પોલિટૂન થોભી જા મારી પ્રિયે તને કોઇએ ખોટંુ કહ્યું છે કે ‘શરદ યાદવ’ મારો ખાસ મિત્ર છે!
કમઠાણ | બટાકાના ગગડતા ભાવ-સંગ્રહની અપૂરતી સુવિધાથી કફોડી હાલત
કોલ્ડ સ્ટોરેજવાળાઓએ સિન્ડિકેટ રચી સ્ટોરેજના ભાડાં વધારતાં ખેડૂતો બફાયાં વિધાનસભા ડાયરી
મિત્ર ધારાસભ્યને ઠપકો, ‘તમે નાસ્તો કરી આવ્યા, હું રાહ જોતો રહી ગયો’
વિ
ધાનસભા ગૃહમાં રિસેસ પડે એટલે ધારાસભ્યો નાસ્તો કરવા માટે જાય છે અને આ માટે મિત્ર ધારાસભ્યો સાથે જતા હોય છે. કયારેક એવુ બને કે ધારાસભ્ય રાહ જોતા હોય ત્યાં બીજો મિત્ર ધારાસભ્ય નાસ્તો કોઇ અન્ય સાથે કરી લેતા હોય છે. કેટલાક દિવસથી એવી ઘટનાઓ બને છે કે ધારાસભ્યો એક બીજાની રાહ જોતા હોય ત્યાં તેનો મિત્ર ધારાસભ્ય નાસ્તો કે જમવા જઇ આવ્યો હોય. માણસ ગમે તેટલો મોટો થાય કે મહાન થાય પણ તેનો સ્વભાવ કે ટેવ છૂટે નહીં, એક ધારાસભ્ય નાસ્તો કરવા ધારાસભ્યની રાહ જોતા હતા, તેમને નાસ્તો કરીને આવતા ધારાસભ્યએ બોલ્યા હું તમારી રાહ જોતો હતો.
બીજા ‘બાપુ’ કહેવાતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નવું નામ ‘બાપુસાહેબ’
મં
ત્રીમંડળમાં કોઇને વ્યકિત ભૂપેન્દ્રસિંહની કાર્યાલયમાં મળીને આવે અને તેને પૂછો કે કયાં ગયા હતા , તો તે ભાગ્યે જ કહેશે કે ભૂપેન્દ્રસિંહના કાર્યાલયમાં, મોટાભાગે જવાબ બાપુ પાસે ગ્યા હતા તેવો જ આવે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ એમ બંને મોટા પક્ષો પાસે એક એક બાપુ છે. કોંગ્રેસ પાસે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને ભાજપ પાસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. આ બંનેને તેમના પક્ષના મોટાભાગના કાર્યકરો, નેતાઓ બાપુથી સંબોધન કરતા હશે, પણ આજે વિધાનસભામાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ બોટાદની સ્કૂલની બિલ્ડરોને તોડી પાડવાની રજૂઆત વખતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બાપુ સાહેબને કહીને સંબોધતા સભ્યો પણ આ નવા નામથી નવાઈ પામી ગયા હતા. વળી, તેમણે એક વખત, બે વખત નહીં પણ કેટલીય વખત બાપુ સાહેબ, બાપુ સાહેબ કહીને સંબોધ્યા હતા.
ગૃહમાં મોબાઇલ પર વાત કરતા અધિકારીઓને અધ્યક્ષની તાકીદ
સ
મયે વિધાનસભા ગૃહમાં મોબાઇલ ફોન પર વાત કરવા પર પ્રતિબંધ છે તેમછતાં અધિકારી ગેલેરીમાં બેસતા કેટલાક અધિકારીઓ દ્વારા મોબાઇલ પર વાત કરવામાં આવે છે. આ બાબતની અધ્યક્ષ ગણપત વસાવાએ ગંભીર નોંધ લીધી હતી. અધ્યક્ષે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અધિકારી ગેલેરીમાં બેસતા કેટલાક અધિકારીઓ મોબાઇલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત રહે છે. પાણી પણ પીવે છે. ઔચિત્યની દ્રષ્ટિએ આ બાબત યોગ્ય નથી. જેથી અધિકારીઓને તાકીદ કરું છું કે, તેઓ નિયમોનું પાલન કરે.
એકસરખા બે પ્રશ્નના જવાબમાં વિસંગતતા બદલ આરોગ્યમંત્રીને તાકીદ
પ્ર
શ્નોત્તરીમાં બે એકસરખા પ્રશ્નના જવાબમાં વિસંગતતાઓ હોવા અંગે ગત 12મી માર્ચે વિપક્ષના સભ્ય શક્તિસિંહ ગોહિલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. જેનું રૂલિંગ આપતા અધ્યક્ષ ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વડોદરામાં ટીશ્યુ કલ્ચર લેબોરેટરી અંગેના બે સરખા પ્રશ્નો પૈકી એકના જવાબમાં એક વર્ષની સમય મર્યાદા હતી જ્યારે બીજા જવાબમાં એક વર્ષ કરતા વધુની સમય મર્યાદા હતી જેથી તેમાં વિસંગતતા હોય તે માની શકાય તેમ છે તેથી પોઇન્ટ ઓફ ઓર્ડરનો અસ્વીકાર કરું છું. જ્યારે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ સહિતના રોગચાળાના પ્રશ્નના જવાબમાં વિસંગતતાઓ અંગેના પોઇન્ટ ઓફ ઓર્ડરનો સ્વીકાર કરું છું તેમજ સંબંધિત મંત્રીને જવાબમાં પૂરતી કાળજી રાખવા અને ફરી આવું ન થાય તે જોવા માટે જણાવું છું.
શક્તિસિંહને ટોણો માર્યો, ‘આઇએમ સમથિંગ બટ યુ આર નથિંગ’
પ્ર
શ્નોત્તરી કાળમાં સભ્ય ગેરહાજર હોવા છતાં તેમના પ્રશ્નનો જવાબ આપવાનો આગ્રહ રાખીને કોંગ્રેસના સભ્ય શક્તિસિંહ ગોહિલે અધ્યક્ષ સામે ભારે દલીલો કરી હતી અને શાસકપક્ષના સભ્યો તેમજ મંત્રીઓએ ઉગ્ર વિરોધ કરતા માહોલ ગરમાઇ ગયો હતો. શક્તિસિંહ ગોહિલને ઘેરવા માટે ભાજપના વિભાવરી દવે અને અને અન્ય મહિલા સભ્યો તેમજ અન્ય સભ્યોએ ‘આઇએમ સમથિંગ બટ યુઆર નથિંંગ’ના સૂત્રોચ્ચારો કર્યા હતા. થોડા દિવસો પહેલા શક્તિસિંહ ગોહિલે ‘હિરોઇન જેવા દેખાતા કેટલાક લોકો’ એવો ઉલ્લેખ કર્યા બાદ વિભાવરી દવેએ પણ સામે ‘આઇ એમ સમથિંગ’ સમજતા કેટલાક લોકો એવો ઉલ્લેખ કર્યો હતો.
4
¾, રાજકોટ, બુધવાર, 18 માર્ચ, 2015
ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો
સાબરકાંઠા-અરવલ્લીમાં 29 કોલ્ડ સ્ટોરેજ : 80 ટકા સ્ટોરેજ હાઉસફુલ
ભાસ્કર ન્યૂઝ.મોડાસા-ડીસા
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં બટાકાનું વાવેતર ગત વર્ષની તુલનામાં 25 ટકા વધ્યું છે. ત્યારે બટાકાના ગગડતા જતા ભાવ અને માલ સંગ્રહની અપૂરતી સગવડથી બટાકાનો પાક રસ્તે રઝળતો થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. ખેતીવાડી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે 21400 હેકટર જમીનમાં વાવેતર થયું છે. પરંતુ બટાકાના ભાવ તળિયે જતાં ખેડૂતોને મસમોટુ નુકસાન વેઠવાનો વારો આવી રહયો છ. બંને જિલ્લામાં નજર કરો ત્યાં ખેતરોને ખેતરોના સેઢાઓ ઉપર બટાકાના ઢગ ખડકાઇ ગયા છે. કિસાન સંઘ મોડાસા એકમના પ્રમુખ જગદીશભાઇ પટેલના જણાવ્યા મુજબ, બટાકાના પોષણક્ષમ ભાવ મળતા નથી, કોઇ ખરીદનાર પણ નથી. ખેડૂતોને પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવો છે પરંતુ કોલ્ડ સ્ટોરેજવાળા હાથ દેવા દેતા નથી.
જિલ્લા બાગાયતી વિભાગના નાયબ નિયામક જે.કે. પટેલના જણાવ્યા મુજબ, સા.કાં. જિલ્લામાં 11 અને અરવલ્લી જિલ્લામાં 18 મળી કુલ 29 કોલ્ડ સ્ટોરેજ છે. આ કોલ્ડ સ્ટોરેજોમાં 80 ટકા જથ્થો આજદિન સુધીમાં સ્ટોર કરી દેવાયો છે. જિલ્લામાં નવા કોલ્ડ સ્ટોરેજ માટે 20થી વધુ અરજીઓ આવેલી છે. ત્યારે આવતાં વર્ષે સંગ્રહની સમસ્યા નહીં નડે તેવો આશાવાદ પ્રગટ કર્યો હતો.
સરકાર ટેકાના ભાવ જાહેર કરે, ચાલુ વર્ષના વિજ બિલ -કૃષિ ધિરાણમાં માફી આપવી જોઇએ. અગાઉ અનેક સરકારોએ માફી આપેલી છે.’ > વિરચંદજી ઠાકોર, ભોયણ
1 વીઘે માત્ર 15 હજારનું મળતર
કિરીટભાઇ પટેલ નામના ખેડૂતે જણાવ્યું અમે એક વીઘામાં 35 હજારના ખર્ચે બટાકા વાવ્યા હતા. તૈયાર માલ વેચવા જતાં આજના ભાવે રૂ.15 હજાર મળતર મળે છે. બટાકા કાઢવાની મજૂરી એક કટ્ટાનો રૂ.20 ભાવ મળી મજૂરી જ વધી જતાં બટાકા કાઢવાનું જ માંડી વાળ્યું છે.
નિકાસ સબસિડીની જાહેરાત કરાઈ
જાન્યુ.માં સ્ટોરેજ કરવા જણાવ્યું હતું
^
અમોએ જાન્યુઆરી માસમાં જ પંથકના ખેડૂતોને માલ સ્ટોરેજ કરવા બુકીંગ માટે જણાવ્યું હતું. ગગડેલા ભાવની સ્થિતિ ચિંતાજનક છે. > અશ્વિન પટેલ, કોલ્ડ સ્ટોરેજના માલિક
સરકારે ટેકાના ભાવ જાહેર કરવા જોઇએ
^
રૂા. 120 પ્રતિમણના ભાવે તો ખેડૂતોને મૂડી થાય છે. જેથી સરકારે રૂા. 120 નો ઓછામાં ઓછો ટેકાનો ભાવ જાહેર કરે તો જ ખેડૂતો બચી શકશે.’ > રમેશભાઇ માળી, રાણપુર
કૃષિ ધિરાણ-વીજ બિલમાં માફી આપે
^
ઉગ્ર દલીલો, શોરબકોરથી ગૃહમાં ઉશ્કેરાટ
પ્રશ્ન પૂછનારની ગેરહાજરીના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાફડી ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રશ્ન નંબર આઠ પૂછવાનો ક્રમ આવ્યો હતો, પણ આ પ્રશ્ન પૂછનાર જામજોધપુરના ભાજપના ધારાસભ્ય ચીમન સાપરીયા ગેરહાજર રહેતા પ્રજા માટે સંવેદનશીલ ગણાતા પ્રશ્નનો જવાબ મંત્રીએ આપવો જોઇએ તેવી માગણી શકિતસિંહ ગોિહલે કરી હતી. તેમની આવી લાગણી પ્રશ્નોત્તરી દરમિયાન મંજૂર કરી શકાય નહીં અને આવી માગણી સ્વીકારીનેે નવી કોઇ પ્રથાનો દાખલો ગાંધીનગર તેઓ બેસાડવા માગતા નથી તેવો પ્રત્યુત્તર અધ્યક્ષે આપીને માગણીનો અસ્વીકાર કર્યો હતો. આમછતાં શકિતસિંહે પ્રજાના હિતમાં ભૂતકાળમાં આવી માગણી સ્વીકારાઇ છે તેવી ધારદાર દલીલ કરતા ભાજપ-કોંગ્રેસના સભ્યો સામસામી દલીલો અને ઊહાપોહ કરવા લાગ્યા હતા. એક તબક્કે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ દરમિયાનગીરી કરી હતી, પણ અધ્યક્ષે માગણી સ્વીકારી ન હતી. આથી ગૃહમાં વાતાવરણ કોલાહલભર્યુ થઇ ગયુ હતું. ભાજપની મહિલા ધારાસભ્યોએ પણ હુરિયો બોલાવ્યો હતો. છેવટે ગૃહમાં ઉગ્ર દલીલ કરતા શકિતસિંહને બેસી જવાનો આગ્રહ અધ્યક્ષે કરતા મામલો થાળે પડ્યો હતો.
શકિતસિંહ આપ વિદ્વાન છો : અધ્યક્ષનો કટાક્ષ
શકિતસિંહ માટે આજનો દિવસ ઘેરાવાનો હતો. ભાજપના મહિલા ધારાસભ્યો સહિતના સભ્યોએ તેમને ટારગેટ કરીને તેમના પર શાબ્દિક પ્રહાર કર્યા પછી અધ્યક્ષે પણ શકિતસિંહ આપ વિદ્વાન છો તેવો વારંવાર ઉલ્લેખ કરીને તેમને ગૃહમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી. એક તબક્કે તો અધ્યક્ષે તેમને આપ આજે ખૂબ વિવેક ચૂકી રહ્યા છો તેમ કહેવું પડ્યુ હતું.
વીડિયો ફૂટેજ જોઇ કાર્યવાહી કરવા માગ કરાઇ
અધ્યક્ષે રૂલિંગ આપ્યા પછી શકિતસિંહે દલીલ કરતા કાયદા મંત્રી પ્રદીપસિંહે અધ્યક્ષને કહ્યું હતું કે શકિતસિંહ તમારી સામે લાંબા ટૂંકા હાથ, અનુમતી ન આપવા છતા દલીલ કરવી આ બાબત અસંસદીય છે અને અધ્યક્ષના આદેશનુું અવમાન થાય છે. આથી વીડિયો ફૂટેજ જોઇને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી મંત્રીએ કરી હતી.
ગાંધીનગર : બટાકાના તળિયે ગયેલા ભાવોને નિયંત્રણમાં લેવા સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એપીએમસીમાં માન્ય વેપારીઓને રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાના રાજ્ય બહાર નિકાસ માટે પ્રતિ મેટ્રિકટન 750 રૂપિયા અને રેલ મારફતે નિકાસ ઉપર પ્રતિ મેટ્રિક ટન મહત્તમ 1150 રૂપિયાની ટ્રાન્સપોર્ટ સબસિડી અપાશે તેવી કૃષિમંત્રી બાબુ બોખીરિયાએ ગૃહમાં જાહેરાત કરી હતી.
મનરેગા કૌભાંડ નિવૃત્ત ટીડીઓ સહિત 3ની ધરપકડ
હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના મનરેગા કૌભાંડની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થયેલી તપાસ બાદ કેટલાક સરકારી અધિકારીઓ- ખાનગી એજન્સીઓ તેમજ એનજીઓના સંચાલકો વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં ગુનો દાખલ કરાયો હતો. જે સંદર્ભમાં પોલીસે નિવૃત ટીડીઓ એમ.એમ.પ્રજાપતિ અને બે પ્રિ ઓડીટર સહિત ત્રણ જણાની સોમવારે હિમતનગરમાંથી ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો હતો. ચાલુ વિધાનસભા સત્રમાં પણ મનરેગા કૌભાંડ ગાજયું હતું.
નજીકના કોલબ્લોકમાંથી કોલસો મળતા
ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડાનો ઊર્જા મંત્રીએ સંકેત આપ્યો ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગુજરાતને વધુ 12 લાખ મેટ્રિક ટન કોલસો નજીકના કોલ ફિલ્ડમાંથી ગાંધીનગર આપવાનું સૂચિત થવાને કારણે રાજ્યના વીજ ગ્રાહકોને નજીકના ભવિષ્યમાં ફ્યૂઅલ સરચાર્જમાં રાહત મળે તેવા સંકેત ઊર્જામંત્રી સૌરભ પટેલે આપ્યા છે. વીજગ્રાહકોને વીજબિલમાં માફી આપવા માંગો છો કે કેમ તેવા વિપક્ષના દંડક
સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકાનો પ્રશ્ન ઉઠાવ્યો
રાજ્યસભામાં ગુજરાતની રેલવે અંગેના મુદ્દાની ચર્ચા ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
રાજ્યસભામાં ઝારખંડના સાંસદ પરિમલ નથવાણીએ સંસદના પ્રવર્તમાન સત્રમાં ગુજરાત અને ઝારખંડ સંબંધિત રેલવેના પડતર મૂદ્દાઓને ઉઠાવ્યા છે. રાજ્યસભામાં ગાંધીનગર પરિમલ નથવાણીએ જણાવ્યું કે ‘ઝારખંડ મારી કર્મભૂમિ છે જ્યારે ગુજરાત મારું વતન છે આથી હું બન્ને રાજ્યોની માંગણી ગૃહ સમક્ષ રજુ કરીશ.’ રેલવેને આ પરિસ્થિતિમાંથી બહાર
ભાવનગર - અમદાવાદ હાઇવે પર મંગળવારે સવારે 8 વાગ્યે ભાવનગરથી નલીયા જતી એસ.ટી. બસને પાછળથી આવતી એક ખાનગી લકઝરી બસે ટક્કર મારતા એસ.ટી. બસ પલ્ટી જતા તેમાં મુસાફરી કરતા આઠ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ભાવનગરથી નલીયા જતી એસ.ટી. મંગળવારે સવારે વલ્લભીપુર પહોંચી તે વખતે પાછળથી આવતી મીની લકઝરી બસે બેફિકરાઇથી ચલાવી એસ.ટી. બસને પાછળથી ટક્કર મારતા બસ રોડ સાઇડમાં ગુલાંટ મારી હતી. આ અંગે એસ.ટી. બસના ચાલક ધમીરસિંહ બારીયાએ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી./ ભાસ્કર
સુરતની હીરા પેઢીમાં ચોરીના કેસમાં 48 કલાક બાદ પણ પોલીસ ઠેરને ઠેર ક્રાઇમ રિપોર્ટર.સુરત
સુરતના ઉઘોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાની કતારગામ સ્થિત રામકૃષ્ણ એક્ષ્પોર્ટ નામની ડાયમંડ કંપનીમાંથી સાગર સુરત કપૂરીયા નામનો કર્મચારી રૂ 3 કરોડના રફ હીરાનો માલ લઇને ભાગી છૂટયો હતો. જે બનાવ અંગે કતારગામ પોલીસ મથકમાં સાગર વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ
નોંધાય છે. બનાવમાં પોલીસની ત્રણ ટીમ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી રહી છે. પોલીસની એક ટીમ રાજકોટ તથા અન્ય ટીમ મુંબઇ તપાસ અર્થે જવા રવાના થઇ ગઇ છે. તો બીજી તરફ પોલીસની એક ટીમે સુરત રેલ્વે સ્ટેશનના, કંટ્રોલ રૂમના તથા ઘટના સ્થળની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ હાથ ધરી હતી.
પુરવઠાનું ગણિત
જ્યોતિ લિ. ટેકઓવર કરવા આવેલા ભરત પટેલનો ઘેરાવો કરવામાં આવ્યો ભાસ્કર ન્યૂઝ . વડોદરા
વડોદરાની જાણીતી કંપની જ્યોતિ લી.ના હોસ્ટાઈલ ટેકઓવર માટે મંગળવારે મળનાર વડોદરા ઈજીએમ પૂર્વે જ ધાંધલ ધમાલના દ્રશ્યો સર્જાયા હતા. જ્યોતિ લી.ના શેરધારકો અને કર્મચારીઅોએ એક્સપ્રેસ હોટલમાં પ્રવેશી ભરત પટેલ વિરૂધ્ધ સુત્રોચાર
પાટણ : વિવાદોમાં સપડાયેલા રહેતાં ર્ડા.આદેશ પાલના ડાયસપોરાના બે પુસ્તક પ્રકાશનનું સો ટકા ચૂકવણું કર્યાના છ વર્ષ પછી પણ પ્રકાશિત કરતાં ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પોલીસ બંદોબસ્ત સવારે મિટીંગ મળી જ નથી. પાટણ ન થતાં ઉત્તર ગુજરાત વચ્ચે ભરત પટેલને બહાર લાવવાની યુનિ.એ સસ્પેન્ડ કર્યા જે મિટીંગ મળી નથી તે મુલત્વી ફરજ પડી હતી. જ્યાં પણ શેરધારક કેવી રીતે અને કોની હાજરીમાં હતા. સસ્પેન્ડ કર્યાના 10 દિવસમાં અને કર્મચારીના ટોળાએ ભરત જાહેર કરાઈ. જેથી ફરી નોટીસ પ્રકાશિત થઇને બીજી કારોબારીની પટેલનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ આપી બોલાવવી પડે છે. ભરત બેઠકના એક દિવસ પહેલા સોમવારે કરતાં માહોલ તંગ બન્યો હતો. જોકે પટેલ શેરહોલ્ડર્સને આ અંગે અમને કુલપતિની ચેમ્બરમાં પુસ્તક ભરત પટેલે ટોળાનો રોષ પારખી ગેરમાર્ગે દોરી રહ્યા છે. પહોંચાડી દેવાતા પુસ્તક પ્રકરણ ફરી > પ્રફુલ્લ પટેલ, શેરહોલ્ડર ગરમાયો છે. બેઠક મુલત્વી રાખી હતી.
શેરહોલ્ડર્સને ગેરમાર્ગે દોરે છે
^
ખેડૂતો ખેતરમાંથી શાક કાઢીને બજારમાં ઠાલવતા હોવાથી હાલ બજારમાં માલનો રીતસર ભરાવો
માવઠાને કારણે શાકભાજીના ભાવ ગગડ્યા ભૌમિક શુક્લ . અમદાવાદ
@bhaumik1990
દેશભરમાં પડેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં માતબર ઘટાડો થઇ ગયો છેે. ખેતરોમાં અને ગોડાઉનમાં પડી રહેલા શાકભાજી બગડી જવાની બીકે ખેડૂતોએ બજારમાં ઠાલવી દેતા સામાન્યરીતે 40થી 50 રૂપિયે કિલો વેચાતું શાક હોલસેલ માર્કેટમાં 10 રૂપિયે ખરીદવા પણ કોઇ તૈયાર નથી. વેપારીઓને આ પરિસ્થિતિને કારણે
બખ્ખા થઇ ગયા છે અને ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. પ્રાંતીજ તાલુકાથી કોબીજ અને ફ્લાવર મધ્ય ગુજરાતમાંથી ગવાર, ભીંડા, પરવળ અને મરચા વગેરે આવે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જમાલપુરના જનરલ સેક્રેટરી અહેમદભાઇ પટેલે કહ્યું કે કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. જે શાકભાજી 50થી 60 રૂપિયે કિલો પહેલા વેચાતા હતાં તેના ભાવ 50
ટકાથી વધુ ગગડી ગયા છે. ડીસા અને તેની આસપાસના વિસ્તારોમાં બટાકાનું 100 ટકા કરતા પણ વધુ ઉત્પાદન થતું હોવાથી તેના ભાવમાં પણ ખૂબ ઘટાડો થઇ જતા બટાકા ખેડૂતોને રસ્તા પર ફેંકી દેવા પડે છે. લાંબા ગાળે કમોસમી વરસાદ થવાથી શાકભાજીના આવકમાં લગભગ 30થી 40 ટકા વધારો જોવા મળશે. શાકભાજી નવા ઊગતા 90 દિવસ થાય માર્કેટમાં ભાવ વધવાની સંભાવના રહેલી છે.
લાવવા માટે રેલવે ટેરીફ રેગ્યુલેટરી કમિશન રચવાનો અનુરોધ કર્યો હતો. નથવાણીએ જણાવ્યું કે ‘દ્વારકા દેશનાં ચાર પવિત્ર યાત્રાધામોમાં સ્થાન પામે છે ત્યારે મોડેલ રેલવે સ્ટેશન વિકસાવવાની જાહેરાત લાંબા સમયથી કરાઇ છે પરંતુ આ દિશામાં કોઈ કાર્ય થયું નથી. દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં માત્ર એકજ પ્લેટફોર્મ છે જેથી લોકોને ઘણી તકલીફ પડે છે. ત્યાં બીજું પ્લેટફોર્મ બનાવવાની તાતી જરૂરીયાત છે.’
ગુજરાત એસટીની સલામત સવારીની ગુલાંટ, આઠને ઇજા
રાજ્યના 1654 જ્યોતિ લિ. ની ઈજીએમ પૂર્વે ધાંધલ ધમાલના દૃશ્યો સર્જાયા આદેશ પાલનું વાહનો પરથી લાલ પુસ્તક પ્રકરણ લાઇટ ઉતારી પુન: ગરમાશે ગાંધીનગર : સરકારે નિર્દિષ્ટ કર્યા હોય તે સિવાયના અધિકારીઓપદાધિકારીઓના વાહનો ઉપરથી લાલ લાઇટ દૂર કરવાના હાઇકોર્ટના નિર્દેશના પાલનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા હાથ ગાંધીનગર ધરવામાં આવેલી ઝુંબેશમાં 1654 વાહનો પરથી લાલ તેમજ અન્ય કલરની લાઇટો દૂર કરવામાં આવી હોવાનું રાજ્યકક્ષાના વાહન વ્યવહારમંત્રી શંકર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
બલવંતસિંહના પ્રશ્નની સામે સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કોલસો સસ્તો પડશે તો તેની સીધી અસર ફ્યૂઅલ સરચાર્જ પર પડશે અને તેનો લાભ ગ્રાહકોને પણ મળશે. હાલ ઉકાઈ, ગાંધીનગર, વણાકબોરી તેમજ સિક્કાના પાવરસ્ટેશનોમાં એસઇસીએલમાંથી ૧૬૪.૪૦ લાખ મે.ટન અને ડબ્લ્યૂસીએલમાંથી ૯.૩૦ લાખ મે.ટન જથ્થો મળે છે.
માવઠાથી અનેક શાકના ભાવ 50%થી વધુ ઘટ્યા છે શાકભાજી મહિના પહેલાના ફુલાવર ~15 કોબિજ ~10થી 12 ગાજર ~12થી 18 ઘોલર મરચા ~40થી 45 કેપ્સિકમ મરચા ~45થી 50 ટામેટાં ~20થી 25 ભીંડા ~55થી 60 ગવાર ~80થી 90 કારેલા ~40થી 50
હાલના ભાવ ~3થી 4 ~5થી 7 ~7થી8 ~20થી 25 ~30થી 35 ~8થી 13 ~30થી 35 ~55થી 60 ~25થી 30
(નોંધ : માવઠાના કારણે ભાવ ઘટ્યો છે, ભાવ કિ.ગ્રા.દીઠ છે)
સ્ટેટ બ્રિફ
ગુજરાતમાં ઘૂસાડાતો 10 કિલો ચરસનો જથ્થો પકડાયો
અમીરગઢ | બનાસકાંઠાની સરહદને અડીને આવેલા આબુરોડ રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે મંગળવારે પાલનપુર તરફ આવતી આશ્રમ એકસપ્રેસનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બે શખ્સો ગુજરાતમાં લવાતા લાખો રૂપિયાની કિંમતના 10 કિલો ચરસના જથ્થા સાથે પકડાયા હતા.
ઊંચા વ્યાજની લાલચ આપીને 5.53 કરોડથી વધુની ઠગાઇ
વડોદરા| વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં અક્ષિતા લિમિટેડ નામની બચત યોજનાની કંપની ખોલીને ઊંચાં વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણકારોને વિશ્વાસમાં લઇ અંદાજે 3 હજાર રોકાણકારો સાથે 5.53 કરોડ ઉપરાંતની ઠગાઈ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચિલ્ડ્રન હોસ્પિ.માં શિશુ બદલાઇ જતા પરિવારજનોનો હોબાળો
મોડાસા | નગરની એક ચિલ્ડ્રન હોસ્પીટલમાં સારવાર માટે પેટીમાં મૂકાયેલ નવજાત શિશુ કમ્પાઉન્ડરની ભૂલથી બદલાઇ જતાં પરિવારજનો એ ભારે હોબાળો મચાવ્યો હતો અંતે જયારે હોસ્પિટલ સત્તાવાળાઓને ભૂલ માલુમ પડતા જ બાળક બદલી અપાતા જ મામલો થાળે પડયો હતો.
સુરતમાં બોર્ડ પરીક્ષાનાં ફૂટેજ જોવા માટે આચાર્યોની ગુલ્લી
સુરત | બોર્ડની પરીક્ષામાં 95 ટકા કેન્દ્રો પર કેમેરા હોવાથી આ તમામ ફુટેજ જોવાની જવાબદારી શાળાના આચાર્યોને સોંપાઇ છે. આ ફુટેજ જોવા માટે 19 આચાર્યો છેલ્લા બે દિવસથી ગુલ્લી મારતા ડીઇઓએ હાજર થવા માટે ફરમાન કર્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ સ્થળે નિરક્ષણ કાર્ય શરૂ કર્યું છે.
માતાના મઢમાં 21 માર્ચના ચૈત્રી નવરાત્રિ પર્વનો થશે પ્રારંભ
દયાપર | દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વનો પ્રારંભ ફાગણ વદ-અમાસ, 20/3 શુક્રવારે રાત્રે 9:30 કલાકે ઘટસ્થાપનની ધાર્મિકવિધિ બાદ બીજા દિવસે તા. 21/3, ચૈત્ર સુદ એકમ, શનિવારથી ચૈત્રી નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થશે. આ પ્રસંગે ગરબી યુવક મંડળ દ્વારા ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહાછંદ સાથે રાસગરબાની પણ રમઝટ જામે છે.