ઉત્તર ગુજરાત ફટાફટ સમાચાર
વિજયનગર વેપારી મહામંડળના પ્રમુખપદે દેવેન્દ્ર શાહની પુન: વરણી
િવજયનગર | વિજયનગરમાં અનાજ, કરિયાણા, કટલરી, ફરસાણ, ફર્નિચર, કાપડ, દવા અને ઇલેકટ્રોનીકસ વેપારીઓના મહામંડળની શનિવારે વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં સતત 21 વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાતાં દેવેન્દ્રકુમાર અમૃતલાલ શાહની પુન: વરણી કરાઇ હતી. જયારે ઉપપ્રમુખ પદે રમેશભાઇ નાથુલાલ શાહ, સહપ્રમુખ પદે અમૃતલાલ ભીમજીભાઇ પટેલ, મંત્રી પદે નલીનભાઇ દોશી, જયારે સહમંત્રી પદે આર.સી.શાહની વરણી કરાઇ હતી. 15 વેપારીઓની સભ્ય તરીકે નિયુક્ત કરાયા હતા.
હિંમતનગર લાયન્સ અને લાયોનેસ કલબની કામગીરીનું મુલ્યાંકન
હિંમતનગર | લાયન્સ અને લાયોનેસ કલબ ઓફ હિંમતનગર દ્વારા વર્ષ 2014-15ની કામગીરીનું મુલ્યાંકન કરવા તાજેતરમાં ડીસ્ટ્રીકટ ગર્વનરે હિંમતનગરની મુલાકાત લીધી હતી. જેમાં રમેશભાઇ પટેલ, શિલ્પાબેન પટેલ તથા 10 કેબિનેટ સભ્યોની ઉપસ્થિતિમાં લાયોનેસ પ્રમુખ હંસાબેન પિત્રોડા, સુધાબેન બારોટની ઉપસ્થિતિમાં કામગીરીનું મુલ્યાંકન કરાયું હતું. કલબ દ્વારા ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા કુ.કૌશલ્યાકુંવરબાનું સન્માન કરાયું હતું./ભાસ્કર
સરડોઇના રાષ્ટ્રીય કલાશિક્ષકનું ઉદયપુર (રાજ.)માં સન્માન
ખાતમુહૂર્ત કરાયાના ચાર વર્ષ છતાં સમસ્યાઓ ઠેરની ઠેર જ રહી ગઇ બેઘર અને બેરોજગાર બનેલા અનેક પરિવારોની હાલત કફોડી
નવા બાંધકામની મંજૂરી અપાતી નથી
શામળાજીમાં યાત્રાધામ વિકાસ માટે વર્ષો અગાઉ બનાવાયેલ ટાઉન પ્લાનિંગ યોજનાના અમલીકરણના નામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20મી એપ્રિલ, 2011ના રોજ સ્થાનિક લોકોના ઘરો, દુકાનો તેમજ મંદિરની ભોજનશાળા, ધર્મશાળા, શૌચાલયોને બળજબરીપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા 20 કરોડથી વધુના ખર્ચે યાત્રાધામ વિકાસનું કામ હાથ ધરાયું હતું. જેને આજે ચાર વર્ષ પૂરા થવા આવ્યા છતાં તંત્ર દ્વારા માત્ર મંદિર પરિસર ફરતે કોટ બનાવી વિકાસ બતાવાઈ રહ્યો છે. બીજીબાજુ યાત્રિકોની મુશ્કેલી યથાવત રહેતાં તંત્ર સામે રોષ ફેલાયો છે. તેમજ વિકાસના નામે બેઘર અને બેરોજગાર બનેલા પરિવારોની હાલત દયનીય બની છે.
આ યોજના અંતર્ગત વિભાગ દ્વારા ફાળવાયેલ અંતિમ ખંડમાં બાંધકામ કરવા માટે શામળાજીની ચારથી વધુ અરજીઓ છેલ્લા કેટલાય વર્ષોથી મંજૂરી માટે પેન્ડીંગ પડી છે. જેને આજદિન સુધી મંજૂરી અપાઈ નથી અને યોજના વેરીફાઇ કરવાના બહાના હેઠળ અનદેખી કરાય છે.
ભાસ્કર ન્યૂઝ.શામળાજી
યાત્રાધામ શામળાજીના વિકાસ માટે રૂા.20 કરોડનો ખર્ચ કરાયો છતાં હજુ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ નથી. / વિપુલ રણા
સ્થાનિકોના પ્રશ્નો ઝડપી નિકાલ કરી અમલ કરો આ સુવિધા હજી બાકી છે વર્ષો અગાઉ મંજૂર થયેલી આ સ્કીમમાં સ્થાનિક લોકોના કેટલાક પ્રશ્નોને કારણે યોજનાનું આજદિન સુધી સંપૂર્ણ અમલીકરણ કરી શકાયું નથી. યોજનામાં થયેલા અન્યાયને કારણે કેટલાક સ્થાનિક લોકો નામદાર હાઇકોર્ટમાં ગયા હતા. ત્યારે હાઇકોર્ટે આ લોકોના પ્રશ્નોને ધ્યાને લઇ જરૂર જણાયે યોજના વેરીફાઇ કરવાના પણ આદેશ કર્યો છે તેમ છતાં તંત્ર દ્વારા આ હુકમનો પણ આજદિન સુધી અમલ કરાયો નથી. જેથી સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
દેલવાડામાં ટીવી રિપેર કરતાં યુવાનને વીજ કરંટ લાગતાં મોત
મોડાસા| મોડાસા તાલુકાના સરડોઇ ગામના વતની અમદાવાદ સ્થિત દાનશ્રેષ્ઠી મણીભાઇ મગનભાઇ પંચાલનું ટૂંકી માંદગી બાદ 66 વર્ષની વયે 14 માર્ચે અવસાન થયું હતું. સદ્દગત સરડોઇ ચામુંડા સેવા પરિવાર ટ્રસ્ટીના આદ્ય સ્થાપક, મેનેજીંગ ટ્રસ્ટી હતા. વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં દાનની સરવાણી વહેવડાવી હતી. પંચાલ સમાજના પ્રથમ સમૂહ લગ્નના તેઓ પ્રેરક અને દાતા હતા. સ્નેહીજનો સહિતે તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
મોડાસાની એમએસસી સીએ એન્ડ આઇટી કોલેજમાં વાલી મિટિંગ મળી
મોડાસા | મોડાસાની વિલાસબેન વ્રજમોહનભાઇ શાહ એમએસસી સીએ એન્ડ આઇટી કોલેજમાં કોલેજના પ્રભારી મંત્રી સુરેન્દ્રભાઇ જે. શાહના અધ્યક્ષ સ્થાને વાલી મિટિંગ મળી હતી. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓએ ઉપસ્થિત રહી કોલેજમાં ચાલતી શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આચાર્ય પ્રો. પરિમલ શાહે કોલેજની પ્રવૃત્તિઓ તેમજ આપી કેરિયર ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું./રાકેશ પટેલ
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા નગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન નીચાણવાળા ભાગોમાં ભરાઇ રહેતા પાણીનો પ્રશ્ન અને કેટલાક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં ભરાઇ જતું વરસાદી પાણી નગરપાલિકા તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન પુરવાર થાય છે. ત્યારે પાલિકાએ નગરના માલપુર રોડ વિસ્તારની 20થી વધુ સોસાયટીઓનો વરસાદી પાણીનો આ પ્રશ્ન હલ કરવા રૂ.2.37 કરોડના પ્રોજેકટ માટે દરખાસ્ત તૈયાર કરી છે. જે મંજૂર થતાં આ સમસ્યથી શહેરીજનોને મોટી રાહત થશે. મોડાસા નગરપાલિકાના પ્રમુખ એસ.આર.પટેલના
જણાવ્યા મુજબ, નગરના માલપુર રોડ ઉપરના રહેણાંક વિસ્તાર જલદર્શનથી મોતીસાગર થઇ સાંઇમંદિર, કોટિયર્ક સોસાયટી, નાલંદા-1 ના માર્ગ ઉપરની 20થી વધુ સોસાયટીઓમાં ચોમાસા દરમ્યાન સર્જાતો વરસાદી પાણીનો પ્રશ્ન હલ કરવા રૂપિયા 2.37 કરોડના ખર્ચે બે કિલોમીટર લાંબી પાઇપ લાઇન નાખવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. પાલિકાના મુખ્ય અધિકારી એ.એમ.ચૌહાણ અને ઇજનેર દેવાંગ સોનીના જણાવ્યા મુજબ, 20થી વધુ સોસાયટી ઓનો વરસાદી પાણીનો પ્રશ્ન આ પ્રોજેકટથી દૂર થશે અને વહીવટી મંજૂર બાદ તુરંત આ યોજનાની ટેન્ડરીંગ કામગીરી હાથ ધરાશે. નગરના કેટલાક રહેણાંક વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પજવતો ચોમાસાના પાણીનો પ્રશ્ન આ પ્રોજેકટથી હલ કરાશે એવો આશાવાદ વહીવટી તંત્રએ વ્યક્ત કર્યો હતો.
આંબલીયારા નજીક બટાકા ભરેલું ટ્રેક્ટર પલટી ગયું
ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્મા
પોશીના તાલુકાના દેલવાડા (છો) ગામે ટી.વી. રિપેર કરતા વીજ કરંટ લાગતા એક યુવાનનું મોત નિપજયુ હતું. /વિક્રમસિંહ ચૌહાણ
ભાસ્કર ન્યૂઝ.પોશીના
સરડોઇના દાનશ્રેષ્ઠી મણીભાઇ પંચાલનો જીવનદીપ બુઝાયો
ખેડબ્રહ્માના રાધીવાડમાં સાત દિવસે પીવાનું પાણી મળતું હોઇ લોકોમાં રોષ
ભોજનાલય ધર્મશાળા પાણીની પરબ પાર્કિંગ શૌચાલય
{માલપુર રોડ પરની 20થી વધુ રહેણાંક સોસાયટીનો પ્રશ્ન ઉકેલવા મથામણ { 2 કિ.મી. લાંબી પાઇપલાઇન નખાશે
ઉનાળાના આરંભે જ પાણીના પોકારો
વેપારી વર્ગ અને પરિવારમાં શોકનો માહોલ
ભિલોડા | ભિલોડા તાલુકાના કમઠાડીયા ગામે સ્વાઇન ફલૂના રક્ષણ માટે સરપંચ ઇન્દુબેન તબિયાર, ર્ડા. અશ્વિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. /કૌશિક સોની
10
પાણીના નિકાલ માટે 2.37 શામળાજીમાં વિકાસ પાછળ ~ 20 કરોડ વરસાદી કરોડના ખર્ચે પાઇપ લાઇન નખાશે ખર્ચાયા હોવા છતાં હજુ કોટ જ બન્યો છે
સરડોઇ | મોડાસા તાલુકાના સરડોઇ ગામના કલાશિક્ષક મોતીભાઇ ભગવાનભાઇ નાયકનું ઉદયપુર -રાજસ્થાનમાં યોજાયેલ રાષ્ટ્રીય કલાગોષ્ઠીમાં સાંસ્કૃતિક સ્ત્રોત એવં પ્રશિક્ષણ કેન્દ્ર ઉદયપુરના ક્ષેત્રિય અધિકારી ર્ડા.આફતાબહુસેનના હસ્તે મોમેન્ટો અને પ્રશસ્થિપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું. ગોષ્ઠીમાં દેશમાંથી આવેલા કલાશિક્ષકોએ લોકકલા બચાવો અંતર્ગત લોકકલા અને શિક્ષણ વિષય ઉપર લુપ્ત થતા લોકવાઘો વિશે વ્યાખ્યાન આપ્યા હતા.
કમઠાડીયામાં અાયુ. ઉકાળાનું વિતરણ
મહેસાણા, મંગળવાર, 17 માર્ચ, 2015
પોશીના તાલુકાના દેલવાડા (છો) માં ટીવી રિપેર કરતા યુવાનને વીજ કરંટ લાગતાં મૃતક તેનું મોત થયું હતું. દેલવાડા(છો)માં સોમવારે ટી.વી. રિપેરિંગ કરતા
મહેન્દ્રભાઇ ડાહ્યાભાઇ પરમારને અચાનક વીજ કરંટ લાગતાં તેઓ ખુરશીમાં જ બેભાન થઇ ગયા હતા. જે અંગે આજુબાજુમાં રહેતા દુકાનદારોને ખબર પડતાં તરત જ આવીને મહેન્દ્રભાઇ પરમારને સારવાર માટે ખેડબ્રહ્મા ખસેડાયા હતા. જયાં તેમનું મોત નિપજયું હતું. આ ઘટનાથી વેપારીવર્ગ તેમજ પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકારો શરૂ થઇ ગયા છે. બાલમંદિર વિસ્તારના લોકોને નિયમિત પાણી નહીં મળતું હોવાને કારણે તેમની હાલત કફોડી બની છે. વારંવારની રજૂઆતો છતાં આ બાબતે કોઇ નક્કર પગલાં લેવાતા નથી. આ અંગે રાધીવાડ ગામના ભરતભાઇ વાળંદ, મનહરભાઇ ખેરના જણાવ્યા અનુસાર, ગામમાં સાત દિવસે પાણી મળે છે. હજુ ઉનાળાની તો શરૂઆત જ થઇ છે અને પાણીના પોકારો શરૂ થયા છે. ગામલોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ફરક પડતો નથી. બાલમંદિર વિસ્તારમાં સાત દિવસે પાણી મળે છે. સત્વરે આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહિ આવે તો ગામલોકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે. તલાટી અલ્પેશભાઇ ગમારે જણાવ્યું કે, ગામમાં ત્રણ દિવસે પાણી આપવામાં આવે છે. પરંતુ જો પાણીની લાઇન લીકેજ હોય કે કચરો જામ થયો હોઇ તો જ પાણીનો પ્રશ્ન થયો હશે. તંત્ર દ્વારા સત્વરે આનો નિકાલ કરી દેવામાં આવશે.
ખેડબ્રહ્માના મારવાડા વિસ્તારમાં ગટરના પાણીથી રહીશો પરેશાન લાઇન રીપેર કરી પ્રશ્નનો નિકાલ કરાશે : ચીફ ઓફિસર ભાસ્કર ન્યૂઝ.ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નં.9ના નવા મારવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરનું ગંદુ પાણી ભરાય છે. જેના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. બાજુમાં જ એસટી પીકઅપ સ્ટેન્ડ પણ આવેલું છે, જયાં મુસાફરો ઉભા રહી શકતા નથી. આ ગટર લાઇનની બાજુમાંથી જ નગરપાલિકાની પીવાની પાણીની લાઇન પસાર થતી હોઇ તેમાં પણ પ્રદૂષિત પાણી ભળવાની શક્યતા રહેલી છે. નવા મારવાડાના રહીશ ભરતભાઇ ગુર્જર અને જોઇતાભાઇ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, ગટરમાં આગળથી એક હોસ્ટેલનું પાણી આવે છે અને ગંદા પાણીનો ભરાવો થાય છે. આ ગટર લાઇન છેલ્લા એક માસથી લીકેજ છે અને તેની દુરસ્તી માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ભરાતાં નથી. નગરપાલિકાના
મારવાડા વિસ્તારમાં ગટર લાઇનના ગંદા પાણીથી લોકો તોબા પોકારી ગયા છે. / અમૃત સુથાર
ચીફ ઓફીસર હરીશભાઇ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ ગટર લાઇન લીકેજ થઇ છે. જેને રીપેર કરાઇ હતી. પરંતુ લાઇનમાં કોઇ કુંડીઓ બનાવેલ ન હોવાથી વારંવાર
ઘરકંકાસથી કંટાળી ઇડરના યુવાને ઝેરી દવા પીતાં મોત ભાસ્કર ન્યૂઝ.ઇડર
ઇડર તાલુકાના સદાતપુરા ગામે મજૂરી કરી ગુજરાન ચલાવતા રમેશભાઇ સોલંકી નામના યુવાને રવિવારે ઘર કંકાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે ઇડર સિવિલમાં ખસેડાયા હતા. જયાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ ઝેરની વધુ અસરને કારણે તેમનું મોત થયું હતું. જે અંગે મૃતકની પત્ની રેખાબેને ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
આ લાઇન બ્લોક થઇ જાય છે. જેને લઇ આ ગટર લાઇન ઉભરાય છે. છતાં નગરપાલિકા દ્વારા સત્વરે આ લાઇન રીપેર કરી પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે.
બાયડ તાલુકાના આંબલીયારા ગામ પાસે બટાકા ભરેલું ટ્રેક્ટર કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ખાલી કરવા જતું હતું. તે વેળા અચાનક આ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. ટ્રેક્ટરની ટ્રોલીએ જાણે શીર્ષાસન કર્યુ હોય તેવું દ્રશ્ય ખડું થયું હતું. નોંધપાત્ર છે કે, કોથળામાં બટાકા દબાઇ જતાં નુકસાન થયું હતું. સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી./વરૂણ પટેલ
તલોદ માર્કેટયાર્ડની ચૂંટણીમાં 54 ફોર્મ ભરાયાં ભાસ્કર ન્યૂઝ.તલોદ
તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી તા.30મી માર્ચના રોજ યોજાનાર છે ત્યારે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ત્રણ વિભાગના મળી 54 ઉમેદવારીપત્રો ભરાયા હતા. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખેડૂત વિભાગમાં આઠ બેઠકો માટે 31 અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે 18 તથા સહકાર વિભાગમાં 5 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેની ચકાસણી થયા બાદ તા.20મી માર્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. હાલના તબક્કે વર્તમાન ચેરમેન તથા કેટલાક ડિરેકટરોએ પણ ઉમેદવારી કરી છે. તેજ પ્રમાણે માર્કેટયાર્ડના પૂર્વે ચેરમેને પણ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. જેથી આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
ભિલોડામાં પાણી સમસ્યા ઉકેલવા સાત ઝોનમાં પાણીની લાઇનો નંખાશે 50 કિ.મી.ની લાઇન માટે~ 6 કરોડનો ખર્ચ કરાશે યોજનાને મંજૂરી માટે પાણી પુરવઠા વિભાગને મોકલાઇ ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડાના ઉંચાણવાળા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતાં ગ્રામ પંચાયતમાં રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઇ વોટર સપ્લાય સ્કીમ યોજના અંતર્ગત રૂ.6 કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન સાત ઝોનમાં નાખવા માટેની દરખાસ્ત ગાંધીનગર પાણી પુરવઠા વિભાગને મોકલી અપાઇ છે.
આ અંગે સરપંચ મનોજભાઇ પટેલ, ડેપ્યુટી સરપંચ અનિલભાઇ રાવલ તથા મુકેશભાઇ પટેલે જણાવ્યુ કે, ભિલોડાના ઉંચાણવાળા વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડે છે અને પૂરતા ફોર્સથી પાણી મળતુ નથી તેવી રજૂઆતો રહીશો દ્વારા કરાતા પંચાયતના સભ્યોએ ભેગા મળી પાણી પુરવઠા વિભાગ ગાંધીનગરને દરખાસ્ત કરી હતી. જેની મંજૂરી મળ્યા બાદ રૂ.6 કરોડના ખર્ચે રૂર્બન વોટર સપ્લાય સ્કીમ યોજના અંતર્ગત ભિલોડામાં સાત ઝોનમાં પીવાના પાણીની પાઇપલાઇન
ટૂંક સમયમાં નાખવામાં આવશે. અંદાજીત 50 કિ.મી.ના ઘેરાવામાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની કાર્યવાહી મંજૂરી મળેથી હાથ ધરાશે. જે અંતર્ગત નવીન ચાર ટાંકી તથા પાંચ સમ્પ પણ બનાવાશે. જેથી પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. આ અંગે ભિલોડાના પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પી.પી.નાયીએ જણાવ્યુ કે ભિલોડામાં પીવાના પાણીની સમસ્યાને ધ્યાને લઇ દરખાસ્ત વડી કચેરી મોકલી મંજૂરી મળેથી કામગીરી હાથ ધરાશે.
ઇડરમાં બસ સ્ટેન્ડ રોડ પરથી પાથરણાંવાળાઓને હટાવાયા સાત પાથરણાંવાળાઓ સામે પોલીસ કાર્યવાહી કરાઇ ભાસ્કર ન્યૂઝ.ઇડર
ઇડરના બસ સ્ટેન્ડથી એપોલો ત્રણ રસ્તા સુધી રોડની બંને બાજુ નિયમિત રીતે બેસતા લારીપાથરણાંવાળાઓને નગરપાલિકા દ્વારા સોમવારે દૂર કરી દેવાતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી બની છે. આ અંગે ચીફ ઓફિસર મનિષ બંસલના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા વખતથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા પ્રજા માટે માથાના દુ:ખાવારૂપ બની છે ત્યારે ગત સપ્તાહથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે અંતર્ગત સોમવારે એપોલો ત્રણ
ઇડર પાલિકા દ્વારા સોમવારે લારીવાળાઓ અને પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા હતા. / ભાસ્કર
રસ્તાથી બસ સ્ટેન્ડ તથા સત્યમ સુધીના રોડની બંને બાજુ ઉભા રહેતા 10થી વધુ લારી, પાથરણાંવાળાઓને ખસેડી દેવાયાં હતાં. જે પૈકી સાત પાથરણાં વાળાઓને ઇડર પોલીસ સ્ટેશનમાં લાવી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ હતી. બીજી તરફ પાલિકાની કામગીરી અંગે કાનજીભાઇ પટેલ, ભાલચંદ્રભાઇ ...અનુસંધાન પાના નં. 8