વડોદરા, શુક્રવાર, 30 જાન્યુઆરી, 2015 વધુ
તાપમાન ઓછુ 0 0
28.0 14.0
પુર્વાનુમાન | આજે આકાશ ચોખ્ખુ રહેવાને કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે. સૂર્યોદય કાલે સૂર્યાસ્ત આજ
પ્રાત : 07.21 સાંજે: 06.24
સર્રાફા બજાર
સોનું ~25,480 100
22 કેરેટ પિછલા 25,380.00
ચાંદી ~39,800 200
22 કેરેટ પિછલા 40,000.00
પોઝીટીવ ન્યૂઝ ભરૂચની દિપજ્યોત કોલેજમાં સપ્તધરા કાર્યક્રમ યોજાયો ભરૂચ | ભરૂચvની દિપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ ખાતે સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ અને દ્વિતિય વર્ષના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનધારા તેમજ કલાધારામાં ક્વિઝ તેમજ રંગોળી અને મહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ન્યૂઝ ફટાફટ પાલેજમાં 1 ફેબ્રુ.ના રોજ નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાશે પાલેજ | વલણ હોસ્પિટલ ખાતે તારીખ 1 ફેબ્રુઆરી રવિવારના રોજ નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુ.કે.ના સૌજન્યથી નિઃશુલ્ક નેત્ર રોગ નિદાન કેમ્પ તથા ફેકો પદ્વતિથી મોતીયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો છે. જેમાં ડૉ. હર્ષદ આગજા દ્વારા મોતીયાના ઓપરેશન કરવામાં આવશે
ભરૂચમાં અંડર-14-17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે ભરૂચ | સ્ટુડન્ટ ઓલમ્પિક એસોસિએશન દ્વારા અન્ડર 14, અન્ડર 17 તેમજ અન્ડર 19ની ક્રિકેટ ટીમનું સિલેકશન 31મી જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગલેવા ઇચ્છુક ટીમોને બે દિવસમાં ટીમોની નોંધણી કરી જવા જણાવાયું છે.
જૈન મંિદરે શોભાયાત્રા
ભરૂચ } અંકલેશ્વર } વાિલયા
ભરૂચ જિલ્લામાં 3.55 લાખ વિદ્યાર્થીસ્પર્ધાનો ઓહેતઆજે એક સાથે ચિત્રો દોરશે ુ શું છે સ્વચ્છતા જાળવવા માટેની જાગૃતિ આવશે ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ જિલ્લાની શાળા કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓના 3.55 લાખ છાત્રો ભરૂચ મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શુક્રવારે એક સાથે સ્વચ્છતા - સફાઇ અંગે ચિત્રો દોરી લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવી વિશ્વવિક્રમ રચશે.
મહાત્મા ગાંધી નિર્વાણ દિને રાજ્યભરની શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવા સાથે લીમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓને પણ આવરી લેવામાં આવ્યાં છે. આવતી કાલે ભરૂચ જિલ્લાની તમામ પ્રાથમિક,
માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કેન્દ્રીય વિદ્યાલયો, સીબીએસસી, આઇસીએસઇ, એકલવ્ય મોડેલ શાળાઓ, નવોદય વિદ્યાલયો, ઉચ્ચ શિક્ષણ તમામ કોલેજ, ટેક્નીકલ શિક્ષણની તમામ શિક્ષણની કોલેજો, તમામ પોલિટેક્નિક કોલેજ તેમજ આઇટીઆઇના 3.55 લાખથી વધુ છાત્રો ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધામાં મહાત્મા ગાંધીના સફાઇ અને સ્વચ્છતા અંગેના વિચારોને સ્વરૂપ આપવામાં આવશે.
ભરૂચ | ભરૂચની નારાયણ વિદ્યાલયમાં 125માં પુસ્તક સંવાદનું આયોજન 2 ફેબ્રુ.ના રોજ સાંજના 6.30 કલાકે કરાયું છે. જેમાં ભાવનગર યુનિ.ના પુર્વ કુલપતિ વિનોદ જોષી રમેશ પારેખ લિખિત કવિતા ગ્રંથનો રસાસ્વાદ કરાવશે.
મોટરસાઇકલની ટક્કરે રાહદારી મહિલાને ગંભીર ઇજા
ભરૂચ | ભરૂચની અયોધ્યા નગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતી લીલા દેવીપુજક સાંજના મોઢેશ્વરી હોલ પાસેથી પસાર થઇ રહી હતી. તે વેળાં એક બાઇક ચાલકે તેને ટક્કર મારતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પંચ તંત્ર
તેઓ પોતાના વચનો પૂરા કરવાનું કહે જ છે સાથે-સાથે વિરોધ પક્ષના પણ વચનો પૂરા કરવાનું રહે છે!
{ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓમાં સફાઇ અંગે જાગૃતતા આવે { વિદ્યાર્થીઓ જીવનમાં ઘર અને જાહેર સ્થળોની સફાઇનું મુલ્ય સમજે { વિદ્યાર્થીઓમાં આ ર્સ્પધા થકી પોતાનું કાર્ય જાતે કરવાની ટેવ પડે { આસપાસના લોકોને સફાઇ અંગે જાગૃત કરવા સક્ષમ બને
સ્પર્ધાની થીમ શું હશે
મહાત્મા ગાંધીજીના સફાઇ અને સ્વચ્છતા અંગેના વિચારોને ચિત્રોના માધ્યમથી દરેક નાગરિક સુધી પહોંચાડાશે. જેમાં શાળા સફાઇ, મેદાન સફાઇ, સેનિટેશન અને વ્યક્તિગત સફાઇને ધ્યાનમાં લઇને ચિત્ર દોરવાના રહેશે. શક્ય હોય તો તેને અનુરૂપ સુવાક્ય પણ લખવાના રહેશે.
તાલુકા પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા
તાલુકો { ભરૂચ { અંકલેશ્વર { હાંસોટ { ઝઘડિયા
વિદ્યાર્થીની સંખ્યા 1,02,007 79,082 10,412 27,017
{ વાલિયા { વાગરા { આમોદ { જંબુસર { નેત્રંગ
પાંચ તબક્કામાં ર્સ્પધા યોજાશે
કક્ષા તારીખ { શાળા કક્ષાએ 30/1/2015 { કલસ્ટર કક્ષાએ 03/02/2015
22,975 16,591 15,658 35,871 15,616
{ તાલુકા કક્ષાએ 06/02/2015 { જિલ્લા કક્ષાએ 10/02/2015 { રાજ્ય કક્ષાએ 13/02/2015
ભરૂચ જિલ્લા પોલીસ વડાએ આલિયાબેટની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખી સરકારમાં દરખાસ્ત મોકલાવી છે
માનવ રહિત દરિયાકાંઠાની હિલચાલ સામે વિરોધ કચ્છી જાટ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે ભાસ્કર ન્યૂઝ. અંકલેશ્વર
ભરૂચના હાંસોટ તાલુકાને અડીને આવેલા મૂળ વાગરાના આલીયાબેટ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અતિ જોખમી હોવાના ગુપ્ત અહેવાલ સાથે ભરૂચના એસ.પી. બીપીન અંકલેશ્વર આહિરેએ રાજ્ય સરકાર ને આલીયાબેટને પ્રતિબંધિત જાહેર કરવાની દરખાસ્ત મોકલી છે.પોલીસ તંત્રની દરખાસ્તને પગલે રોજીરોટી છીનવાઇ જવાની ભીતિ સાથે રહિશોએ વિરોધ દર્શાવી પાડાના વાંકે પખાલીને ડામ અપાઇ રહ્યો હોવાનો રોષ વ્યકત કર્યો છે. સરકારી જમીન પર ગેરકાયદે રીતે અડીંગો જમાવી અસામાજિક તત્વો દ્વારા જિંગા તળાવો ઉભા કરી કરોડો રૂપિયાનો ગોરખધંધો કરી
રહ્યા છે. હાંસોટમાં થયેલાં કોમી રમખાણો માટે ગેરકાયદે જિંગા તળાવોને જવાબદાર ગણવામાં આવે છે. સવેદનશીલ ગણાતાં આલિયાબેટને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા એસ.પી બિપીન આહિરે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલતા રહીશોમાં કચવાટની લાગણી ઉભી થઈ છે. આલીયાબેટ ખાતે રહેતાં કચ્છી ફકીણાની જાટના કબીલાવાસીઓ વિરોધ ઉઠાવી રહ્યા છે. તેઓના જણાાવ્યા મુજબ પરિવારો આઝાદી પૂર્વેથી અલગ અલગ કબીલામાં વસવાટ કરે છે. અત્યાર સુધી કબીલાવાસીઓ સામે એક પણ ગુનો કે ગુનાખોરીમાં સંડોવણી છતી થઈ નથી. આલિયાબેટમાં ઉભા થયેલા તળાવ બાબતે કલાદરા ગ્રુપ પંચાયતના સભ્યો સાથે સૌથી પહેલી ફરિયાદ કરી હતી. જેને લઈ જે તે વખતે કલેકટરે તપાસ કરી હતી.
પહેલી ફરિયાદ અમારી હતી
^
આલિયાબેટમાં ગેરકાયદે તળાવો ઉભા થયા હોવાની ફરિયાદ કલાદરા ગામના સરપંચ રમેશયાદવ સાથે અમે તંત્ર અને મરીન પોલીસમાં કરી હતી. સરપંચ પર હુમલો પણ જે તે વખતે થયો હતો આલિયાબેટને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા સામે અમારો સખત વિરોધ છે. >મોહંમદ હસન હબી , કબીલા મુખી અને આગેવાન
^
ડાકણની શંકાએ હુમલો
દાહોદ. ધારાડુંગરના પીથા ડામોર અને પત્ની કાન્તા બપોરે ઘરે હતાં. દાહોદ જવસિંગ, મુકેશ રોઝ ઘરે ગયા હતાં. કાન્તાને તું ડાકણ છે, મારા ઢોરો, માણસોને બીમાર પાડે છે કહેતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી.
ફાયર સ્ટેશન ખાતે રિહર્સલ કરાયું
ભરૂચ શહેરમાં અગાઉ આર.એસ.દલાલ સ્કૂલની સામે આવેલાં વિકટોરીયા ટાવર ખાતે સાયરન વગાડવામાં આવતું હતું .પરંતુ ભૂકંપમાં વિકટોરીયા ટાવર જમીનદોસ્ત થઇ ગયો છે. હવે શહેરના રેલવેસ્ટેશન ખાતે આવેલાં ફાયર સ્ટેશન ખાતેથી સાયરન વગાડવામાં આવે છે. મહાત્મા ગાંધી નિર્વાણ દિન અગાઉ ફાયર સ્ટેશન ખાતે સાયરન વગાડી રિહર્સલ કરવામાં આવ્યું હતું.
સવારે 11.00 વાગ્યે જે સ્થળોએ સાયરનની વ્યવસ્થા હશે તે સ્થળોએ સાયરન વગાડી લોકોને મૌન પાળવા અંગેની જાણકારી અપાશે. સવારે 11 કલાકે બધા જ સ્થળોએ કામ કરનારા લોકો તથા વાહનચાલકોએ બે મિનિટનું મૌન પાળવા અનુરોધ
આલિયાબેટ માનવ રહિત દરિયાકાંઠો બનાવવા સામે વિરોધ ઉઠ્યો છે.
વર્ષોની લડત બાદ અમે વન વિભાગ સામે હાઈકોર્ટમાં કેસ જીતી જતા અમારું રહેણાંક બચાવી શકયાં છે. સરકાર જ્યાં સુધી ઈચ્છે ત્યા સુધી અમને વન વિભાગ ખસેડી શકે એમ નથી.એક પણ ગુનામાં અમારા કબીલાવાસીની સંડોવણી નથી ,પછી અમારી સાથે આવો અન્યાય કેમ?>મોહંમદ હસન ,સ્થાનિક કબીલા આગેવાન
આજે સવારે 11 કલાકે બે મિનિટનું મૌન પાળવા લોકોને તંત્રની અપીલ દેશના સ્વાતંત્રય સંગ્રામમાં પ્રાણોની આહુતિ આપી દેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ અન્ય શહીદોની સ્મૃતિમાં આજે શુક્રવારે સવારે ભરૂચમાં સવારે 11 કલાકે ભરૂચ બે મિનિટનું મૌન પાળવા તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને તેમને સ્વતંત્રતાની લડાઇમાં મા ભોમ કાજે શહીદ થનારા સ્વાતંત્રય સેનાનીઓની સ્મૃતિમાં આજે શુક્રવારે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ દિવસે
તંત્રના િનર્ણયથી સ્થાનિકોમાં કચવાટ
અમારી સાથે અન્યાય કેમ ?
મહાત્મા ગાંધીજી તથા અન્ય શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાશે
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
નારાયણ વિદ્યાલયમાં 2 ફેબ્રુ.એ 125મો પુસ્તક સંવાદ યોજાશે
મહાસુદ -11, િવક્રમ સંવત 2071
મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધાનું કરવામાં આવેલું આયોજન
નાગરિકો-વાહનચાલકોને મૌનના સમયની જાણકારી આપવા માટે સાયરન વગાડાશે
દાહોદ | દાહોદ શહેરના ઇન્દૌર રોડ ઉપર આવેલા સીમંધર સ્વામી મંદીરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી./તસવીર સંતોષ જૈન
ઝઘડિયા } હાંસોટ } અામોદ
કરાયો છે.સવારે 11 કલાકે ઉપડતી ટ્રેનો તેમના મથકે બે મિનિટ થોભાવાશે. બે મિનિટ બાદ ફરીથી સાયરન વાગશે અને તમામ લોકો રાબેતા મુજબ તેમનું કામકાજ શરૂ કરી શકશે. શહીદ દિનને ગૌરવપૂર્ણ બનાવવા તંત્રએ અપીલ કરી છે.
વ્યવસાયો છીનવાશે
^
આલિયાબેટ ખાતે અમે આઝાદી પૂર્વેથી રહીએ છીએ. અહી અમે વર્ષોથી પશુપાલન કરી દૂધ વેચી અમારું ગુજરાન ચલાવીએ છીએ.ચોમાસામાં માછીમારી કરી રોજગારી મેળવીએ છે. જો આલીયાબેટ પ્રતિબંધિત વિસ્તાર જાહેર થશે તો અમારી રોજીરોટી અને ઘરબાર પણ છીનવાઇ જવા પામશે. >મહંમદ હુસેન મુસા, કબીલા અગ્રણી
યોગ્ય તપાસ બાદ નિર્ણય લેવાશે પ્રવાસન સ્થળની યોજના હતી
^
આલિયાબેટ દહેજ અને હજીરા બંદરો વચ્ચે આવેલી વ્યુહાત્મક જગ્યા છે. આ સ્થળે ગેરકાયદે પ્રવૃતિથી સલામતી સામે સંભવિત ખતરાને જોતાં માનવ રહિત વિસ્તાર બનાવવાની દરખાસ્ત કરી છે. સ્થાનિકોનું વેરીફીકેશન કરાશે. સરકારના નિયમાનુસર વસવાટમાટેેનો નિર્ણય લેવાશે. >િબપિન આહિરે, એસપી, ભરૂચ
ભરૂચ જિલ્લા માહિતી વિભાગ ખાતે આલીયાબેટને પ્રવાસન સ્થળ તરીકે દર્શાવામાં આવ્યું છે. અગાઉ આલીયાબેટ ખાતે એન્ટરટેન્મેન્ટ પાર્ક બનાવા માટે પ્રતિ બે વર્ષ યોજાતા ગ્લોબલ સબમિટમાં એમોયું માટે દરખાસ્ત પણ મુકવામાં આવી હતી. જાપાન અને ચીનના પ્રતિનિધિ મંડળે અહી સર્વે પણ કર્યા હતા.
ત્રીજા દિવસે વધુ સાત તળાવ તોડી પાડ્યા
આલીયાબેટ ખાતે ત્રીજા દિવસે વધુ સાત તળાવનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં 17 તળાવોનું ડીમોલેશન કરવામાં આવ્યું છે જેની કામગીરી અલગ અલગ ટીમ બનાવામાં આવી તે કરી રહી છે તેમ મામલતદાર આઈ.એસ.પંચાલએ જણાવ્યું હતું.