અમદાવાદ, મંગળવાર, 24 ફેબ્રુઆરી,2015 વધુ
તાપમાન ઓછુ 0 0
37.3 16.7
પૂર્વાનૂમાન | ભેજનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી તેમજ સૂકા પવનના કારણે ગરમી વધવાની શક્યતા સૂર્યોદય કાલે સૂર્યાસ્ત આજ
પ્રાત : 07.07 પ્રાત : 06.41
પોઝિટિવ ન્યૂઝ
સેકટર 22નાં નાગરિકનાં ચક્ષુઓનું દાન
ગાંધીનગર| ગાંધીનગર શહેરનાં સેકટર 22માં પ્લોટ નં 144-2 ખાતે રહેતા ધીરજલાલ ડાહ્યાભાઇ દોશીનું 72 વર્ષની વયે અવસાન થતા સદગતનાં પરીવારજનોની સંમતીથી જુસીકા માફરતે ચક્ષુઓનું દાન સ્વીકારીને અમદાવાદ સિવિલ ખાતે આવેલી ચક્ષુબેંકમાં મોકલી આપ્યા હતા.
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસા.ની ગવર્નિંગ બોડી બેઠક યોજાઇ
દિલ્હી | ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. તેમાં આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓના અમલીકરણ સંદર્ભે લક્ષ્યાંક અને પ્રગતિ, થયેલ કામગીરીની સમીક્ષા કરાઇ હતી. વધુમાં વધુ સંસ્થાકીય પ્રસુતિ થાય, આર સી એચની કામગીરી, રસીકરણ, ચીરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના, બાળકોને રસીઓ આપવી, નસબંધીની કામગીરી, માતા મૃત્યુ દરના કેસોમાં મહત્તમ ઘટાડો કરવો વગેરે વિશેની ચર્ચા કરાઇ હતી.
કલોલ } અડાલજ } માણસા
પેથાપુર } દહેગામ } ચિલોડા
ફાગણ સુદ-6, િવક્રમ સંવત 2071
ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યા તથા વાહન ચોરી જેવા બનાવો સામે કામ લેવા ટ્રાફિક મોનીટરીંગ સીસ્ટમ દ્વારા શહેરનાં માર્ગો પર વોચ ગોઠવાશે
ટ્રાફિક નિયમોનો ભંગ કરનારનાં ઘરે દંડની પાવતી પહોંચશે કેમેરા વાહનની નંબર પ્લેટ વાંચી ચાલકની વિગતો સર્વરથી શોધી આપશે ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં ગંભીર બની રહેલી ટ્રાફિકની સમસ્યા તથા વાહન ચોરી જેવા બનાવો સામે કામ લેવા પોલીસ દ્રારા સીટી ટ્રાફિક સર્વેલન્સ એન્ડ ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. શહેરનાં માર્ગો પર ટ્રાફિકનાં નિમયોનો ભંગ કરવાના વાહનોની નંબર પ્લેટ કેમેરા દ્વારા વાંચીને દંડની પાવતી સીધી વાહન ચાલકનાં ઘરે પહોચી જશે. આ સિસ્ટમ બુધવારથી ગાંધીનગર શહેરમાં કાર્યરત કરી દેવાશે. ગાંધીનગર શહેરનાં માર્ગો પર ટ્રાફિક પોલીસની હાજરી તેમજ ટ્રાફિક સિગ્નલો કાર્યરત હોવા છતા વાહન ચાલકો ટ્રાફિકનાં નિયમો પાળવા તૈયાર નથી. જેનાં કારણે વાહનો ચાલકોની પોતાની તથા અન્ય લોકોની જીંદગીને જોખમમાં મુકે છે. ઘણી વખત પોલીસ આવા વાહન ચાલકોને રોકાવીને દંડનીય કાર્યવાહી કરવાનો પ્રયાસ
કરે તો ફલાણા-ફલાણા મંત્રીનાં પીએનાં પટાવાળાનો પુત્ર છું જેવી ઓળખાળો કાઠીને બિચારી પોલીસને છોભીલા પાડતા હોય છે. પરંતુ હવે પોલીસની સીટી ટ્રાફિક સર્વેલન્સ એન્ડ ઇન્ટેલીજન્ટ સીસ્ટમ કોઇને બક્ષશે નહી. જે કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે. ગાંધીનગર પોલીસ દ્વારા આ સીસ્ટમ અંતર્ગત ગાંધીનગર શહેરનાં જુદા જુદા સર્કલો તથા માર્ગો પર 21 જેટલા હાઇ ડેફીનેશન 360 ડીગ્રી રોટેશનવાળા સીસીટીવી કેમેરા લગાવાયા છે. દરેક કેમેરાનું સીધુ જોડાણ ડીએસપી કચેરી ખાતે બનાવવામાં આવેલા સર્વેલન્સ રૂમ સાથે આપવામાં આવ્યુ છે. જયાં પોલીસ જવાનો દરેક કેમેરા પર ચાંપતી નજર રાખીને હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ખોટી સાઇડમાં દોડતા વાહન તથા અન્ય રીતે ટ્રાફિકનાં નિયમોનું ઉલંધ્ધન કરતા વાહન પર ક્લીક કરીને ફોટો પાડી લેશે. વાહનનાં નંબરનાં આધારે આરટીઓનાં સર્વરમાંથી સેકન્ડોનાં સમયમાં વાહન ચાલકનું નામ, સરનામાં સહિતની વિગતો સ્ક્રીન પર આવી જશે. જેનાં આધારે દંડની પાવતી પોસ્ટ દ્રારા સીધી વાહન માલીકનાં ઘરે પહોચી જશે.
ચોરીનાં વાહનો શોધવામાં સરળતા
પોલીસનાં જણાવ્યાનુંસાર સીસ્ટમ દ્વારા કેમેરામાં જ વાહનોની નંબર પ્લેટ સ્ટોર કરવામાં આવશે તે નંબરને આરટીઓ સર્વર તથા પોલીસ વિભાગનાં સર્વરમાં મુકવાની સાથે જ માર્ગ પરથી પસાર થયેલી વાહન ચોરીનું હશે તો પણ ખબર પડી જશે.
25 ફેબ્રુઆરીથી સર્વેલન્સનો પ્રારંભ
સર્વેલન્સ સીસ્ટમથી શહેરનાં માર્ગો પર નજર રાખવા સે.27માં સર્વેલન્સ સેલ ઉભો કરી 21 પોલીસ જવાનોને ગોઠવી દેવાયા છે. આવતી કાલથી ટ્રાયલ બેઝ પર સર્વેલન્સની કામગીરી શરૂ થશે. શહેરનાં વધુ 7 સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા ગૃહ વિભાગ પાસે ફાઇલ મુકવામાં આવી છે.
આગ તથા વિસ્ફોટની તાત્કાલીક માહીતી
સર્વેલન્સ સેલમાંથી ટ્રાફિક મેનેજમેન્ટ તો થશે જ પરંતુ સાથે સાથે વિડીયો મોનીટરીંગ સીસ્ટમ (વિએમએસ) શહેરમાં અન્ય બાબતો પર પણ નજર રાખશે. જો કોઇ જગ્યાએ આગની ઘટના બને કે કોઇ ધડાકાનો અવાજ થાય, ધુમાડા દેખાય તો પણ ધ્યાનમાં આવી જશે. જેનાં માટે સર્વેલન્સ સેલમાં ડે-નાઇટ ડ્યુટી પણ ગોઠવી દેવામાં આવશે.
સર્વેલન્સ સીસ્ટમથી સજજ ચોથુ શહેર
ગુજરાત રાજયનાં મુખ્ય શહેરોમાં આગામી દિવસોમાં આ પ્રકારની સર્વેલન્સ સીસ્ટમ લગાવવાનું ચાલુ રહેશે. વર્તમાન સમયમાં અમદાવાદ, સુરત તથા વડોદરા બાદ ગાંધીનગર સર્વેલન્સ સીસ્ટમથી સજજ 4થુ શહેર બન્યુ છે. ગાંધીનગર શહેરમાં હાલ 21 કેમેરાની નજર છે.
ગાંધીનગરના સેકટર 27માં ડીએસપી કચેરી ખાતે ઉભા કરવામાં આવેલા સર્વેલન્સ સેલમાંથી શહેરભરનાં માર્ગો પર પોલીસની નજર રહેશે. /જગમાલ સોલંકી