આજનું તાપમાન
રાજકોટ અમદાવાદ વડોદરા સુરત
33.5 31.7 34.8 35.6
14.7 17.7 19.4 20.6
સૂર્યાસ્ત આજે 06.47 pm સૂર્યોદય કાલે 06.53 am
પહેલાં પોઝિટિવ ન્યૂઝ
રાજકોટમાં પ્રથમ વખત સ્પીચને લગતાં ઓપરેટિવ કેમ્પનું આયોજન રાજકોટ | સ્વરપેટીને લગતા દર્દ અને બોલવામાં પડતી તકલીફ માટે રાજકોટમાં તા.14 અને 15 માર્ચના રોજ હનુમાન મઢી પાસે આવેલી કેન્સર હોિસ્પટલમાં ઇએન્ડટી સોસાયટી દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમાં િત્રવેન્દ્રમના ખ્યાતનામ ફોનો સર્જન ડો. જયાકુમાર મેનન તથા મુંબઇના ડો. નુપુરકપુર સેવા આપશે. આ કેમ્પની વિશેષ વિગત માટે માહિતી વર્કશોપના સેક્રેટરી ડો. જયેશ પટેલનો 98242 34902 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
િસટી ડાયરી
બુધવાર, 11 માર્ચ, 2015
, રાજકોટ
હત્યાની કોશિશના ગુનામાં પીઆઇ અને રાઇટરે ~ 10 લાખની લાંચ માગ્યાના આક્ષેપ સાથે છાવણી શરૂ કરી’તી
નરેન્દ્રસોલંકીએઆંદોલનસમેટ્યું, ધરપકડ માટે પોલીસની કવાયત પોલીસે નરેન્દ્ર સોલંકી સહિત તમામ આરોપી સામે કાવતરાની કલમનો ઉમેરો કર્યો
મારા શહેરમાં આજે રામધૂન મંડળ દ્વારા ધૂન - ભજન
સ્થળ : ઇિન્દરાનગર મેઇન રોડ } રાત્રે 9 વાગ્યે
સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ સ્થળ : થોરાળા, સાર્વજનિક દવાખાનું } સવારે 8.00
અગત્યનીબેઠક
સ્થળ : બોલબાલા, લક્ષ્મીવાડી 9/18 } સાંજે 5.00 નિ:શુલ્ક રેકી અંગેનો સેમિનાર સ્થળ : અર્ચના પાર્ક રોડ } બપોરે 2.00
કૃષ્ણ ચિકિત્સાલયમાં નિદાન સારવાર સ્થળ : કૃષ્ણ ચિકિત્સાલય } સવારે 10 વાગ્યે ફ્રી આધ્યાત્મિક વિષય પર વકતવ્ય સ્થળ : પ્રણવાનંદ સંસ્કૃત ભવન } સાંજે 5.30 વાગ્યે ઓમ કારેશ્વર મહાદેવ મંદિરે આરતી સ્થળ : રૈયા સર્કલ પાસે } સવારે 6.45
યુટિલિટી ન્યૂઝ શૈક્ષણિક - જીવન માંગલ્ય ટ્રસ્ટ
સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ફ્રી સેમિનાર
રાજકોટ | જીવન માંગલ્ય ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જાણકારી આપતો નિ:શુલ્ક સેમિનાર 15 માર્ચના સવારે 9.30 થી 1 સુધી યોજાશે. મોટિવેશન, ગ્રૂપ ચર્ચા, માર્ક માઇલેજ મેળવવાની કુશળતાની માહિતી અપાશે.
આરોગ્ય - શિવ ન્યુરો ક્લિનિક
નિ:શુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ
રાજકોટ | ગ્રીન હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શિવ ન્યુરો ડાયગ્નોસ્ટિક ક્લિનિક સેન્ટર દ્વારા 11 માર્ચના નિ:શુલ્ક નિદાન કેમ્પ ઢેબર રોડ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે, શ્રીમદ્દ ભવન 36/37/38 ગ્રાઉન્ડ ફલોર પર યોજાશે.
સેમિનાર - જિલ્લા સહકારી સંઘ
શરાફી, પગારદાર મંડળીઓ માટે સેમિનાર
રાજકોટ | રાજકોટ જિલ્લા સહકારી સંઘ રાજકોટ દ્વારા શરાફી અને પગારદાર મંડળીઓના પ્રતિનિધિઓનો જિલ્લાકક્ષાનો સેમિનાર 20 માર્ચના ન્યારા, જામનગર હાઇવે, નવા ક્રિકેટ સ્ટેડિયમ સામે, શ્રીજી ગૌશાળામાં યોજાશે.
પ્રદર્શન - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ
વિવિધ રસપ્રદ પુસ્તકોનું પ્રદર્શન
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાઇબ્રેરી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં 11 માર્ચના પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન 9 માર્ચના કુલપતિ ચૌહાણના હસ્તે થયું હતું.
ધાર્મિક - રામ ગૌ સેવા મંડળ
સંતવાણીના કાર્યક્રમનું આયોજન
રાજકોટ | રામ ગૌ સેવા સંતવાણી મંડળ દ્વારા સંતવાણી, ધૂન, ભજનનો કાર્યક્રમ 12 માર્ચના રાત્રે 9.30 કલાકે 10/23 કોર્નર, કેવડાવાડીમાં યોજાશે. વનરાજગીરીબાપુ, જ્યોતિદાન ગઢવી સહિતના કલાકારો પોતાની કલા રજૂ કરશે.
રીડર્સ સ્પેસ રાજકોટના ડો.અમિત હપાણીએ અમિતાભ બચ્ચનનો તેના જેટલા જ કદનો ગ્રેટ ડેન શ્વાન સાથેનો ફોટો ફેસબુક પર શેર કર્યો છે.
સોમવાર બાદ મંગળવારે િત્રકોણબાગમાં ચાલતા નગરસેવક નરેન્દ્ર સોલંકીની ઉપવાસી છાવણીમાં સમર્થકોનો મેળાવડો જામ્યો હતો. પરંતુ બપોરે પોલીસે આ બનાવમાં કાવતરાની કલમનો ઉમેરો કર્યો હતો. બીજી બાજુ ગુરુનો આદેશ હોવાથી સોલંકીએઉપવાસી આંદોલન સમેટી લેતાં પળવારમાં છાવણી ખાલી થઇ ગઇ હતી./ પ્રકાશ રાવરાણી
ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ
શહેરના વોર્ડ નં.22ના ભાજપના મહિલા કોર્પોરેટર દમયંતીબેન રાઠોડના પતિ જગદીશભાઇ રાઠોડ પર અઠવાડિયા પૂર્વે થયેલા ખૂની હુમલામાં ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકીનું નામ ખૂલતા સોલંકીએ કોર્પોરેટર પદેથી રાજીનામું આપી, પોલીસે રૂ.10 લાખની માગ કર્યાના આક્ષેપ સાથે સોમવારે આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા હતા. જોકે મંગળવારે બપોરે સોલંકી છાવણીથી નીકળી ગયા હતા અને ગુરુના આદેશથી આંદોલનનો અંત લાવ્યાની તેના ટેકેદારો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે આરોપી નરેન્દ્ર સોલંકીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જગદીશભાઇ રાઠોડ પર તેની જ ઓફિસમાં ઘૂસી કેટલાક શખ્સોએ બેઝબોલના ધોકાથી હુમલો કરી રાઠોડની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ભક્તિનગર પોલીસે આ કેસમાં દમયંતીબેન રાઠોડની ફરિયાદ પરથી ખૂની હુમલાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને વિક્રમ રૂપા ખાંભલિયા, દોલતસિંહ ભાવસીંગ સોલંકી અને મનોજ ધીરૂ સોલંકીની ધરપકડ કરી હતી. ઘટના બની ત્યારથી જ ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી પર શંકાની સોય તકાઇ હતી અને ધરપકડ પામેલા વિક્રમ ખાંભલિયાએ વટાણા વેરી નાખ્યા હતા. નરેન્દ્ર સોલંકીના કહેવાથી જ જગદીશ રાઠોડ પર હુમલો કર્યાની કબૂલાત આપી હતી. બીજીબાજુ ખૂની હુમલામાં સંડોવણી ખૂલવાના સંકેતો મળતાં નરેન્દ્ર સોલંકીએ સોમવારે બપોરે મ્યુનિસિપલ કમિશનર નેહરાને મળી કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભક્તિનગરના પીઆઇ જે.ડી.ગઢવી તથા રાઇટર નિલેશ મકવાણાએ રૂ.10 લાખની લાંચ માગ્યાનો આક્ષેપ કરી નરેન્દ્ર સોલંકીએ બંને પોલીસ કર્મચારીઓ સામે તપાસ અને પગલાંની માગ સાથે ત્રિકોણબાગ ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. મંગળવારે બપોરે 2 વાગ્યે ફરીથી આ પ્રકરણમાં વળાંક આવ્યો હતો અને નરેન્દ્ર સોલંકી છાવણી છોડીને જતા રહ્યા હતા. ઘટના અગાઉ નરેન્દ્ર સોલંકીએ આપાગીગાના ઓટલે વિક્રમ ખાંભલિયાને બોલાવી હુમલો કરવાની સૂચના આપ્યાના પુરાવા મળતા પોલીસે નરેન્દ્ર સોલંકી સહિત ચારેય આરોપીઓ સામે કાવતરાની કલમનો ઉમેરો કર્યો હતો.
નરેન્દ્ર સોલંકીએ બે વખત આરોપી સાથે મોબાઇલમાં વાતચીત કરી’તી મહિલા કોર્પોરેટરના પતિ જગદીશભાઇ રાઠોડ પર થયેલા હુમલા બાદ હરકતમાં આવેલી પોલીસે ધરપકડ પામેલા ત્રણેય શખ્સો અને નરેન્દ્ર સોલંકીના મોબાઇલના કોલડિટેલ ચેક કર્યા હતા. જેમાં નરેન્દ્ર સોલંકી અને હુમલાખોર વચ્ચે બે વખત વાતચીત થયાનું પુરવાર થયું હતું.
ચોટીલામાંથી બેઝબોલના છાવણીમાં એકપણ રાજકીય ધોકા ખરીદ્યા હતા આગેવાન ડોકાયા નહીં જગદીશ રાઠોડ પર ખૂની હુમલો કરવાના આરોપસર ઝડપાયેલી ત્રિપુટી પૈકી મુખ્ય સૂત્રધાર વિક્રમ ખાંભલિયાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, હુમલામાં ઉપયોગમાં લેવાયેલા બેઝબોલના ધોકા પોતે ચોટીલાથી ખરીદ્યા હતા. પોલીસ આરોપીને લઇન ચોટીલા દોડી ગઇ હતી અને જે દુકાનમાંથી ધોકા ખરીદ્યા હતા તે દુકાનદારના નિવેદન નોંધ્યા હતા. વિક્રમે રૂ.120નો એક એમ રૂ.240ના બે ધોકા ખરીદ્યાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.
ભાજપમાં કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને પ્રદેશ ભાજપના બક્ષીપંચના મહામંત્રી સુધીના હોદ્દા પર અગાઉ રહેલા નરેન્દ્ર સોલંકીએ સોમવારે કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ ભ્રષ્ટાચારના વિરોધમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા, પરંતુ ઉપવાસ શરૂ થયાથી મંગળવારે બપોરે તેને સમેટી લેવાયા ત્યાં સુધી શહેર ભાજપના એકપણ આગેવાન કે કોઇપણ કોર્પોરેટરે આંદોલન છાવણીની મુલાકાત નહીં લેતાં અનેક ચર્ચા શરૂ થઇ હતી.
ગુરુના આદેશથી આમરણાંત અનશન પૂરા કરું છું : નરેન્દ્રબાપુ
પીઆઈ તથા રાઈટરે લાંચ માગ્યાના આક્ષેપ સાથે નરેન્દ્ર સોલંકી સોમવારે આમરણાંત અનસન પર બેસી ગયા હતા. પરંતુ મંગળવારે તેઓએ ઉપવાસ તોડ્યા હતા. આ અંગે નરેન્દ્ર બાપુએ ધાર્મિક પરંપરાને અનુસરીને જીવરાજબાપુએ આપેલી અાજ્ઞાનું પાલન કરીને અનશન પૂર્ણ કરું છું અને ન્યાયીક પ્રક્રિયામાં વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.
2
પીપીપીના ટેન્ડરમાં ભરાયેલા ભાવ ‘વાર’ કે ‘ચોરસ મિટર’માં? ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
મહાનગરપાલિકાની પીપીપી યોજનામાં બિલ્ડરોને ખટવતી આવાસ યોજનાનો અંતિમ નિર્ણય બુધવારે લેવાશે. આ નિર્ણયમાં જે મુખ્ય ત્રણ પ્રાઇમ લોકેશન જ્યાં દબાણ ઓછું છે આ ત્રણ લોકેશન પર ભરાયેલા ટેન્ડરના ભાવમાં ગોઠવણ થઇ છે. આ ત્રણ પ્લોટ પર આવેલા ભાવમાં ‘વાર’ લેખે છે કે ‘ચોરસમીટર’ લેખે એવો કોઇ ઉલ્લેખ થયા વગર જ ચોક્કસ બિલ્ડરને આ જમીન લહાણી કરવાનો કારસો રચાઈ ગયો છે. યોજનામાં મુખ્ય ત્રણ પ્રાઇમ લોકેશન એવા ઘૂસાડી દેવામાં આવ્યા છે કે જ્યાં બિલ્ડરોને મહેનત ઓછી અને મલાઇ વધુ એવો વહીવટ ગોઠવાયેલો છે. કાલાવડ રોડ પર આવેલા પ્રેમમંદિર પાછળ, અંબિકા ટાઉનશિપ પાછળ તેમજ જ્યાં સિમેન્ટ રોડ બનેલો છે એવા શાસ્ત્રીનગર રોડ
ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ
સોનીબજારમાં પેઢી ધરાવતા સોની વેપારીએ દુકાન નજીક આવેલા પ્લોટમાં બિલ્ડિંગ બાંધવાનું શરૂ કરતા એ વિસ્તારના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પ્રીતિબેન અને કેયૂર મસરાણીએ 21 લાખની પ્રોટેક્શન મની માગી, પ્રીતિબેને રૂ.3 લાખ પડાવ્યાની વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પંચવટી મેઇન રોડ પર રહેતા અને સોનીબજારમાં ઇશ્વરલાલ પારેખના નામે સોનાના દાગીનાનો શો રૂમ ધરાવતા ભરતભાઇ ઇશ્વરલાલ પારેખે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દુકાનની બાજુમાં તેમના નાનાભાઇ સહિતના પરિવારનો 300 વારના પ્લોટ પર બિલ્ડિંગ બનાવવાનું શરૂ કર્યું છે. ડિસેમ્બર મહિનામાં ભરતભાઇ દુકાને હતા ત્યારે કોર્પોરેટર પ્રીતિબેનનો પતિ રાજુ દેસાઇ
વિકાસ
કેયૂરે કીધું આ છેલ્લી મુદ્દત છે, નહીંતર તીર છૂટી જાશે
ભરતભાઇ પાસેથી રૂ.11 લાખ માગ્યા બાદ કેયૂર મસરાણીએ રૂ.8 લાખ નક્કી કર્યા હતા. ભરતભાઇએ કહ્યું હતું કે, મારી ભાણેજના લગ્ન પ્રસંગે અમદાવાદ અને મુંબઇ જાવ છું ત્યાંથી આવીને તમને મળીશ. 28 ફેબ્રુઆરીએ કેયૂર મસરાણી રોનક રાજાણી નામના શખ્સ સાથે દુકાને ધસી ગયો હતો અને કહ્યું હતું કે, ચારેક દિવસમાં પૈસા આપી જાજો, આ છેલ્લી મુદ્દત છે, નહીંતર મારું તીર છૂટી જાશે પછી કહેતા નહીં.
દુકાને પહોંચ્યો હતો અને મને ઘરે આવીને મળી જજો તેમ કહી જતો રહ્યો હતો. એ સાંજે ભરતભાઇ રાજુના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં પ્રીતિબેન પણ હાજર હતા અને પતિપત્નીએ તમે અમારા વોર્ડમાં બિલ્ડિંગ બનાવો છો, જાજા પૈસા કમાશો તો તમારે અમને પણ પૈસા આપવા પડે તેમ કહી બંનેએ રૂ.10 લાખની માગ કરીને રૂ.6 લાખ આપવાનું ફાઇનલ થયું હતું અને રૂ.3 લાખ તાત્કાલિક અને બાકીના કામ પૂરું થયા બાદ ચૂકવવાનું કહ્યું હતું અને
એજ સાંજે કોર્પોરેટર દંપતીએ રૂ.3 લાખ ભરતભાઇ પાસેથી મેળવ્યા હતા. દોઢ મહિના બાદ બે શખ્સ ભરતભાઇની ઓફિસે પહોંચ્યા હતા અને કોર્પોરેટર કેયૂર મસરાણીની મળી જાજો તેમ કહી જતા રહ્યા હતા. રાત્રે ભરતભાઇ કેયૂરની ઓફિસે પહોંચ્યા હતા ત્યારે કેયૂરે પણ બિલ્ડિંગ બનાવો છો તેમ કહી રૂ.11 લાખની માગ કરી હતી. આ અંગે ગુનો નોંધી પોલીસે કોંગ્રેસી નગરસેવકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
હેલ્થ રિપોર્ટર. રાજકોટ
રાજકોટની હોસ્પિટલમાં ઉપલેટા અને લતીપરના મહિલાના મંગળવારે મોત નીપજ્યા હતા, તેમજ વધુ 32 દર્દીના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઉપલેટામાં રહેતા ખેરૂનબેન હનીફભાઇ નામના 40 વર્ષના મહિલા શરદી-તાવમાં પટકાયા બાદ સ્વાઇન ફ્લૂની શંકાએ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબો દ્વારા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સોમવારે મધરાત્રિના ખેરૂનબેનનું મોત નીપજ્યું હતું તેમજ ધ્રોલના લતીપર ગામના 42 વર્ષના મહિલા પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ
માટે 27 મિલકતો સીલ કરી એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર. રાજકોટ
મનપાની ટેક્સ બ્રાન્ચે મંગળવારે યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને ઉપલા કાંઠે વધુ 27 મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઝોન કચેરીના આસિસ્ટન્ટ કમિશનર હરેશ કગથરાની સૂચનાના પગલે મંગળવારે વોર્ડ નં. 9, 22 અને 19માં ગોંડલ રોડ, ઢેબર રોડ, અટિકા અને મનહર પ્લોટ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી 12 મિલકતો સીલ કરી દીધી હતી તેમજ રૂ.10 લાખના વેરાની સ્થળ પર જ વસૂલાત કરી હતી. ઇસ્ટ ઝોનમાં પેડક રોડ, કુવાડવા રોડ, પારેવડી ચોક, મોરબી રોડ, આરટીઓ કચેરી પાસે અને માર્કેટયાર્ડ સહિતના વિસ્તારોમાં આસિસ્ટન્ટ કમિશનર વાસંતીબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વધુ 13 મિલકતો સીલ કરાઇ હતી. તેમજ વેસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુકની સૂચના મુજબ કાલાવડ રોડ પર જયદર્શન કોમ્પ્લેક્સમાં એક મિલકત અને યુનિવર્સિટી રોડ પર નટરાજ કોમ્પ્લેક્સમાં એક મિલકત સીલ કરી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત વિજય નહેરાએ વેરા વસૂલાત માટે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 700 પ્રોપર્ટી સીલ કરી દઇ નવો રેકર્ડ બનાવ્યો છે. કમિશનર નહેરાએ 38 નળ કનેક્શન કપાત કરવા ઉપરાંત 55 મિલકતોની હરાજી કરવામાં આવી છે જેમાંથી 12 મિલકતોનું વેચાણ કરવામાં આવ્યું છે.
વિદેશમાં 84 બિલિયન ડોલરના વેપારની સૌરાષ્ટ્રને તક
સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગપતિ પાસે પૂરતી માહિતી નહીં હોવાથી પોતાના વ્યવસાયનો વિસ્તરણ કરી શકતા નથી, ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને ઇન્ડો આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે આફ્રિકાના 52 દેશોમાં વેપાર ઉદ્યોગના 84 બિલિયન ડોલરના વેપારની તક અંગે કરાર થયા છે. વેપાર ઉદ્યોગ મહામંડળ સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે આફ્રિકન દેશમાં અનેક તક છે. આ અંગે ઇન્ડો આફ્રિકન ચેમ્બર દ્વારા માહિતી મહામંડળને આપવામાં આવી છે. ટૂંક સમયમાં એક ઉચ્ચકક્ષાનું પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે અને સૌરાષ્ટ્ર - કચ્છના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નિકાસકારો, ડોક્ટરો, બિલ્ડરો અને સેવા ક્ષેત્રના લોકો સાથે મિટિંગનું આયોજન
કરવામાં આવ્યું છે. વેપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું હતું કે, આગામી મે અથવા જૂન માસમાં આફ્રિકન દેશના પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્રમાં આવશે અને તેઓ ઉદ્યોગની મુલાકાતે પણ જશે અને પોતાના દેશમાં શું શું જરૂરિયાતો છે. તે અંગે ચર્ચા કરશે દ્વિપક્ષીય વેપાર વિકાસ માટેની આ પ્રક્રિયા માટે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓનું મંડળ પણ
આફ્રિકન દેશોની મુલાકાત માટે જશે અને માહિતીની આપ લે કરશે. આફ્રિકન દેશોમાં એગ્રિકલ્ચરમાં 92 પ્રોજેક્ટમાં 3040 યુએસ મિલિયન ડોલર, સ્કીલ અને કેપેસીટી ડેવલપમેન્ટના 13 પ્રોજેક્ટમાં 679 મિલિયન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 270 પ્રોજેક્ટમાં 65434 મિલિયન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના 8 પ્રોજેક્ટમાં 1357 મિલિયન, મેન્યુફેક્ચરિંગના 17 પ્રોજેક્ટમાં 501 મિલિયન, માઇનિંગના 33 પ્રોજેક્ટમાં 2645 મિલિયન, હેલ્થ એન્ડ ફાર્માના 27 પ્રોજેક્ટમાં 508 મિલિયન, પાવર એન્ડ એનર્જીના 42 પ્રોજેક્ટમાં 1282 મિલિયન, ટેલિકોમના 4 પ્રોજેક્ટના 288 મિલિયન, ટુરીઝમના 15 પ્રોજેક્ટમાં 65 મિલિયન ડોલર સહિતના અનેક પ્રોજેક્ટમાં આફ્રિકન દેશમાં વેપારની તક છે.
પરના લોકેશન પર બિલ્ડરે જે ભાવ ભર્યા છે તેમાં ભાવ ‘વાર’ લેખે છે કે ‘ચોરસમીટર’ એવો કોઇ ઉલ્લેખ કરાયો નથી. નિષ્ણાતોએ કરેલા સરવે મુજબ કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાછળના લોકેશન પર બિલ્ડરને બાંધકામ સહિતનો તમામ ખર્ચ બાદ કરતા રૂ.158 કરોડની ચોખ્ખી જમીન, અંબિકા ટાઉનશિપ પાસે રૂ.93.64 કરોડની ખુલ્લી જમીન, જ્યારે શાસ્ત્રીનગર પાસે રૂ.169.32 કરોડની ચોખ્ખી જમીન મળશે. તેના પર બાંધકામ કરી વેચાણ કર્યા બાદ નફો મળે એ કરોડોનો અલગ.
રાજકોટમાં સ્વાઇન ફ્લૂ વધુ બે મહિલાને ભરખી ગયો
52 આફ્રિકન દેશોમાં 549 પ્રોજેક્ટ માટે ઇન્ડો આફ્રિકન ચેમ્બર અને વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્ચે રાજકોટમાં થયા કરાર
બિઝનેસ રિપોર્ટર. રાજકોટ
જે ત્રણ પ્રાઇમ લોકેશન કલેક્ટર હસ્તકના એટલે કે સરકારી જમીન છે. મનપા અને તેના શાસકો ઉપર સીધો કોઈ આક્ષેપ ન થાય તેવી ગોઠવણ કરાઈ છે.
સ્વાઇન ફ્લૂ વોર્ડમાં 50 દર્દી, વધુ 32 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ
કોર્પોરેટર પ્રીતિબેને તો ~ 3 લાખ પડાવી લીધા, મસરાણીએ પણ 11 લાખ માગ્યાં મનપાએ બાકી વેરા વસૂલાત
કોંગ્રેસના બે કોર્પોરેટરે બિલ્ડર પાસેથી ~ 21 લાખની પ્રોટેક્શન મની માગી
મનપાને છાંટા ન ઉડે એવી ગોઠવણ
ક્યા દેશમાં વેપારની વધુ તક
આફ્રિકાના 52 દેશમાંથી સૌથી વધુ તક સાઉથ આફ્રિકા, તાન્ઝાનિયા, સુદાન, યુગાન્ડા, કોંગો, ઝિબિયા, ઝીમ્બાબ્વે, નાઇજીરિયા, લેસોઢા, કેમરુન સહિતના દેશોમાં સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને તક છે. સૌથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર - એન્જિ. અને એગ્રિકલ્ચર ક્ષેત્રના વ્યવસાયને છે.
જામનગરમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક મોત
જામનગરમાં મંગળવારે સાત પોઝિટિવ દર્દીઓ અને 2 શંકાસ્પદ દર્દીઓને સ્વાઇન ફ્લૂના વોર્ડમાં દાખલ કરાયા હતા.જ્યારે ધ્રોલ પંથકના વૃધ્ધનું મોત થયું હતું. જામનગરમાં 31 દર્દીઓ દાખલ છે. જેમાં 29 ના રિપોર્ટ પોઝિટિવ છે.
હતો. આ મહિલાનું પણ મંગળવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી લેબોરેટરીમાં મંગળવારે જુદા-જુદા સ્થળેથી 38 દર્દીના સ્વાઇન ફ્લૂની શંકાએ લોહી-કફના નમૂના પૃથક્કરણ અર્થે આવ્યા હતા. જેમાંથી 32નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ન્યૂઝ ઈન બોક્સ
રાજકોટમાં પાટા ઓળંગી રહેલા જામનગરના પ્રૌઢનું ટ્રેનની ઠોકરે મોત રાજકોટ | રાજકોટ રેલવે સ્ટેશનમાં પાર્સલ ઓફિસ સામે પાટા ઓળંગી રહેલા પ્રૌઢ ટ્રેનની ઠોકરે ચડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે તપાસ શરૂ કરતા મૃતક જામનગરમાં શંકર ટેકરી પાસે રહેતા રવજીભાઇ વિરમભાઇ ગમારા (ઉ.વ.50) હોવાનું ખુલ્યું હતું.
2000 કિલોના સ્ટીલના બનેલા બુધ્ધ ઔર ઉનકા ધમ્મગ્રંથનું વિમોચન થશે
રાજકોટ | સર્જન સાથે વિશ્વના સૌથી મોટાગ્રંથ તરીકે ગણના પામેલા 2000 કિલો વજનના અને સ્ટીલના પેજના બનેલા બુધ્ધ ઔર ઉનકા ધમ્મગ્રંથનું વિમોચન 18 માર્ચે જીઆઇડીસી ગ્રાઉન્ડ આગ્રા ખાતે થશે. આ ગ્રંથ સ્ટેનલેસ સ્ટીલનો બનેલો છે. તેમ કુમારભાઇ બૌધ્ધે જણાવ્યું હતું.
કોટડા નાયાણીના યુવાને ઝેર ગટગટાવીને જીવતર ટૂંકાવી લીધું
રાજકોટ | વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા બલભદ્રસિંહ સહદેવસિંહ જાડેજા (ઉ.વ.30)એ સોમવારે રાત્રે પોતાની વાડીએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
દારૂ પીવાની કુટેવથી કંટાળીને આધેડે ઝેર પી જીવનલીલા સંકેલી
રાજકોટ | આજીડેમ પાસેના ભારતનગરમાં રહેતા રાયધન વાલજીભાઇ ગળવા નામના પ્રૌઢે સોમવારે સાંજે ઘરે ઝેરી દવા પી લેતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું. રાયધનભાઇને દારૂ પીવાની કુટેવ હતી. દારૂની કુટેવથી કંટાળી પગલું ભરી લીધું હતું.
સરકારી કર્મચારીઓ કોઇપણ રમાંથી પોસ્ટ વીમો ભરી શકશે આ ઉદ્યોગ માટે આફ્રિકન દેશોને રસ શહે રાજકોટ | રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના 84 બિલિયન ડોલર વ્યવસાયની તક આફ્રિકન દેશમાં છે. જેમાં એગ્રો ટેક્નોલોજી, ફૂડ પ્રોસેસિંગ, કેટલ - અેનિમલ, વોટર, ફિશરીઝ, વેસ્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન, કમ્પ્યૂટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર, સિક્યુરિટી, મેનેજમેન્ટ, પ્રિન્ટિંગ સહિતના ઉદ્યોગને તક છે.
કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓ કોઇપણ શહેરમાંથી પોતાનો પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ ભરી શકે છે. સાથોસાથ તમામ વીમાધારકો દેશના કોઇપણ શહેરમાંથી ઓનલાઇન પોતાનું પ્રિમિયમ ભરી શકે. તે સિસ્ટમ કાર્યરત કરવા પોસ્ટ વિભાગે કવાયત હાથ ધરી છે.