલાના દાગીનાની ચોરી કરવા જતા શખ્સ ઝબ્બે

ભાભર : ભાભરના હિરપુરા પરામાં રહેતા શાંતીબેન ખુમાભાઇ ઠાકોર તેમના ઘરના કંમ્પાઉન્ડમાં ઝાંપો બંધ કરતા હતા. તે દરમિયાન મંગળવારે સાંજના સમયે એક અજાણ્યો શખ્સે આવી ગળામાં પહેરલ ચાંદીની હાંસડી ખેચવાની કોશિષ કરતા તેણે બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવી અજાણ્યા યુવકને ઝડપી લઇ ભાભર પોલીસના હવાલે કર્યો હતો.

પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પાસેથી પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સોની અટકાયત કરી હતી. તસ્વીર : કાળુસિંહ રાઠોડ/મહેન્દ્રસિંહ રાઠોડ

(રહે.નાનુકા, હરિયાણા)ની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂ.5600 રોકડ તથા બે મોબાઇલ કબજે લીધા હતા. જયારે રહીસખાન નામનો શખ્સ

પોલીસને જોઇ ભાગી ગયો હતો. પોલીસે ત્રણ જણા વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન પ્રસંગે માંસાહાર-દારૂનો ઉપયોગ નહીં કરવા વનવાસી સમાજનો નિર્ણય પોશીના પાસેના સાલેરા ગામે વનવાસી સમાજનું સંમેલન યોજાયું નિયમનો ભંગ કરનાર વનવાસી પરિવારને સમાજની બહાર મૂકવામાં આવશે ભાસ્કર ન્યૂઝ.પોશીના

સાબરકાંઠા જિલ્લાના પોશીના, લાંબડીયા, ખેરોજ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી ચાલી આવતી ચડોતરા પ્રથા સહિતના કુરિવાજોને કારણે સમાજનો વિકાસ રુંધાઇ ગયો છે. જે અંગે જાગૃતિ લાવવા બુધવારે પોશીના નજીક આવેલ સાલેરા ગામે સમાજની લોકજાગૃતિ શિબિર યોજાઇ હતી. જેમાં કુરિવાજોથી વનવાસી સમાજે મુકત બનવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં માંસાહાર તથા દારૂનો ઉપયોગ નહીં કરી શકાય તેવો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ લુકેશભાઇ ગમાર તથા ગામના અગ્રણી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અનિલભાઇ સોલંકી, કનૈયાલાલ ગમાર, સરપંચ સોમાભાઇ તથા અન્ય ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વનવાસી સમાજમાં વર્ષોથી ચડોતરાની પ્રથા ચાલી આવે છે. જેના કારણે સમાજમાં વેર-ઝેર

પોશીના તાલુકાના સાલેરા ગામે વનવાસી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા માટે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. / વિક્રમસિંહ ચૌહાણ

સમાજ માટે આ રચનાત્મક નિર્ણયો લેવાયા

ઉભા થાય છે. ઉપરાંત મરણ પાછળ તથા જમણવારમાં પણ લખલૂટ ખર્ચ કરવામાં આવે છે. જેનાથી યુવા વર્ગનો વિકાસ શિક્ષણના અભાવે રુંધાય છે. આ કુરિવાજો દૂર કરવા માટે સાલેરા ગામે મળેલી મરણ પ્રસંગે માત્ર રૂ.200 જ ખર્ચ કરી શકાશે જાગૃતિ શિબિરમાં ચર્ચાને અંતે કેટલાક નિર્ણયો લેવાયા હતા. જેમાં મરણ પ્રસંગે લગ્નપ્રસંગમાં માંસાહાર તથા દારૂનો ઉપયોગ નહીં કરી શકાય. અત્યાર સુધી રૂ.2500થી વધુનો ખર્ચ થતો હતો. જે હવેથી રૂ.200 કરવાનો નિર્ણય જમણવારમાં દાળ-ભાત અને લાપસી જેવી વાનગી બનાવવાની રહેશે. લેવાયો છે. લગ્નપ્રસંગમાં માંસાહાર તથા દારૂનો ઉપયોગ નહીં કરી શકાય. લેવાયો છે. જો કોઇ વનવાસી પરિવાર તેમજ જમણવાર પ્રસંગે દાળ-ભાત અને નિયમનો ભંગ કરે તો તેને સમાજની લાપસી જેવી વાનગી બનાવવાનો નિર્ણય બહાર મુકવાનો પણ નિર્ણય લેવાયો છે.

કેશરગંજમાં ગામતળનું દબાણ દૂર કરવા 26મીનું અલ્ટીમેટમ દીવાલ ધરાશાયી થતાં શ્રમિકનું મોત ભાસ્કર ન્યૂઝ.વડાલી

વડાલી તાલુકાના કેશરગંજમાં સરકારી સર્વે નં.32ની જમીનમાં થયેલ દબાણ દૂર કરવા અનેક રજૂઆતો છતાં પરિણામ નહીં મળતાં ગ્રામજનોએ મંગળવારે મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કેશરગંજ ગામતળમાં આવેલા સર્વે નં.32 પૈકી 1ની હે.આરે. ચો.મી. 2-13-48 સરકારી જમીન રામનગર વિસ્તારમાં

ભાસ્કર ન્યૂઝ વડગામ

રહેતા રામાજી મેરાજી વણઝારાએ વર્ષોથી દબાણ કરી પચાવી પાડી ખેતી કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર, તેમજ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજી કરવા છતાં આજદિન સુધી દબાણ દૂર કરાયું નથી. આથી રોષે ભરાયેલા ગામલોકોએ મંગળવારે મામલતદારને આવેદનપત્ર આપી ઉચ્ચારી છે. 26 માર્ચ સુધી દબાણ નહીં હટાવાય આ અંગે મામલતદાર તો 27 માર્ચથી આમરણાંત એ.એ.પટેલના જણાવ્યા અનુસાર, ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી સરકારી જમીનમાં થયેલા દબાણ

વડાલી તાલુકાના કેશરગંજ ગામે ગામતળમાં થયેલું દબાણ દૂર કરવા માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. / નિતુલ પટેલ

વડગામ ખાતે આંગણવાડી કેન્દ્રને તોડવાની કામગીરી દરમિયાન બુધવારે દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં કામ કરતા પાલનપુરના બળવંતભાઇ પરમાર દીવાલ નીચે દટાયા હતા. જેથી આજુબાજુમાં રહેતા રહીશોએ ઘટનાસ્થળે દોડી આવી શ્રમિકને સામૂહિક આરોગ્ય અંગે જમીનનો સર્વે કરવા તંત્ર કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડયો દ્વારા તજવીજ હાથ ધરાઇ છે. જે હતો. જ્યાં તેની હાલત વધુ નાજુક સર્વે બાદ દબાણો દૂર કરવામાં જણાતાં તેને પાલનપુર રિફર કરવાની આવશે. ફરજ પડી હતી. પરંતુ ગંભીર રીતે

ઘવાયેલા શ્રમિકને પાલનપુર રિફર કરવા સરકારી એમ્બ્લ્યુન્સ મોકલવા ફરજ પરના તબીબ ડો.અનિલ ડાભીને ઉપસ્થિત અગ્રણીઓએ રજૂઆત કરી હતી. તેઓએ એમ્બ્યુન્સ વાનને પંકચર હોઇ ખાનગી વાહનમાં લઇ જવા જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક બળવંતભાઇની હાલત નાજુક હોવાથી તેમને પાલનપુરથી અમદાવાદ ખાતે રિફર કરાયા હતા. પરંતુ તેમનું મૃત્યું થયું હતું.

2

ગુજરાત ગંજબજારના ભાવ વિસનગર ઘઉં 270-370 બાજરી 221-271 ગવાર 650-734 રાયડો 550-731 મેથી 550-941 કપાસ 700-837 એરંડા 670-713 જવ 265-267 ચણા 650-756 રાજગરો 550-750 અસાડીયો 700-931 આંબલિયાસણ ઘઉં 274-320 બાજરી 239 એરંડા 676-700 રાયડો 551-623 ગવાર 723-728 જવ 230 કપાસ 600-886 મહેસાણા ઘઉં 275-389 બાજરી 220-258 એરંડા 680-701 રાયડો 586-646 ગવાર 581-737 અજમો 1300-2005 જીરૂ 710-900 જવ 260 ઊંઝા જીરૂ 2000-3421 વરીયાળી 1200-3375 ઇસબગુલ 1110-1976 રાયડો 660-778 કડી ઘઉં 260-468 રાયડો 550-624 એરંડા 685-705 જીરૂ 2000-2810 સવાર 740 કપાસ 790-864 ધાણા 1050-1185 ઇસબગુલ 730 તલ 1676 મેથી 600-841 વિજાપુર ગવાર 680-725 કપાસ 815-845 વરીયાળી 1300-1900 રાયડો 615-723 અેરંડા 685-710 ધઉં 260-344 જીરૂ 2451 કટોસણ એરંડા 680-692 કપાસ 760-796 ઇસબગુલ 1250-1395 ઘઉં 260-296 ગવાર 706-730 મગ 1250-1301 મઠ 1101-1150 ઉનાવા તમાકુ 601-1551 ગાડીયું 411-825 કપાસ 752-836 નસો 111-131 સતલાસણા ઘઉં 225-325 બાજરી 222-242 વરીયાળી 1500-2500 એરંડા 673-686 મકાઇ 275-280 ગવાર 650-680 રાયડો 627-635 જવ 268-271 કપાસ 700-780 કુકરવાડા રાયડો 619-629 એરંડા 895-706 કપાસ 800-837 બાજરી 290-344 ઘઉં 270-335 જુવાર 762 ગવાર 680-712 રજકો 685-885 ઇસબગુલ 441 તમાકુ કલકત્તી 700-1410 ગાડીયું 450-685 ગોઝારીયા રાયડો 610-634 એરંડા 680-697 બાજરી 260-265 ઘઉં 300-330 ગવાર 711-723 તમાકુ વિજાપુર 600-1901 ગાડીયું 300-811 તમાકુ લાડોલ 600-1603 લાડોલ ગાડીયું 400-685 ડાંખરૂ 50-150 પાલનપુર ઘઉં 270-421 જુવાર 810-815 બાજરી 245-250 ગવાર 700-740 એરંડે 680-704 રાયડો 580-633 વરીયાળી 1300-2365 રાજગરો 650-850 ઇકબાલગઢ ઘઉં 281-311 એરંડા 697-701 રાજગરો 811-850 રાયડો 595-615 ગવાર 734 ઇસબગુલ 1340 બાજરી 215 મકાઇ 285 વરીયાળી 1750-2750 જીરૂ 2480-3000 સરસવ 668 કપાસ 740-800 વાવ જીરૂ 1550-2900 રાયડો 570-635 એરંડા 670-693 વડગામ એરંડા 646-700 રાયડો 600-637 ગવાર 680 ઘઉં 250 મેથી 900 થરાદ એરંડા 690-700 રાયડો 605-630 જીરૂ 2450-3150 રાહ રાયડો 625-640 એરંડા 700-705

બાજરી 225-250 થરા રાયડો 600-619 એરંડા 680-702 જીરૂ 1800-2960 વરીયાળી 1600-2565 ઘઉં 264-320 બાજરી 239-267 રાયડો 670-1080 રાજગરો 730-810 દિયોદર એરંડા 690-697 રાયડો 600-627 પાંથાવાડા રાયડો 590-630 એરંડા 690-697 ઘઉં 327-331 બાજરી 251 ગવાર 700-702 સરસવ 742-775 રાજગરો 690-848 ઇસબગુલ 1692 જીરૂ 2200-3000 વરીયાળી 2000-2060 ભાભર એરંડા 690-698 રાયડો 570-644 હિંમતનગર એરંડા 600-712 ઘઉં 270-597 બાજરી 220-230 મકાઇ 260-285 ગવાર 700-710 કપાસ 703-830 વડાલી ઘઉં 310-386 મકાઇ 250-298 તુવર 1150-1220 એરંડા 690-706 કપાસ 750-844 ઇડર ઘઉં 289-431 મકાઇ 235-280 એરંડા 683-701 રાયડો 500-550 તુવર 1100-1180 કપાસ 800-829 ગવાર 617-700 સોયાબિન 600-625 ખેડબ્રહ્મા ઘઉં(લો) 280-370 ઘઉં(496) 290-425 મકાઇ 270-301 અડદ 1125-1157 તુવર 1150-1201 એરંડા 690-700 રાયડો 560-610 કપાસ 750-800 પાટણ જીરૂ 2000 2800 વરીયાળી 1500 2031 મેથી 680 940 રાયડો 630 684 એરંડા 680 705 ઘઉ 270 360 રાજગરો 551 816 બાજરી 229 269 770 835 કપાસ ગવાર 630 785 સિધ્ધપુર રાયડો 575 685 એરંડા 655 698 ઘઉ 280 416 ગવાર 613 722 બાજરી 216 250 જુવાર 650 844 કપાસ 740 824 હારિજ રાયડો 600 635 એરંડા 670 700 ઘઉ 260 340 ગવાર 680 715 ચણા 660 709 જીરુ 2421 3000 કાલા 565 610 કપાસ 750 829 ઇસબગુલ 1100 1551 રાધનપુર ઘઉ 270 322 બાજરી 190 222 ચણા 640 665 ગવાર 650 717 એરંડા 670 685 જીરુ 2300 3100 રાયડો 570 600 રાજકોટ કપાસ બી.ટી. 790-817 ઘઉં લોકવન 273-395 ઘઉં ટુકડા 267-548 જુવાર સફેદ 550-655 જુવાર પીળી 310-340 બાજરી 210-297 મકાઇ 265-285 તુવેર 1100-1175 ચણા પીળા 660-713 અડદ 1150-1211 મગ 1190-1676 વાલ દેશી 955-1525 વાલ પાપડી 1725-2225 ચોળી 775-1255 મઠ 1055-1130 કળથી 655-725 સીંગદાણા 1080-1249 મગફળી જાડી 670-906 મગફળી જીણી 650-903 તલી 1550-1855 એરન્ડા 650-690 અજમો 2075-2455 સુવા 655-705 સોયાબીન 780-959 કાળા તલ 2440-3045 લસણ 410-868 ધાણા 980-2300 મરચા સુકા 1825-250 વરિયાળી 1450-1575 જીરૂ 2250-2835 રાય 650-800 મેથી 800-1225 ઇસબગુલ 1255-1495 રાયડો 550-605 રાજકોટ શાકભાજી કેરી કાચી 850-1000 લીંબુ 650-1020 તરબુચ 100-200 પોપૈયા 110-160 બટાટા 70-100 ડુંગળી સુકી 100-261 ટમેટા 140-210

કોથમરી 50-100 સકરીયા 210-280 મુળા 150-250 રીંગણા 100-180 કોબીજ 90-150 ફલાવર 120-360 ભીંડો 550-850 ગુવાર 850-1050 ચોળાસીંગ 300-420 વાલોળ 150-250 ટીંડોળા 160-260 દુધી 120-150 કારેલા 550-850 સરગવો 350-920 તુરીયા 500-920 કાકડી 350-460 ગાજર 210-330 વટાણા 460-620 તુવેર સીંગ 450-560 ગલકા 430-550 બીટ 50-110 મેથી 150-300 વાલ 510-720 ડુંગળી લીલી 100-200 ચણા લીલા 60-160 મરચા લીલા 450-650 લસણ લીલું 200-430 મકાઇ લીલી 130-200 ગોેંડલ ઘઉં લોકવન 266-431 ઘઉં ટુકડા 276-501 જુવાર 261-311 કપાસ 725-813 મકાઇ 281-326 ચણા 601-741 વાલ 1051-1481 વાલ પાપડી 1271-2301 અડદ 1011-1201 મગ 700-1361 મઠ 1061-1081 તુવેર 1011-1216 મગફળી જીણી 680-886 મગફળી જાડી 650-880 સીંગદાણા 881 સીંગફાડા 611-1021 એરંડા 646-706 તલ 1350-1756 તલ કાળા 1691-2491 તલ લાલ 1691-1831 રાઇ 566-601 રાયડો 491-781 મેથી 700-1151 જીરૂ 1881-2851 ધાણા 1101-2001 મરચા ઘોલર 1111-3201 મરચા પટો 1011-391 લસણ સૂકુ 231-761 ડુંગળી 131-286 ડુંગળી સફેદ 241-263 ચોળા 651 સોયાબીન 566-601 ગુવાર બી 541-741 વાંકાનેર ઘઉં લોકવન 260-385 ઘઉં ટુકડા 280-440 એરંડી 613 કપાસ 730-816 ચણા 597-700 રાઇ 485-655 જીરૂ 2251-2773 તલ 1800 ઇસબગુલ 1051-1581 ધાણા 1040-1510 સાવરકુંડલા સીંગ મોટી 750-871 તલ સફેદ 1600-1720 જીરૂ 1751-2625 કપાસ 704-802 ઘઉં લોકવન 270-370 ઘઉં ટુકડા 320-481 બાજરો 250-355 એરંડા 625-655 મકાઇ 250-330 રાઇ 600-850 ચણા 625-655 તુવેર 1000-1200 મેથી 800-1000 ઉપલેટા મગફળી 694-788 તલ સફેદ 1400-1635 તલ કાળા 2500-2710 જીરૂ 2100-2625 એરંડા 630-669 વાલ 1100-1175 ઘઉં 240-357 ચણા 600-625 કપાસ 720-796 તુવેર 900-1000 ધાણા 1000-1350 ગમ ગુવાર 700-752 ધોરાજી મગફળી 650-871 ઘઉં 266-340 જીરૂ 2031-2601 એરંડા 643-681 ચણા 631-681 તુવેર 1025-1201 વાલ 1081 સોયાબીન 536-571 ધાણા 1001-1471 વેરાવળ મગફળી દાણાવાળી 18300 સીંગખોળ 23000-23500 સીંગતેલ લુઝ 990 ઘઉં 1390-1400 જેતપુર મગફળી જીણી 611-831 મગફળી જાડી 651-865 ઘઉં લોકવન 270-380 ઘઉં ટુકડા 301-451 લસણ 145-751 કપાસ 681-812 એરંડા 590-685 ચણા 561-630 અડદ 950-1180 તલ 1250-1750 તુવેર 850-1101 ધાણા 1050-1240 જીરૂ 2050-2801 મરચા 735-2981 મેથી 750-1030 સીંગફાડા 780-840 બાજરી 180-270 પોરબંદર ઘઉં લોકવન 245-290 ઘઉં ટુકડા 311-405 જુવાર 330-450 સીંગફાડા 730-800


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.