સુરત, ગુરુવાર, 12 માર્ચ, 2015 વધુ
તાપમાન ઓછુ 0 0
35.2 18.0
પૂર્વાનૂમાન | દિવસ દરમિયાન હવામાન પલટાવની શક્યતા રહેલી છે. સૂર્યોદય કાલે સૂર્યાસ્ત આજ
પ્રાત : 07.10 પ્રાત : 07.10
સોના ચાંદી બજાર
સોનું ~24500 200
22 કેરેટ પાછળના 24,700.00
ચાંદી ~35800
700
1 કિલો પાછળના 36,500.00
પોઝીટીવ ન્યૂઝ
ઉચ્છલમાં 1559 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે ઉચ્છલ |ઉચ્છલ તાલુકામાં બોર્ડની પરીક્ષા આપવા માટે ધોરણ 10માં 836 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 723 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ના 28 બ્લોક અને ધોરણ 12ના 25 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.
ન્યૂઝ ફટાફટ
નવસારીમાં બુધવારે બપોરે તાપમાન 35.2 ડિગ્રી
નવસારી | નવસારીમાં બુધવારે સવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનંંું પ્રમાણ સવારે 82 અને બપોરે 51 ટકા રહ્યું હતું. પવન સવારથી બપોર સુધીમાં 4.4 કિલોમીટર પ્રતિ કલાકનો ઉત્તર-પશ્ચિમ દિશાનો રહ્યો હતો.
બીમારી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું વાંકલ | માંગરોળના નાનીફળી ગામનો રમેશ શંકર ચૌધરી (45) છેલ્લા કેટલાય સમયથી ખેંચની બીમારીનો ભોગવતો હતો. જેથી દારૂનો નશા કરવાના રવાડે ચઢી ગયો હતો. તેને ખેંચની બીમારી સહન ન થતાં કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું.
વંટોળમાં ધૂળની ડમરી
બારડોલી | બારડોલીના ધામડોદ જકાતનાકા ખાતે આવેલી આરટીઓ ઓફિસના પટાંગણમાં બપોરના સમયે ધૂળની ડમરી ઉઠી હતી, જેનો નજારો જોવા જેવો બન્યો હતો. કર્મચારીઓ તેમજ વાહન ધારકો બે મિનીટ માટે વંટોળમાં ઉઠેલી ધૂળની ડમરીનું દ્રષ્ટ નિહાળતાં રહ્યાં હતાં.
હેપ્પી બર્થ ડે જૈનીવૈદ્ય તા. 12-3-13 ગડત
પંચ તંત્ર
યાદવ-પ્રશાંત મામલે હોબાળો, અંજલી દમાલીયાનું રાજીનામું, હવે તો નક્કી, કેજરીવાલ ટ્રીટમેન્ટના બહાને ભાગેડું તો નથી થઇ ગયાને.
બીલીમોરા } ચીખલી } વાંસદા
ગણદેવી } આહવા-ડાંગ
ફાગણ વદ-6, િવક્રમ સંવત 2071
પાણીની સમસ્યા| ઘરે ઘરે આપવામાં આવતા પાણીના કૂવા તથા બોરમાં પાણીના તળ અત્યારથી નીચે જવા માડતા પંચાયત ચિંતિત
ખેરગામમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા
કેટલાક વિસ્તારોમાં પાણી યોજના બનાવવામાં આવી છે, જે પૈકી કેટલીક પાણી યોજના ઘણો સમય થવા છતાં શરૂ થઇ નથી ભાસ્કર ન્યૂઝ. ખેરગામ
ખેરગામ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતા ગ્રામપંચાયતના કૂવા તથા બોરમાં પાણીના તળ અત્યારથી જ નીચે જવા માંડતા આવનારા ઉનાળા દરમિયાન પાણીની કટોકટી સર્જાવાની દહેશત ગ્રામપંચાયતના સત્તાધીશોમાં ઉભી થઈ છે. ઘણાં વર્ષોથી ખેરગામના દશેરા ટેકરી, ગાંધીનગર, શાંતિનગર, મેઈન બજાર, ઝંડાચોક, આછવડી રોડ, દાદરી ફળિયા, ચીખલી રોડ, નવારોડ સહિતના અનેક વિસ્તારોમાં ગ્રામપંચાયચ દ્વારા પીવાનું પાણી નળ કનેકશન દ્વારા ઘર આંગણે પૂરું પાડવામાં આવે છે. જેના માટે પંચાયત દ્વારા ધરમપુર નાંધઈ ભૈરવી રોડ ઉપર આવેલા મોટા તળાની અંદર સંગ્રહિત પાણી તથા શાંતિનગર
સોસાયટી નજીક આવેલા પંચાયતનો કૂવો તથા બોર મારફત પાણીની મોટી ટાંકી ભરી તેમાંથી ગ્રામજનોને જે તે વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ વખતે કૂવા અને બોરની પરિસ્થિતિ જોતા ગ્રામપંચાયત અત્યારથી જ ચિંતિત થવા માંડી છે. કૂવા અને બોરના પાણીના તળ જમીનમાં નીચા જતા આ વખતે ગામમાં લોકો માટે પાણીની ગંભીર સમસ્યા ઉદભવવાની દહેશત પંચાયત અને ગ્રામજનોમાં ઉભી થઈ રહી છે. ખેરગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી યોજના ઘણાં સમયથી બનાવાય છે. જે પૈકી કેટલીક પાણી યોજના ઘણો સમય થવા છતાં શરૂ નહીં થતા ઉનાળામાં પ્રજાએ પાણી માટે મુસીબત ઉઠાવી પડે તેવી શક્યતા કૂવા અને બોરમાં પાણીનું સ્તર જળવાય રહે તે માટે બનાવવામાં આવેલ તળાવ. દેખાય રહી છે.
નવસારીમાં વૃદ્ધાના ગળામાંથી મંગળસૂત્ર તફડાવતા બે ગઠીયા ટાઉન પોલીસે ઠેરઠેર નાકાબંધી કર ી તપાસ શરૂ કરી ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારીમાં દિનદહાડે દુધિયા તળાવ નજીક રાધાકૃષ્ણ મંદિર સામે રોડ ઉપરથી પસાર થતી વૃદ્ધાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તફડાવી બાઈક ઉપર આવેલા બે ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ટાઉન પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી ચેઈન સ્નેચરોને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યો છે. બીલીમોરાના આંતલીયામાં મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તથા ચેઈન તફડાવી લેવાના કેસમાં એલસીબીએ બે આરોપીની સામે તપાસ હાથ ધરી છે ત્યાં જ વધુ એક ચેઈન સ્નેચિંગની ઘટના નવસારીમાં દુધિયા તળાવ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર નજીક બની હતી. સાંજે 4 કલાકની આસપાસ વિજલપોર સિટી ગાર્ડનમાં રહેતા વૃદ્ધા નીરૂબેન ભાવસાર (63) પોતાના ઘરેથી નવસારી સંબંધીને ત્યાં જવા નીકળ્યા હતા. એ દરમિયાન તેઓ દુધિયા તળાવ રાધાકૃષ્ણ મંદિર નજીકથી પસાર થઈ
બીલીમોરા નજીક ગોંયદીમાં શ્રમિકે ફાંસભાસ્કર ો ખાધો ન્યૂઝ. બીલીમોરા બીલીમોરા નજીકના ગોંયદી ગામના વિનોદભાઈના ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા વલસાડ જિલ્લાના ધનોરી ગામના રહીશ નવીન ગોપાલ રાઠોડ (ઉ.વ. 45) રાત્રે બધા સાથે જમીને સુઈ ગયા હતા. સવારે ઉઠીને જોયું તો નવીન રાઠોડ દેખાયો નહીં એટલે સાથેના કામ કરવાવાળાઓએ જોયું તો ભઠ્ઠામાં જ આંબાના વૃક્ષ સાથે નાયલોનના દોરડા વડે અગમ્ય કારણસર ફાંસો ખાધેલી હાલતમાં હતો. સાથી મજૂરોએ ગભરાઈ જઈ તુરત જ નવીનને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સમાં બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે એને મૃત જાહેર કર્યો હતો. મરનાર નવીનની પત્ની અને એક દીકરો પણ ઈંટના ભઠ્ઠામાં સાથે જ રહેતા હતા. તેની સાથે ભઠ્ઠામાં કામ કરતો નિતેશ નવીન રાઠોડે આ બનાવ અંગે બીલીમોરા પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે વધુ તપાસ હે.કો. શાંતુભાઈ કરી રહ્યા છે.
બીલીમોરાના ચેઈન સ્નેચિંગમાં 7 દિવસના રિમાન્ડ
નવસારી: નવસારી જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પૈકી ચીલઝડપ તથા સ્નેચિંગના ગુનાની કબૂલાત કરનાર આરોપી રોહિતકુમાર ઠાકુર તથા પવનકુમાર ઠાકુરને ગોધરા પોલીસે ઝડપી પાડ્યા હતા. નવસારી એલસીબીએ તે બંને આરોપીઓનો કબજો મેળવ્યો હતો. એલસીબીએ બંનેને નવસારી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બંને આરોપીઓએ નવસારીમાં ઝવેરી સડક ઉપર મહાવીરનગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ શાહની બગલમાં રાખેલી રૂ. 10 લાખ ભરેલી બેગ તેમજ બીલીમોરા આંતલીયાના મીનાબેન સદાશિવ શંકરરાવ મોરેના ગળામાંથી રૂ. 60 હજારની કિંમતનું મંગળસૂત્ર તથા સોનાની ચેઈન તફડાવી ફરાર થઈ ગયા હતા. આ બંનેને ગોધરા પોલીસે પકડી લીધા બાદ નવસારી એલસીબીએ તેમનો કબજો મેળવી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રહ્યા હતા. તે દરમિયાન એક કાળા કલરની બાઈકપર બે અજાણ્યા શખ્સ તેમની નજીક અચાનક જ સામેથી આવી ગયા હતા. નીરૂબેન કંઈ સમજે તે પહેલા તેમણે રૂ. 49,400ની કિંમતનું અઢી તોલાનું મંગળસૂત્ર બંને ગઠિયા તફડાવીને ફરાર થઈ ગયા હતા. બાઈક ઉપર પાછળના ભાગે બેઠેલા અને મોં ઉપર રૂમાલ બાંધનારા યુવાને વૃદ્ધાના ગળામાંથી મંગળસૂત્ર તફડાવી લીધાનું વૃદ્ધાએ પોલીસ
મથકમાં જણાવ્યું હતું. નીરૂબેન ભાવસારે આ ઘટનાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનામાં ચેઈન સ્નેચિંગના ઉપરાછાપરી બનાવો બનતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. હાલ બનેલી ઘટનાની જાણ થતા જ ટાઉન પોલીસે ઠેર ઠેર નાકાબંધી ગોઠવી ગઠિયાઓને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
તળાવમાં પાણીની માત્રા ઘટી રહી છે ખેરગામ ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવતા પાણીનાં કૂવા તથા બોરમાં પાણીનું સ્તર જમીનમાં છેલ્લે સુધી જળવાઈ રહે તે માટે ગ્રામપંચાયત દ્વારા પાણીના સંગ્રહ માટે મોટું તળાવ બનાવવામાં આવ્યું છે. જેના કારણે તળાવમાં પાણી રહે તો આસપાસના કૂવામાં તથા પાણી યોજના માટે જમીનમાં પાણીનું સ્તર જળવાય રહે અને લોકોને વર્ષ દરમિયાન પાણી મળી રહે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તળાવમાં પાણીની માત્રા ઘટી રહી છે.
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
વાંસદા તાલુકાના સીતાપુર ગામે કણબીવાડના બંધ ઘરની ગ્રીલ તોડી દરવાજા તોડી ઘરમાં પ્રવેશી ચોરટાઓ રૂ. 76,170ની મત્તા ચોરી ગયા હતા. ચોરીની ફરિયાદ મંજુલાબેન પટેલે વાંસદા પોલીસ મથકે નોંધાવી છે. મંજુલાબેન કણબી પટેલએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ 9મી ફેબ્રુઆરીના રોજ સમાજના માણસો સાથે નેપાળ, પશુપતિનાથ તથા બીજા ધાર્મિક સ્થળોએ યાત્રાએ ગયા હતા. દરમિયાન 19મી ફેબ્રુઆરીએ ચોરટાઓ તેમના ઘરની ગ્રીલ તથા દરવાજા તોડી અંદર પ્રવેશી કબાટ તોડી ચોરી કરી ગયા હતા. યાત્રાથી પરત આવી જોતા ઘરના આગળના રૂમમાં મુકેલા ત્રણ કબાટના લોક તોડી એક કબાટમાં મુકેલા ગળામાં પહેરવાની સોનાની માળા નંગ-2 આશરે 7 તોલાની કિંમત રૂ. 70000 તથા નાકમાં પહેરવાની સોનાની જળ નંગ 4 કિંમત રૂ. 400 તથા હાથકાંડાનું જૂનું રાડો ઘડિયાળ કિંમત રૂ. 500 તથા અમેરિકન ડોલર 85 જે ભારતીય કિંમત રૂ. 5270 મળી કુલ રૂ. 76,170ની મત્તા ચોરી ગયાની ફરિયાદ થઇ છે.
માછીવાડ દીવાદાંડી પ્રા. શાળાની મુલાકાતે અધિકારીઓ દોડતા ગયા બે શિક્ષક મૂકવાની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો ભાસ્કર ન્યૂઝ. નવસારી અભ્યાસમાં મુશ્કેલી ઉભી થઈ હતી. ખાસ કરીને ધો. 1થી 5ના બાળકોના અભ્યાસ અટવાતા હતા. માછીવાડના ગ્રામજનોની રજૂઆત છતાં શિક્ષકો ન મુકાતા લોકોની નારાજગીની હદ વટાવી હતી. ગઈકાલે મંગળવારે શિક્ષકોની ઘટના પ્રશ્ને ગ્રામવાસીઓએ પ્રાથમિક શાળાને તાળુ મારી પોતાની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. માછીવાડ દીવાદાંડી પ્રાથમિક શાળાને તાળુ મરાયાની ઘટનાના આજે બુધવારે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખરાડી, તાલુકા શિક્ષણ અધિકારી અનિલસિંહ
ખેરગામ વિસ્તારમાં મોટાભાગના લોકો આખા વર્ષ દરમિયાન ગ્રામપંચાયતના પાણી ઉપર નિર્ભર રહે છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગ્રામપંચાયત હસ્તક પૂરું પાડવામાં આવતું પાણી જ લોકો ઉપયોગમાં લેતા આવ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિ વચ્ચે આવનારા ઉનાળા દરમિયાન પંચાયતના કૂવા તથા બોરમાં પાણીની અછત ઉભી થાય તો ગ્રામજનોની પાણી વગર હાલત કફોડી બનશે.
^
બોર કરાવવા તજવીજ ચાલી રહી છે
ગામની મોટી પાણીની ટાંકી જ્યાં આવેલી છે તેની બાજુમાં બીજો નવો બોર કરાવવા માટેની તજવીજ ચાલી રહી છે. જે બાબતે પાણી પુરવઠા વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે. જોકે આવનારા ઉનાળા દરમિયાન ખેરગામ વિભાગના લોકોને પીવાના પાણીની અછત નહીં વર્તાય તે માટે પંચાયત દ્વારા બીજી મોટી પાણી યોજના સાકાર કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. > દિલીપભાઈ પટેલ, સરપંચ
સીતાપુરમાં બંધ 2010માં પણ આવી પરિસ્થતિ ઉભી થતાં હાઇકોર્ટે ઓર્ડર આપ્યો હતો મકાનમાંથી રૂ. 76,170ની ચોરી
મરોલી ખાંડ મંડળીને ખોટી રીતે મુદતવિતી બાકીદાર બતાવાઈ સહકારી બેંકની મતદારયાદીમાં મરોલી મંડળીને સામેલ કરાઇ ભાસ્કર ન્યૂઝ. નવસારી
વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંક લિ.ની મતદારયાદીમાં મરોલી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીને પ્રથમ બિનલાયકાત ધરાવતા પ્રતિનિધિ દર્શાવ્યા બાદ તેની સામે વાંધો રજૂ થતા તેને ગ્રાહ્ય રાખી બેંકની આખરી મતદારયાદીમા પ્રતિનિધિત્વ આપવું પડ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ.ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી સંદર્ભે અગાઉ મતદારયાદીમાં મરોલી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ.ને મુદત વિતી બાકીદાર મંડળી દર્શાવી બિનલાયકાત ધરાવતી મંડળીઓની યાદીમાં સામેલ કરાઈ હતી. જેની સામે મંડળીના પ્રમુખના નાતે પ્રવિણસિંહ ઠાકોરે બેંકના ચૂંટણી અધિકારી સી.એન. પટેલ સમક્ષ વાંધો રજૂ કર્યો હતો. આ વાંધા
મંગળવારે શિક્ષક ઘટના પ્રશ્ને પ્રાથમિક શાળાને તાળુ મરાયુ હતું માણેકપોરમાં ટ્રક પર ચઢેલા ક્લીનરનું કરંટથીભાસ્કરમોત ન્યૂઝ. બારડોલી
મરોલી પંથકની માછીવાડ દીવાદાંડી પ્રાથમિક શાળાને મંગળવારે તાળુ મરાયા બાદ બુધવારે ઉચ્ચ અધિકારીઓ દોડતા માછીવાડ ગયા હતા અને બે શિક્ષક મુકવાની ખાતરી આપતા લોકોની નારાજગી થાળે પડી હતી. મરોલી પંથકમાં આવેલા માછીવાડ દીવાદાંડી ગામની ધો. 1થી 8ની પ્રાથમિક શાળામાં 213 વિદ્યાર્થી સામે અગાઉ 8 શિક્ષકો હતા. આ શિક્ષકોમાંથી 2 શિક્ષકોની અન્યત્ર નિમણૂક કરતા શાળામાં 6 શિક્ષકો જ રહી ગયા હતા. શિક્ષકો અપૂરતા થતા વિદ્યાર્થીઓના
મોટાભાગના લોકો પંચાયતના પાણી ઉપર જ નિર્ભર
પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓ મારતે ઘોડે માછીવાડ દીવાદાંડી ગયા હતા ત્યાં ઉપસ્થિત ગ્રામવાસીઓએ પ્રાથમિક શાળામાં શિક્ષકના ઘટની ઉગ્ર રજૂઆતો કરી હતી. જે શિક્ષકોની ઘટ છે તે તુરંત પુરવા જણાવ્યું હતું. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લોકોની માગ સાથે સહમત થયા હતા અને બે શિક્ષકોની નિમણૂકની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો અને પુન: શિક્ષણકાર્ય શાળામાં શરૂ કરાવવા ગ્રામવાસીઓ તૈયાર થયાની જાણકારી મળી હતી.જેના કારણે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહેશે.
સુરત ધૂલિયા નેશનલ હાઈવે નં 6 પર માણેકપોર ગામની સીમમાં સુપ્રીમ હોટલમાં જમવા માટે પાર્ક કરેલી એક ટ્રક પર પાછળ બાંધેલી તાડપત્રી ખસી જતાં બપોરના સમયે જેને લઈ ટ્રકનો ક્લીનર ઝુબેર શકીલ શેખ (19) ટ્રક ઉપર ચઢી તાડપત્રી ખસેડવા જતાં ક્લીનર ને નજીકથી પસાર થતી વીજ લાઈનનો તાર અડી જતાં દાઝી ગયો હતો. તેને બારડોલી સરદાર હોસ્પિટલમાં લઇ જવાતા હતાં. જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા આ અંગે ડો. કાપડીયાએ આ અંગે બારડોલી પોલીસમાં જાણ કરી હતી.
કિન્નાખોરી રાખવાનો આક્ષેપ
વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ.ની મતદારયાદીમાં મરોલી ખાંડ ઉદ્યોગ મંડળીને બિનલાયકાત ધરાવતી મંડળીમાં સમાવવાના બેંકના કૃત્યને મરોલી સુગર ફેકટરીના ચેરમેન પ્રવિણસિંહ ઠાકોરે કિન્નાખોરી ગણાવી છે. ગુજરાત હાઈકોર્ટનો અગાઉ ઓર્ડર થયો હતો. આમ છતાં માત્રને માત્ર કિન્નાખોરી રાખી કાયદા વિરૂદ્ધ મતદારયાદીમાં મુદત વિતી બાકીદાર બતાવ્યા છે. બેંક દ્વારા મરોલી સુગર ફેકટરીને હેરાનગતિ કરવામાં આવે છે.
અરજીમાં મરોલી મંડળીના પ્રમુખ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું કે અમારી મંડળી તા. 31 માર્ચ 2012ના રોજ મુદત વિતી બાકીદાર ન હતા કારણ કે ડ્યુ થઈ લોનની રકમ ભરપાઈ કરવામાં આવી છે. વધુમાં એમ પણ જણાવ્યું કે તા. 17 માર્ચ 2010ના રોજ પણ મરોલી મંડળીને મુદત વિતી બાકીદાર દર્શાવી મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું હતું. તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી. જેમાં પણ હાઈકોર્ટે મરોલી સુગરને મુદત વિતી બાકીદાર ગણ્યા ન હતા અને હાઈકોર્ટના
ઓર્ડર બાદ મતદારયાદીમાં દાખલ કરવામાં આવ્યા હતા. મરોલી સુગર ફેકટરી પ્રમુખ દ્વારા વાંધો રજૂ થયા બાદ સુનાવણી થઈ હતી અને આ સુનાવણીમાં મરોલી સુગરના વાંધા ગ્રાહ્ય રાખવાનો ઓર્ડર ચૂંટણી અધિકારી સી.એન. પટેલે કર્યો છે. આ અંગે ચૂંટણી અધિકારી સી.એન. પટેલે જણાવ્યું કે મરોલી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનો વાંધો સુનાવણી બાદ ગ્રાહ્ય રાખવામાં આવ્યો હતો અને મતદારયાદીમાં સામેલ કરવામાં આવી છે.
આલીપોર ખાતે ટ્રક અડફેટે વૃદ્ધાનું મોત ભાસ્કર ન્યૂઝ. નવસારી
સખારામ ગંગારામ કોકણી (હાલ રહે. આલીપોર રેલવે ફાટક, ઓવરબ્રિજ નીચે, મૂળ લાલમરાડી, તા. ઉચ્છલ, જિ. વ્યારા)એ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેની પત્ની મીનાબેન સખારામ કોંકણી (65) નજીકમાં આવેલી દુકાનમાંથી ચા-ખાંડ લઈને પરત ઘરે આવી રહી હતી ત્યારે આલીપોર રેલવે ફાટક ઓવરબ્રિજ પાસે કલવાચ જવાના રોડ ઉપર
ને.હા.નં. 8 ઉપરથી એક હાઈવા ટ્રક (નં. જીજે-21-ટી-6229)ના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી લાવી મીનાબેન કોંકણીને અડફેટે લેતા મીનાબેનનું ટ્રકના વ્હીલ નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે ચીખલી પોલીસે મરનાર મીનાબેનની લાશનું પીએમ કરાવી આગળની તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના એએસઆઈ ખુશાલભાઈ પ્રેમાભાઈ કરી રહ્યા છે.