Latest baroda city news in gujrati

Page 1

આજનું તાપમાન

વડોદરા અમદાવાદ સુરત રાજકોટ

34.8 31.7 35.8 33.5

19.4 17.7 20.6 14.7

સૂર્યાસ્ત આજે 06.47 pm સૂર્યોદય કાલે 06.53 am

પહેલાં પોિઝટિવ ન્યૂઝ

તા.12 અેપ્રિલે તમામ બૂથો પર મતદાર યાદીની વિગતની ચકાસણી થઇ શકશે

વડોદરા | ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીને સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવાની કવાયત હાથ ધરાઇ છે. જે અંતર્ગત વડોદરા શહેરજિલ્લામાં તા.2 માર્ચથી તા.31 જુલાઇ સુધી મતદાર યાદીની શુદ્ધતા અને અધિકૃતતા યોજના હેઠળ મતદારોની વિગતોની ખરાઇ કરવા માટે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા ઘેર ઘેર ફરીને સર્વે કરાશે. આ દરમિયાન તા.12 એપ્રિલે મતદારો તેમના નિર્ધારિત મતદાન મથકે મતદાર યાદીમાં તેમની નામ નોંધણીની વિગતોની ચકાસણી કરી શકે તે હેતુથી વિશેષ કાર્યક્રમ યોજાશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર સરવૈયાએ જણાવ્યું હતું કે, આ દિવસે જે મતદાન મથકના સંબંધિત બૂથ લેવલ ઓફિસર્સ મતદાર યાદીની સંપૂર્ણ વિગતો સાથે તેમને ફાળવેલાં મતદાન મથકો ખાતે સવારે 10 થી સાંજે 5.30 સુધી ઉપસ્થિત રહેશે. જેથી નાગરિકો વિગતોની ખરાઇ કરવાની સાથે સુધારા-વધારા માટેના ફોર્મ્સ મેળવી અને ભરી શકશે.

િસટી ડાયરી

મારા શહેરમાં આજે િશવમહાપુરાણ જ્ઞાન યજ્ઞ

સ્થળ : ન્યુ વીઆઇપીરોડ } સવારે 9.00 વાગે

વટવૃક્ષ સિનિ. સિ​િટ. દ્વારા સંગીત સંધ્યા સ્થળ : આજવા રોડ } સાંજે 5.00 વાગે સિનિયર સિટિઝન્સની અંતાક્ષરી સ્થળ : નિઝામપુરા } સાંજે 5.00 વાગે

િસટી ગેસ્ટ અદિતી રાવ હૈદરી શાહઝાન પદમસી શહેરમાં આયોિજત કાર્યક્રમમાં બોલિવૂડની જાણીતી અિભનેત્રીઓ હાજર રહેશે.

યૂિટલિટી ન્યૂઝ યોગ - શ્રીશ્રી બાલ મંદિર, ન્યૂ VIP રોડ

અષ્ટાંગ યોગનો કાર્યક્રમ યોજાશે

વડોદરા | આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.11થી13 માર્ચના દરમિયાન અષ્ટાંગ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અષ્ટાંગ યોગના આ કાર્યક્રમમાં યોગ સંબંધિત જ્ઞાન અને તેનું માર્ગદર્શન આપવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન રાત્રે 8.30 થી 10 સુધી આયોજિત અષ્ટાંગ યોગ કાર્યક્રમ એરપોર્ટ સર્કલ પાસે શ્રીશ્રી બાલ મંદિર, પાર્થી પાર્ક ખાતે યોજાશે.

વીજળી બંધ - 4 ફીડર િવસ્તારમાં

અમિત ભટનાગરે ~42 કરોડની શું છે સેન્ટ્રલ એક્સાઇઝ એક્સાઇઝ ડ્યુટી ભરી કે બાકી? ઇન્ટેલિજન્સની નોટિસω બાંયધરી પૂરી ન કરાઇ

સંજય શાહ . વડોદરા

@sanjaypshah1976

ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ના અમિત ભટનાગર દ્વારા સેનવેટ ક્રેડિટ મેળવી એક્સાઇઝ બચાવવાના કરાયેલા ખેલમાં એકસાઇઝ વિભાગની કાર્યવાહીમાં નવો વળાંક આવ્યો છે. ઉદ્યોગપતિ અમિત ભટનાગરે ધરપકડ બાદ જામીન મેળવવા માટે કોર્ટ સમક્ષ કરેલી રજૂઆત કોર્ટને ગેરમાર્ગે દોરવાનું પગલું હોવાનું જણાવી સેન્ટ્રલ એક્સાઇઝના ઇન્ટેલીજન્સ વિભાગે અમિત ભટનાગરને નોટિસ ફટકારી છે. જેમાં એક્સાઇઝની બાકી રકમનો ચેક અધિકારીને સુપરત કરવાની કરાયેલી વાત ખોટી હોઈ તાકીદે કોર્ટમાં જણાવ્યા મુજબની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિ. ના એમ.ડી. અમિત ભટનાગરની ગત સપ્તાહે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના ઇન્ટેલિજન્સ વિભાગે ધરપકડ કરી હતી. એક્સાઇઝ ડ્યૂટી બચાવવા માટે મેળવેલી સેનવેટ ક્રેડિટ ખોટી હોવાનું જણાવી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર પાસે ~42 કરોડની વસૂલાત કાઢવામાં આવી હતી. જે માટે અમિત ભટનાગરની ધરપકડ થતાં શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. દરમ્યાન ધરપકડ બાદ જામીનમુક્ત થવા માટે અમિત ભટનાગર દ્વારા કોર્ટ સમક્ષ કરાયેલા નિવેદનમાં એક્સાઇઝ વિભાગની ડિમાન્ડ મુજબ બાકી રકમ ચૂકવવા તે તૈયાર છે અને તે રકમનો ચેક એક્સાઇઝ વિભાગના અધિકારીને સુપરત કર્યો છે. આ બાદ હવે સરકારનું કોઈ લેણું તેમના પર બાકી ન હોઈ જામીનમુક્ત કરવા માગ કરી હતી. જે સ્વીકારી કોર્ટે અમિત ભટનાગરને જામીનમુક્ત કર્યા હતા. પરંતુ કોર્ટમાં કરેલા નિવેદન મુજબ અમિત ભટનાગરે કોઈ ચેક સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગને આપ્યો નહોતો. જેના પગલે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના ઇન્ટેલિજન્સ વિભાગે અમિત ભટનાગરને નોટિસ ફટકારી કોર્ટમાં આપેલી બાંયધરી મુજબ તાકીદે બાકી રકમ ચૂકવવા જણાવ્યું છે. આ નોટિસમાં અમિત ભટનાગરે જામીન મેળવવા કોર્ટેને ગેરમાર્ગે દોરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સેવાસદનના રેવન્યુ િવભાગ દ્વારા કાર્યવાહી

~18.56 લાખ વેરો ન ભરાતાં BSNLની 2 ઓફિસને સીલ એક જ દિવસમાં વેરા સહિત કુલ ~79 લાખની વસૂલાત ઇન્ફ્રા રિર્પોટર . વડોદરા

વડોદરા | મુસાફરોને આપવમાં આવતી સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે વેસ્ટર્ન રેલવે દ્વારા આગામી તા. 20 માર્ચના રોજથી અમદાવાદથી મુંબઈ તરફ જતી શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ફર્સ્ટ એસી ચેર કાર જોડવામાં આવશે. ઉનાળુ ઋતુને લઈ મુસાફરોની સુવિધા અર્થે વધુ એક એસી કોચ જોડવાનો નિર્ણય વેસ્ટર્ન રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.

રીડર્સ સ્પેસ

લાલચ ભારે પડી

વડોદરા | મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી વીજરેષાની મરામતની કામગીરીના પગલે બુધવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચાર ફીડર વિસ્તારમાં વીજકાપ રહેશે. જેમાં, પાણીગેટના કલાદર્શન ફીડર, સરદાર એસ્ટેટના એપીએમસી ફીડર, એરોડ્રામ ફીડર, ઇન્દ્પુરીના ઉમા ફીડરના વિસ્તારમાં 4 કલાક વીજકાપ રહેશે.

રેલવે - 5 એપ્રિલથી પ્રારંભ

બાન્દ્રા-ગોરખપુરની વીકલી ટ્રેન

વડોદરા | બાન્દ્રા ટર્મિનસ-ગોરખપુર વચ્ચે વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનને 5 એપ્રિલથી લીલી ઝંડી અપાશે, જે 28 જૂન સુધી ચાલુ રાખશે. ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી વેસ્ટર્ન રેલવે દ્વારા આ ટ્રેન શરૂ કરાશે જે બાન્દ્રા ટર્મિનસથી દર રવિવારે સવારે 5.10 કલાકે ઉપડશે જે બીજા દિવસે બપોરે 2.40 કલાકે ગોરખપુર પહોંચશે.

શતાબ્દી એક્સપ્રેસમાં એસી કોચ

સાજીદ શેખે વિશ્વામિત્રીમાં રાત્રે ફરી રહેલા મગરનો ભીમનાથ બ્રિજ પરથી ફોટો પાડીને ફેસબુક પર અપલોડ કરતાં વાયરલ થયો હતો.

2

નવો વળાંક | ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચરના MDએ જામીન મેળવવા કોર્ટ સમક્ષ ખોટી રજૂઆત કરી?

બીએસએનએલના ~18.56 લાખના મિલકતવેરાની વસૂલાત બાકી હોવાથી સેવાસદને બીએસએનએલની મકરપુરા જીઆઇડીસી અને પાણીગેટ સ્થિત કચેરીને સીલ મારી દીધુ હતુ. ટેલિકોમ્પ્યુનિકેશનની કંપનીઓ પાસેથી મિલકતવેરાની વસૂલાત માટે સેવાસદન લાંબાસમયથી કવાયત કરી રહ્યુ હતુ. સેવાસદને મોબાઇલ નેટવર્ક તેમજ ઇન્ટરનેટની સુવિધા આપતી ટેલિ કંપનીઓને તબક્કવાર રીતે નોટિસો આપી હતી. પરંતુ, મામલો કોર્ટમાં હોવાથી તેની વસૂલાત પણ તંત્ર કરી શકતુ ન હતુ. આ દરમિયાનમાં, મ્યુ.કમિશ્નર એચ એસ પટેલનીસૂચનાથી સેવાસદનની જુદી જુદી વોર્ડ કચેરીના રેવન્યુ ઓફિસર્સની ટીમોએ મંગળવારે સવારથી જ સપાટો બોલાવાની શરૂઆતકરી હતી. ભારત સંચાર નિગમની મકરપુરા જીઆઇડીસી તેમજ પાણીગેટ વિસ્તારમાં આવેલી ઓફિસને સેવાસદનની વોર્ડનં.12 અને 9ની કચેરીના સ્ટાફે સીલ કરી દીધુ હતુ. બીએસએનએલનો ~18.56 લાખનો વેરો ભરપાઇ ન થતાં બંને કચેરીના સીલ ખોલવામાં આવ્યા ન હતા. જેથી, બીએસએનએલના અધિકારીઓનો કાફલો સેવાસદન

આજે સવારે 9થી 1 પાવરકટ રહેશે

બુધવાર, 11 માર્ચ, 2015

, વડોદરા

કોર્ટમાં મામલો ગયો હતો ઓપ્ટીકલ ફાયબર કેબલ પર વેરો વસૂલ કરવાની સેવાસદને કવાયત કરતા જે તે સમયે તમામ કંપનીઓએ તેની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ, હાઇકોર્ટે સેવાસદનની વેરાની વસૂલાતને માન્ય રાખતા સેવાસદન એકશનમાં આવી ગયુ હતુ. અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કની જાળ બિછાવનાર કંપનીઓએ વેરાની રિકવરી ના થાય તે માટે મનાઇહુકમની માગણી સાથે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ, સુપ્રિમ કોર્ટે સ્ટે ન આપતા સેવાસદને આવી કંપનીઓની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરી હતી.

દોડી ગયો હતો અને મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી. પરંતુ, વેરાની વસૂલાત માટે સેવાસદનનુ તંત્ર મકકમ હોવાથી સીલ યથાવત્ રહ્યું હતું.બીએસએનએલની ~18.56 લાખની રકમ મિલકતવેરા પેટે બાકી હતા. ભારતી એરટેલ, યુ બ્રોડ બેન્ડ, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડિયા મિડીયા, ટાટા કોમ્યુનિકેશન અને આઇકારા બ્રોડબેન્ડના કુલ ~27.47 લાખના વેરા બાકી હોવાથી ઓફિસો સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી. બીએસએનએલ સિવાયની સસ્થાઓએ બાકી વેરો ભરી દેતાં તેમની સીલ ઓફિસ ખોલી નાખવામાં આવી હતી.

મહાશય, સીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ખુલ્લી કોર્ટમાં ક્રિમિનલ પ્રોસિડિંગ કોડના નિયમ 437 અને તા. 2.3.2015ના હુકમ અંતર્ગત તમારા દ્વારા કરવામાં આવેલ જામીન અરજીની નકલ આ } બાકી રકમનો ચેક તાકીદે ચૂકવવાનું કોર્ટ સમક્ષ નિવેદન કર્યું હતું કચેરીને આજરોજ તા. 3.3.2015ના રોજ મળેલી છે. જે જામીન અરજીના પેરા નં. 3માં આપના દ્વારા રજૂ કરવામાં } ડિપાર્ટમેન્ટને કોઈ ચેક ન મળતાં અમિત ભટનાગરને નોટિસ ફટકારી આવ્યા મુજબ ‘‘અમો અરજદાર સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ભરવા માટે તૈયાર છીએ અને અમો અરજદાર આજરોજ તે }જામીન મેળવવા માટે અમિત }આ િકસ્સામાં શું કહે છે રકમનો ચેક સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારીને સુપરત કરીએ છીએ.’’ ભટનાગરે કોર્ટમાંω શું રજૂઆત કરી? એક્સાઇઝ વિભાગ? જે જામીનઅરજીના પેરા નં. તમોએ (અમિત ભટનાગરે) પેરા નં. 3 : અમો અરજદાર સામે કરવામાં આવેલ 4માં તમોએ આ ચેક સ્વીકારવા માટે કોર્ટમાં આપેલી બાંયધરી મુજબ આક્ષેપો મુજબ હાલમાં સેન્ટ્રલ અેક્સાઇઝ તરફથી જે પણ કોર્ટ સમક્ષ બાંયધરી આપી છે. સેન્ટ્રલ એક્સાઇઝના કોઈ કાંઈ રકમ બાકી બતાવવામાં આવેલ છે તે રકમ અમો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ અધિકારીને કોઈ ચેક કે ભરવા રાજીખુશી છીએ તેમજ તે રકમનો ચેક આજરોજ દ્વારા તા. 2.3.2015ના રોજ ખુલ્લી ઇન્ટિમેશન આપી નથી. જે કોર્ટને અમો અરજદાર સેન્ટ્રલ અેક્સાઇઝના અધિકારીને કોર્ટમાં તમારી જામીન અરજી પર ગેરમાર્ગે દોરવા સમાન છે. જેથી સુપરત કરીએ છીએ. કરવામાં આવેલ વર્ણનના પેરા તમને (અમિત ભટનાગરને) પેરા નં. 4 : અમો અરજદાર સદર ચેક સ્વીકારશે તેની નં. 1 અને પેરા નં. 3 તરફ તમારું આથી કોર્ટમાં આપેલી બાંયધરી પાકી બાંયધરી નામદાર કોર્ટમાં આપીએ છીએ તેમજ ધ્યાન દોરવું જરૂરી છે. પેરા નં. 1માં મુજબનું ચૂકવણું કરી કોર્ટમાં હવે સરકારશ્રીનાં કંઈ પણ નાણાં વસૂલવાના અમારી જણાવ્યા મુજબ આરોપી સેન્ટ્રલ આપેલ બાંયધરીનું માન રાખવા પાસેથી બાકી ન હોય તે સંજોગો જોતાં પણ અમોને એક્સાઇઝની જે કોઈ પણ રકમ ાગ િવભ સેન્ટ્રલ એક્સાઇઝ ટસ જણાવવામાં આવે છે. જામીન ઉપર મુક્ત કરવા વિનંતી છે. બાકી નિકળશે તે ચૂકવવા તૈયાર દ્વારા અપાયેલી નોિ છે. પેરા નં. 3માં જણાવ્યા મુજબ આરોપી }શું કહે છે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર િલ.ના એમ.ડી? બાકી ડ્યૂટી ભરવા માટે સમંત છે, જેથી જામીન આપવામાં આવે છે. ઉપરોક્ત નિર્દેશ જોતાં, આથી રેકોર્ડ પર લેવામાં આવે છે કે બાકી ડ્યૂટી માટે કોર્ટ સમક્ષ આપવામાં આવેલી બાંયધરી મુજબ આ વિભાગને હજી સુધી કોઈ ચેક કે ઇન્ટિમેશન મળેલ નથી. જે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ તરફથી હજી સુધી કોઈ નોટિસ મળી નથી. કોર્ટને ગેરમાર્ગે દોરવા સમાન છે. જેથી તમને જણાવવામાં આવે એક્સાઇઝ ભરવા માટે સંમતિ આપી છે પરંતુ તેના માટે કોઈ ચેક આપવાની વાત છે કે કોર્ટ સમક્ષ આપવામાં આવેલ બાંયધરી મુજબ પૂર્તતા કરી જ નથી. હાલ મારી જે રકમ અેક્સાઇઝ વિભાગમાં ક્રેડિટ છે તેમાંથી બાકી નીકળતી કોર્ટ તથા માનનીય કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમનું સમ્માન રકમ ડેબિટ કરવાની છે. જેના માટે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ તે માટે અમને કરવામાં આવે. કોઈ નોટિસ મળી નથી. > અમિત ભટનાગર, એમ.ડી., ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.

શું છે જામીનમુક્ત થવાનો વિરોધાભાસ

ચેક આપવાની વાત જ નથી

^

આજે વકીલો કોર્ટ સિટી બસનું પિકઅપ સ્ટેન્ડ તૂટીને રોડ પર આવી ગયું છતાં તંત્ર િનષ્ક્રિય કાર્યવાહીથી દૂર રહેશે વડોદરા.મહિલા વકીલનું અવસાન થતાં વકીલ મંડળે સદગતના માનમાં બુધવારે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો શોકગ્રસ્ત ઠરાવ પ્રમુખ નલિન પટેલના અધ્યક્ષસ્થાને કરાયો હતો. વકીલ મંડળની તાકીદની બેઠક મંગળવારે મળી હતી. સદ્ગત સુહાગિની રાજેન્દ્રભાઇ શાહના માનમાં બુધવારે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. સદ્ગત મહિલા વકીલ ફેમિલિ કોર્ટમાં વકીલાત કરતાં હતાં. સાથે જ સદ્ગત વકીલ દીપક શાહના માનમાં પણ બુધવારે કોર્ટ રૂમમાં વકીલ મંડળ દ્વારા શોકસભા યોજાશે.

શહેરની સયાજી હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે આવેલું સિટી બસનું પિક-અપ સ્ટેન્ડ તૂટીને રોડ વચ્ચે આવી ગયું છે. જેના કારણે આ સાઇડથી આવતાં વાહનચાલકોને આગળના ટ્રાિફકનો અંદાજ આવતો ન હોવાથી અકસ્માતની શકયતા વધી ગઇ છે. જોકે બસ સ્ટેન્ડ તૂટીને રોડ પર આડું પડી ગયું હોવા છતાં સેવાસદન દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

ન્યૂઝ ઇન બોક્સ 23 Kmની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનથી બેવડી ઋતુનો અનુભવ શ્રેયસ વિદ્યાલયથી કુબેરેશ્વર 0 સુધીના માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકાશે

ગરમીનો પારો 34.8 : શુક્ર-શનિ હળવાે વરસાદ થવાની આગાહી { શહેરનું લઘુતમ 0

તાપમાન 19.4 નોંધાયું વેધર રિપોર્ટર . વડોદરા

સોમવારે વડોદરા શહેરમાં પ્રતિકલાકના 23 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનની અસર વાતાવરણ પર વર્તાઇ છે. ઠંડા પવનના આક્રમણને કારણે મંગળવારે લઘુતમ તાપમાન 19.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ મહત્તમ તાપમાન સોમવારની સરખામણીમાં 1.4 ડિગ્રી વધીને

3 િદવસનું 110 માર્ચ 0 120 માર્ચ 0 130 માર્ચ 0 33 લઘુ19તમ મહત્તમ 34 લઘુ19તમ મહત્તમ 35 તાપમાન લઘુ20તમ મહત્તમ

34.8 ડિગ્રીએ પહોંચતાં ગરમી આકરી બની હતી. હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારે શહેરમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે. રવિવારે વડોદરામાં લઘુતમ તાપમાન 20.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી રહ્યા બાદ સોમવારે તેજ ગતિએ ફૂંકાયેલા

પવનને કારણે લઘુતમ તાપમાન ગગડીને 19.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. ગરમીનું પ્રમાણ વધી જતાં મંગળવારની બપોર ગરમીને કારણે અસહ્ય બની હતી.મંગળવારે સવારે ઠં​ંડા પવનનું આક્રમણ રહેતાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીનો કર્મચારી જનક પટેલ ~22,000ની લાંચ લેતાં ACBના છટકામાં ઝડપાયો

‘~90,000 પેનલ્ટી ન ભરવી હોય તો ~30,000 લાંચ આપો’ ક્રાઇમ રિપોર્ટર . વડોદરા

નર્મદા ભુવનમાં છઠ્ઠે માળે સ્ટેમ્પ ડ્યૂટી અને મૂલ્યાંકન કચેરીના પ્લાનિંગ આસિસ્ટન્ટ જનક પટેલે જંત્રીની ગણતરીમાં ~90,000ની પેનલ્ટી કરવાની ચીમકી આપીને કાયાવરોહણના ખેડૂત પાસેથી ~22,000ની લાંચ લેતાં એસીબીના છટકાંમાં રંગેહાથે ઝડપાઇ ગયો હતો. કાયાવરોહણના ખેડુતે જ જીયા તલાવડીમાં સાડા ચાર વીઘા ખેતીલાયક જમીન ખરીદ્યા બાદ તેનું મૂલ્યાંકન કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે તેઓ વડોદરાની કચેરીમાં આવ્યા ત્યારે જનક પટેલે લાંચની માગ કરી હતી જેથી ખેડૂતના પુત્રે વડોદરા એસીબીને ફરિયાદ કરતાં એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. એસીબીએ જનક પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વડોદરા એસીબીના પી.આઇ કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ કેસના ફરિયાદી વિપુલ અંબાલાલ પટેલ (રહે, જૈન દેરાસર સામે, કાયાવરોહણ, ડભોઇ)ના પિતા અંબાલાલ વિઠ્ઠલભાઇ પટેલે ડભોઇના જીયા તલાવડી ગામમાં અનસૂયાબેન નાગજીભાઇ પટેલની સાડા ચાર વીઘા ખેતીલાયક જમીનનો 4,97,751નો વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ જમીનની જંત્રી ભરવા માટે ખેડૂત ડભોઇની સબ રજિસ્ટ્રાર ઓફિસ ખાતે ગયા હતા પણ ત્યાં ટેક્નિકલ કારણોસર ઓનલાઇન જંત્રી વેરિફાઇ ન થતી હોવાથી ડભોઇ સબ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા વડોદરા શહેરના નર્મદા ભુવનમાં છઠ્ઠા માળે આવેલ નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટી અને મૂલ્યાંકન કચેરીમાં મોકલવામાં

આવ્યા હતા. ફરિયાદી વિપુલ પટેલ અને તેમના પિતા વડોદરા કચેરીમાં આવીને કચેરીના પ્લાનિગ આસિસ્ટન્ટ જનક મોહનભાઇ પટેલ (રહે.ભાગ્યોદય સોસાયટી, રિફાઇનરી રોડ, ગોરવા) ને મળ્યા હતા. જનક પટેલે જમીન વેરિફિકેશન અને ગણતરી કર્યા બાદ તેમને જણાવ્યું હતું કે તમને ~90,000ની પેનલ્ટી થશે અને જો પેનલ્ટી ન ભરવી હોય તો ~30,000ની લાંચ માગી હતી. આખરે ~22,000માં સેટલમેંટ થયું હતું. વિપુલ પટેલે એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ મંગળવારે બપોરે જનક પટેલની ઓફિસમાં જ છટકું ગોઠવ્યું હતું અને જનક પટેલ વિપુલ પટેલ પાસેથી ~22,000ની લાંચ લેતાં ઝડપાઇ ગયો હતો. એસીબીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુપ્તતા વચ્ચે ઓપરેશન પાર પડાયું

નર્મદા ભુવનમાં છઠ્ઠા અન આઠમા માળે સ્ટેમ્પ ડ્યૂટી ઓફિસ આવેલી છે જ્યારે વચ્ચે સાતમા માળે એસીબીની ઓફિસ છે. મંગળવારે છઠ્ઠા માળની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવાયું હતું જે એસીબી માટે પડકારભર્યું હતું. સહેજ ભૂલ થાય તોપણ છટકાની ગંધ આવી જાય તેમ હતી. જેથી ગુપ્તતા વચ્ચે આખું ઓપરેશન પાર પડાયુ હતું.

જનકની 5 વર્ષથી એક સ્થળે નોકરી

લાંચ લેતાં ઝડપાયેલો જનક પટેલ મૂળ નગર આયોજન અને શહેરી વિકાસ વિભાગનો કર્મચારી છે અને 22 વર્ષથી નોકરીમાં છે. 5 વર્ષથી તે સ્ટેમ્પ ડ્યૂટી અને મૂલ્યાંકન કચેરીમાં મલાઇવાળી કચેરીમાં ડેપ્યુટેશન પર હોવાનું એસીબીએ જણાવ્યું હતું. એસીબીએ તેની પાસેથી ~93,000 વધારાના કબજે કર્યા હતા. તેની મિલકતો અને બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઇ છે.

વડોદરા | માંજલપુરમાં શ્રેયસ વિદ્યાલયથી કુબે​ેરેશ્વર સુધી માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા ટ્રાફિક શાખાએ મંજૂર કર્યું છે. વિસ્તારના પૂર્વ કાઉન્સિલર શંકરલાલ ત્રિવેદીએ આ અંગે રજૂઆત કરી હતી. આ માર્ગ પર દીપ ચેમ્બરથી જીઆઇડીસી જ્યુપિટર કંપનીના રસ્તા ઉપર, સહયોગ ગરબા ગ્રાઉન્ડ, શાંતિકુંજ ઉદ્યાન પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે.

હરણી એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડનું નામ આપવા માગ

વડોદરા | મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની 153મી જન્મજયંતીની 11મી માર્ચથી ઉજવણી શહેરમાં શરૂ થનાર છે. ઉજવણીનાં ભાગરૂપે વડોદરાનાં હરણી એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામકરણ આપવા ગુજરાત જન કલ્યાણ સમિતિએ ઉડ્ડીયન મંત્રી ગજપતી રાજુ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિતનાંને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ફેકલ્ટી ઓફ લોની છાત્રાઓને કરાટે અને માર્શલ આર્ટની તાલીમ

વડોદરા | સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મ.સ.યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ લોની વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ સ્વરક્ષણ મેળવી શકે તે હેતુથી કરાટે અને માર્શલ આર્ટની તાલીમ અપાઇ હતી. ઓજસ ફાઉન્ડેશનના સહયોગથી ઇન્ટરનેશનલ સોટોકન કરાટે ડુ એકેડમી ઓફ ઇન્ડિયાના ચીફ સિહાન વિજય સોલંકીએ 50થી વધુ વિદ્યાર્થિનીઓને ટ્રેનિંગ આપી હતી.

દાંડીયાત્રા નિમિત્તે નશાબંધી અને શાકાહારી અભિયાન હાથ ધરાશે

વડોદરા | 12 માર્ચ દાંડીયાત્રા નિમિત્તે વર્લ્ડ પીસ મિશન દ્વારા નશાબંધી અને શાકાહારી અભિયાનના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ચિત્ર અને નિબંધ સ્પર્ધા બપોરે 1 કલાકે કવિ દયારામ પ્રા. શાળા મુજમહુડા ખાતે યોજાશે. ચિત્રનો વિષય તમામ વ્યસનોથી મુક્તિનો જ્યારે નિબંધના વિષય શાકાહારી ભોજન તેમજ ગૌ સેવા અભિયાનનો રહેશે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.