આજનું તાપમાન
અમદાવાદ વડોદરા સુરત રાજકોટ
32.4 33.6 33.5 34.0
16.2 18.9 19.0 16.8
સૂર્યાસ્ત આજે 06.50 pm સૂર્યોદય કાલે 06.46 am
પોઝિટિવ ન્યૂઝ
, અમદાવાદ
2
SGVPના 900 વિદ્યાર્થી પોલિથિનનો ત્યાગ કરશે
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 500 ટોઈલેટ બનાવવામાં આવશે
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમા આવેલા વિવિધ અનુસ્નાતક ભવનોમાં ઈન્સપેકશન માટે આવેલ નેકની ટીમે ઈન્સપેક્શનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કેમ્પસમાં શૈક્ષણિકમાળખાકીય સવલતોમાં વધારો કરવાની રજૂઆત કરી હતી. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં આશરે 500 જેટલા ટોઈલેટ બનાવવામાં આવનાર છે. થોડાક દિવસો પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી નેકની ટીમે ઈન્સ્પેક્શન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શનિવારે કુલપતિ ડો. એમ. એન. પટેલ સમક્ષ ડ્રાફ્ટ રજૂ કર્યો છે. કુલ 30થી વધુ પાનાના આ ડ્રાફ્ટમાં નેકની ટીમે યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં વિદ્યાર્થિનીઓ માટે લેડીઝ રૂમ બનાવવા, શૈક્ષણિક-માળખાકીય સવલતોનું સ્તર સુધારવા તેમજ હોસ્ટેલની પ્રાથમિક સવલતો વધારવા સૂચનો કર્યા છે. જેના પગલે આ નિર્ણય કરાયો હોવાની વિગતો મળી છે.
બુધવાર, 18 માર્ચ, 2015
‘દિવ્ય ભાસ્કરે’ શરૂ કરેલી નો-પોલિથિન ઝુંબેશને હવે સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વયંભૂ રીતે આત્મસાત્ કરી રહ્યા છે. આ અંતર્ગત સરખેજગાંધીનગર હાઈવે પર છારોડી ખાતે આવેલ એસ.જી.વી.પી. શિક્ષણ સંસ્થાના 900થી વધુ વિદ્યાર્થીઓએ મંગળવારે શપથ લીધા હતા.
^
હું ભારત-અમેરિકા-કેનેડામાંથી ગમે ત્યાં હોઈશ પણ કદી પોલિથિન નહીં વાપરું. > ડો. રવીન્દ્ર ત્રિવેદી, એક્ઝિ. ડિરે.
િસટી ડાયરી
મારા શહેરમાં આજે નેશનલ હેન્ડલૂમ એક્સ્પો-2015
સ્થળ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ, હેલ્મેટ સર્કલ } સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી
‘મિ હીજડા મિ લક્ષ્મી’ પુસ્તક વિમોચન સ્થળ : ગુજરાત સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ } સવારે 11.30 વાગ્યે પાણિનીય વ્યાકરણ પર પરિસંવાદ સ્થળ : સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ. }સવારે 11.30થી બપોરે 1 વાગ્યા સુધી પેઈન્ટિંગ એક્ઝિબિશન સ્થળ : કર્ણાવતી આર્ટ ગેલેરી, એલિસબ્રિજ } બપોરે 4થી રાત્રે 8 વાગ્યા સુધી અભિરુચિના ઉપક્રમે : વિભાજનની
વ્યથા-મન્ટોની કલમે’ વિશે વક્તવ્ય
સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ } બપોરે 4 વાગ્યે પદ્મશ્રી બી.વી. દોશીનું લેક્ચર સ્થળ : નિરમા યુનિ. SG હાઈવે } સાંજે 6 વાગ્યે સનાતન જ્ઞાન સહિતા વિશે વક્તવ્ય સ્થળ : થિયોસોફિકલ સોસાયટી, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખળી } સાંજે 6.30 વાગ્યે સિરામિક આર્ટના ચિત્રોનું પ્રદર્શન સ્થળ : શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા } સાંજે 5 વાગ્યે
યૂટીલિટી ન્યૂઝ એજ્યુકેશન - 7 મેએ લેવાનાર ગુજકેટ માટે
ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
અમદાવાદ | ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી7 મેના રોજ લેવાનાર ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. માહિતી પુસ્તિકા અને પિન નંબર રાજ્યમાં 42 વિતરણ કેન્દ્રો પરથી તા.24 માર્ચના રોજ ઉમેદવાર દીઠ પરીક્ષા ફી ~300નો સચિવશ્રી, ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ સેલ, ગાંધીનગરના નામનો ડીડી આપવાથી મળશે. 25 માર્ચથી10 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવાનું રહેશે. વિદ્યાર્થીએ પોતાનો ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરવાના રહેશે. રજિસ્ટ્રેશનમાં ઇ-મેલ આઇડી, મોબાઇલ નંબરની વિગતો ફરજિયાત આપવાની રહેશે.
લાભ - વેટમાં વર્ક્સ કોન્ટ્રાક્ટર્સ માટેની
સ્કીમ 11 એપ્રિલ સુધી લંબાવાઈ
અમદાવાદ | રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે, વેપારીઓ અને બિલ્ડિંગ વર્ક્સ કોન્ટ્રાક્ટર્સ માટેની હયાત સ્કીમની મુદત 11 એપ્રિલ, 2015 સુધી લંબાવી છે. એલ એન્ડ ટી કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવીને બિલ્ડિંગ વર્ક્સ કોન્ટ્રાક્ટર્સ અને વેપારીઓ માટે એમ્નેસ્ટી સ્કીમ દિવાળી પછી અમલમાં મુકી છે. આ યોજના હેઠળ પક્ષકારોએ નિયત વેરો ભરવાનો રહે છે અને વ્યાજ, દંડની રકમ ભરવામાંથી છુટકારો મળી શકે છે. અત્યાર સુધીમાં ~170 કરોડની ડિમાન્ડ કરાઈ છે અને તે અંતર્ગત આશરે ~19 કરોડથી વધુ રકમ જમા થઈ છે. વેટની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી સ્કીમનો લાભ લઈ શકાય છે.
રીડર્સ સ્પેસ વર્લ્ડ કપમાં કોઈ િસક્સ મારશે તો કરણ જોહરનો ફોટો બતાવવામાં આવશે તેવો વ્યંગ્ય કરતું પોસ્ટર વિરલ ખલાસે લાઈક કર્યું છે.
શપથ જારી રહેશે...
^
અમારા વિદ્યાર્થીઓ-સ્ટાફે નોપોલિથિન દ્વારા પૃથ્વીના રક્ષણ માટે શપથ લીધા છે. > સુનિતા સિંઘ, પ્રિન્સિપાલ
ગ્રીન ઈકોલોજીનો સંકલ્પ | એસજીવીપી (સ્વામિનારાયણ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્),છારોડી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા અમેરિકા-
ઓસ્ટ્રેલિયા- કેનેડા-યુ.કે,સાઉથ આફ્રિકા તેમજ અમદાવાદ-ગાંધીનગર-રાજકોટમાં રહેતા માતા-પિતાના વિદ્યાર્થીઓ દિવ્ય ભાસ્કરના ‘પોલિથિન મુક્ત અમદાવાદ’ અભિયાનમાં સામેલ થયા હતા. તેમજ આ રીતે ગ્રીન ઈકોલોજીને જાળવવા માટેનો પણ કૃતનિશ્ચય વ્યક્ત કર્યો હતો.
900
બાળકોએ શપથ લીધા લીધા
વાલીઓનો સપોર્ટ
| એસજીવીપીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ પ્રસંગે જોડાયા હતા અને ‘નો પોલિથિન’ ઝુંબેશનો હિસ્સો બનવા માટે શપથ લીધા હતા.
કમાણીનો કીમિયો | હોલ ઉપરાંત પાર્ટી પ્લોટમાં ડેકોરેશન, વાસણો, લાઈટ અને સાઉન્ડના દરમાં ધરખમ વધારો
મ્યુનિ.હોલની સેવાઓ 500% સુધી મોંઘી ત્રણ કેટગરીની 85 જેટલી વસ્તુઓના દરમાં વધારો થશે ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
હવે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના હોલ અને પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગ કે અન્ય ઉજાણી કરવી મોંઘી બની રહેશે. મેયરની ભલામણના નામે મૂકાયેલી દરખાસ્તમાં ડેકોરેશન આઈટમો, રસોઈના વાસણો, લાઈટ અને સાઉન્ડના દરમાં 100 થી 500 ટકાનો વધારો સૂચવાયો છે. હાલમાં પણ કોન્ટ્રાકટરો મનફાવે તે પ્રમાણે લોકો પાસેથી ભાવ વસૂલતા હતા ત્યારે મ્યુનિ.એ તેમની પાસે જવાબ માંગતા મોંઘવારી નડતી હોવાનું કારણ આગળ ધર્યુ. એટલે મ્યુનિ.એ તેમની પાસે સૂચિત ભાવવધારો કેટલો હોવો જોઈએ તે ભાવપત્રક માંગ્યુ અને તે આખેઆખી દરખાસ્ત નિર્ણયાધીન મૂકી દેવાઈ. ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની
દરખાસ્તમાં કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટમાં મંડપ ડેકોરેશન સહિત રસોઈના સાધનો, લાઈટ-સાઉન્ડના ભાવો 20 વર્ષ જૂના હોવાથી હયાત ભાવપત્રકમાં વધારો સૂચવાયો છે. કુલ 85 જેટલી આઈટમોમાં ભાવવધારો ત્રણ કેટેગરીમાં સૂચવાયો છે. જેમાં બેઝિક સૂચિત દરના 10 ટકા વધુ ડિલક્સ દર અને તે દરના વધુ 15 ટકા સુપર ડિલક્સ દર સૂચવાયો છે. આ ભાવવધારો સૂચવતી દરખાસ્ત અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે.
મનસ્વી ચાર્જ વસૂલતા કોન્ટ્રાક્ટરોને સજાને બદલે રેટ વધારી અપાયા મ્યુનિ.હોલના કોન્ટ્રાકટરો મનફાવે તે રીતે ચાર્જ વસૂલતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો મ્યુનિ. ને મળતી હતી. તેમનો કોન્ટ્રાકટ રદ કરવાને બદલે કે બીજી કોઈ કાર્યવાહી કરવાના બદલે ફરિયાદો અનુસંધાને મ્યુનિ.એ તેમને પૃચ્છા કરતા તેમણે વળતો વિનંતીપત્ર મ્યુનિ.સત્તાધીશોને લખ્યો હતો. જેમાં તેમને મોંઘવારી નડતી હોવાથી આ પ્રમાણે વધારે ભાવ વસૂલતા હોવાનું કહ્યું હતું. સાથોસાથ ભાવવધારો કરી આપવા વિનંતી કરી હતી. કોન્ટ્રાકટરોનું હિત સાચવતા મ્યુનિ.ભાજપના શાસકોએ તેમની વિનંતીને ગ્રાહ્ય રાખી દરખાસ્ત પણ મૂકી દીધી.
મેયરનું નામ આવ્યું તો મેયરે કહ્યું, ‘આ મારો નિર્ણય નથી’
દરખાસ્તમાં મેયરશ્રીની રિમાર્કસને ધ્યાને લઈ મંડપ ડેકોરેશનના હયાત દરમાં વધારો સૂચવવા નિર્ણય કરવાનો થાય છે તેવો ઉલ્લેખ કરાયો છે. આ અંગે મેયર મીનાક્ષીબેન પટેલને પૂછતા તેમણે કહ્યું કે, મેં કોઈ ભલામણ કરી નથી, અલબત્ત, મને મળેલો વિનંતીપત્ર મેં એસ્ટેટ વિભાગને રવાના કરી દીધો હતો. ભાવવધારા અંગે મારી કોઈ ભલામણ નથી.
પ્રજાને મૂર્ખ બનાવી કોન્ટ્રાકટરોને ‘ધનસંચય’ માટે લાઈસન્સ
^
મ્યુુનિ.ભાજપ પ્રજાને મૂર્ખ બનાવે છે અને કોન્ટ્રાકટરોને ધનસંચય કરવાનો પરવાનો આપે છે. પ્રજાના ટેક્સના નાણાંમાંથી હોલ બનાવેલા છે. પ્રજા તેનો ઉપયોગ કરી શકે તેવા ભાવ હોવા જોઈએ. નહીં કે મૂડીવાદીઓને પોષાય તેવા હોલ કે પાર્ટીપ્લોટમાં કોન્ટ્રાકટ પ્રથા જ રદ કરવી જોઈએ. > બદરૂદ્દીન શેખ, મ્યુનિ. વિપક્ષના નેતા
ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખંડણી માટેની મોડસ ઓપરેન્ડીનો ભેદ ખૂલ્યો
એરપોર્ટ પરથી ~27 લાખનું સોનું પકડાયું ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ સત્તાવાળાઓએ, રૂ.27 લાખનું દાણચોરીનું સોનું પકડી પાડ્યું છે. દુબઈ ફ્લાઈટ નં.એસજી- 16માં આવેલા મુંબઈના રહીશ પટણી ગુલામ હુસૈન અલી મોહમ્મદ પાસેથી 1050.130 ગ્રામ દાણચોરીનું સોનું ઝડપી પાડ્યું છે. શખ્સની તપાસ કરાતાં ગુપ્ત ભાગમાં છૂપાવેલ 1050.130 ગ્રામ વજનની સોનાની 9 લગડી મળી આવી હતી.
પુરવઠાનું ગણિત
ખંડણી ન આપી શકો તો બે મોટા સોનીના ફોન નંબર આપો : વિશાલ ગોસ્વામી ક્રાઈમ રિપોર્ટર . અમદાવાદ
‘તમારી પાસે જો રૂપિયા ન હોય તો, બીજા બે મોટા સોનીઓનો નંબર આપો’ શહેરના સોનીઓને ફોન કરી ખંડણી ઉઘરાવનાર વિશાલ ગોસ્વામી સોનીઓ મારફતે જ મોટા માથા ગણાતા તેવા બીજા સોનીઓના નંબર મેળવી લેતો હોવાનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો છે. અત્યાર સુધી વિશાલ ઈન્ટરનેટના મારફતે શહેરના મોટા જ્વેલર્સના નંબરો મેળવી ફોન કરી ખંડણી માંગતો હતો. જે સોની 25થી 30 લાખની તગડી ખંડણી ન ચૂકવે તેની પાસેથી ચાર-પાંચ લાખ રૂપિયા વસૂલી બીજા બે મોટા સોનીના ફોન નંબર મેળવી આ સોનીઓને ધમકી આપી નાણાં પડાવતો હતો.
વિશાલના નામે બે જ્વેલર્સને ખંડણીના બનાવટી ફોન સોમવારે રાત્રે ખોખરાના એક જ્વેલર્સના માલિકને ફોન આવ્યો હતો કે મૈં વિશાલ ગોસ્વામી બોલ રહા હું 40 લાખ તૈયાર રખના. ફોન આવતા જ ગભરાયેલા જ્વેલર્સે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા પોલીસે ફોન નંબરની તપાસ કરતા તે પાટણથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે અન્ય એક વેપારીને પણ આ જ ફોન નંબર પર ખંડણીની ધમકી મળી હતી. તપાસના અંતે જાણવા મળ્યું હતું કે, વિશાલના નામે પાટણની કોઈક વ્યક્તિ ખોટા ફોન કરતી હતી.
ભાનુ જ્વેલર્સના માલિકો પર વિશાલના ભાઈએ ફાયરિંગ કર્યું નવરંગપુરાના ભાનુ જ્વેલર્સના માલિકો પર ખંડણી ન આપવા બદલ વિશાલ ગોસ્વામીના ભાઈ અજય ગોસ્વામીએ ફાયરિંગ કર્યું હોવાની ક્રાઈમ બ્રાન્ચને શંકા છે. વિશાલ ગોસ્વામી અને તેના ભાઈઓ અજય અને બિજેન્દ્રએ 2011માં વટવાની એડીસી બેંકમાં 5 લાખની લૂંટ તેમજ 2012માં વાસણાની મુથુટ ફાઈનાન્સ કંપનીમાં લૂંટનો પ્રયાસ પણ કર્યો હતો.
ખેડૂતો ખેતરમાંથી શાક કાઢીને બજારમાં ઠાલવતા હોવાથી હાલ બજારમાં માલનો રીતસર ભરાવો
માવઠાને કારણે શાકભાજીના ભાવ ગગડ્યા હાલનો માલ ખતમ થતા બજારમાં શાકની ગંભીર અછત સર્જાશે ભૌમિક શુક્લ . અમદાવાદ
@bhaumik1990
દેશભરમાં પડેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં માતબર ઘટાડો થઇ ગયો છેે. ખેતરોમાં અને ગોડાઉનમાં પડી રહેલા શાકભાજી બગડી જવાની બીકે ખેડૂતોએ બજારમાં ઠાલવી દેતા સામાન્યરીતે 40થી 50 રૂપિયે કિલો વેચાતું શાક હોલસેલ માર્કેટમાં 10 રૂપિયે ખરીદવા પણ કોઇ તૈયાર નથી. વેપારીઓને આ પરિસ્થિતિને કારણે બખ્ખા થઇ ગયા છે અને ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. પ્રાંતીજ તાલુકાથી કોબીજ અને ફ્લાવર મધ્ય ગુજરાતમાંથી ગવાર, ભીંડા, પરવળ
અને મરચા વગેરે આવે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જમાલપુરના જનરલ સેક્રેટરી અહેમદભાઇ પટેલે કહ્યું કે કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. જે શાકભાજી 50થી 60 રૂપિયે કિલો પહેલા વેચાતા હતાં તેના ભાવ 50 ટકાથી વધુ ગગડી ગયા છે. ડીસા અને તેની આસપાસના વિસ્તારોમાં બટાકાનું 100 ટકા કરતા પણ વધુ ઉત્પાદન થતું હોવાથી તેના ભાવમાં પણ ખૂબ ઘટાડો થઇ જતા બટાકા ખેડૂતોને રસ્તા પર ફેંકી દેવા પડે છે. લાંબા ગાળે કમોસમી વરસાદ થવાથી શાકભાજીના આવકમાં લગભગ 30થી 40 ટકા વધારો જોવા મળશે. શાકભાજી નવા ઊગતા 90 દિવસ થાય માર્કેટમાં ભાવ વધવાની સંભાવના રહેલી છે.
માવઠાથી અનેક શાકના ભાવ 50%થી વધુ ઘટ્યા છે શાકભાજી મહિના પહેલાના હાલના ભાવ ફુલાવર ~15 ~3થી 4 કોબિજ ~10થી 12 ~5થી 7 ગાજર ~12થી 18 ~7થી8 ઘોલર મરચા ~40થી 45 ~20થી 25 કેપ્સિકમ મરચા ~45થી 50 ~30થી 35 ટામેટાં ~20થી 25 ~8થી 13 ભીંડા ~55થી 60 ~30થી 35 ગવાર ~80થી 90 ~55થી 60 કારેલા ~40થી 50 ~25થી 30 દૂધી ~12થી 15 ~5થી 8 કાચી કેરી ~45થી 50 ~30થી 35 તુવેર ~40થી 45 ~25થી 28 બટાકા ~25થી 28 ~2.5થી 3.5 (નોંધ : માવઠાના કારણે ભાવ ઘટ્યો છે, ભાવ કિ.ગ્રા.દીઠ છે)
ન્યૂઝ ઈન બોક્સ
સોલાર ઇમ્પલ્સ વિમાન આજે અમદાવાદથી વારાણસી રવાના થશે
અમદાવાદ | સૌર ઊર્જાથી ઉડતું વિમાન સોલાર ઇમ્પલ્સ -2 બુધવારે સવારે 6 કલાકે અમદાવાદથી વારાણસીની યાત્રા શરૂ કરશે. આ યાત્રા માટે સોલાર ઇમ્પલ્સની ટીમે તૈયારીઓ પૂરી કરી છે. જો કે વિમાન ઉડાડવાનો અંતિમ નિર્ણય સવારના સમયે વાતાવરણ કેવું છે તેના પર આધારિત રહેશે. અમદાવાદથી વારાણસી સુધી આ વિમાન પાઈલટ આન્દ્રે બોર્શબર્ગ ઉડાડશે અને તેઓ લગભગ 1071 કિમીની યાત્રા લગભગ 15 કલાકમાં પૂરી કરશે અને 8 કલાકના રોકાણ બાદ મ્યાનમારની યાત્રા શરૂ કરશે.
બાકી પ્રોપર્ટી ટેક્સ મુદ્દે છ ઝોનની 243 મિલકતો સીલ કરવામાં આવી
અમદાવાદ | પ્રોપર્ટી ટેક્ષ વસુલાત ઝુંબેશ અંતર્ગત શહેરના તમામ છ ઝોનમાં ટેક્ષ નહીં ભરનારા 243 એકમોને મ્યુનિ.ટેક્ષ વિભાગે સીલ મારી દીધા હતા. જેમાં મધ્ય ઝોનમાં 243, ઉત્તર ઝોનમાં 84, દક્ષિણ ઝોનમાં 25, પૂર્વ ઝોનમાં 49, પશ્ચિમ ઝોનમાં 76, નવા પશ્ચિમ ઝોનમાં 50 મિલકતોનો સમાવેશ થાય છે. નવા પશ્ચિમ ઝોનના સરખેજ, વસ્ત્રાપુર, જોધપુર, વેજલપૂર, થલતેજ, રાણીપ, ઘાટલોડીયા અને ગોતા વિસ્તારની દુકાનોને સીલ કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં પણ આંબાવાડી વોર્ડ, વાસણા વોર્ડ, પાલડી વોર્ડ વિસ્તારની દુકાનો સીલ કરવામાં આવી હતી.