Latest rajkot news in gujrati

Page 1

નારાયણ દેસાઈ 1924-2015

રાજકોટ (જૂનાગઢ), સોમવાર, 16 માર્ચ, 2015

10

નારાયણ દેસાઈને પ્રતિષ્ઠિત 1999 જમનાલાલ બજાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

}નારાયણભાઈએ નિશાળે જતા

નહોતા પણ પિતા અને બાપુની પાસે જ ભણ્યા હતા.

}િવનોબા ભાવેની

1924 વલસાડ નજીક જન્મ.

}સ્વાતંત્ર્યસેનાની નભકૃષ્ણ ચૌધરીની

સાબરમતી આશ્રમમાં બાપુની નિશ્રામાં ઉછેર થયો.

પુત્રી ઉત્તરા સાથે લગ્ન કર્યા હતા.

ભૂદાન ચળ‌વળમાં નારાયણ દેસાઈએ સેંકડો કિલોમીટરના પ્રવાસ ખેડ્યો હતો તથા ગરીબ ખેડૂતોમાટે જમીનો મેળવીહતી.

નારાયણ દેસાઈએ ગાંધી કથાનો પ્રારંભ 2004 કર્યો. દેશ-વિદેશમાં તેમણે કુલ 118 કથાઓ કરીને બાપુના વિચારનો ફેલાવો કર્યો હતો.

"ગાંધી કથા'ના સર્જક| બાપુના લાડકા નારાયણભાઈ ભાવિ પેઢીના નામે મહામૂલી મિલકત મૂકી ગયા છે

‘બાપુને પરત મળ્યો તેમનો બાબલો ’

ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈને બાપુ પ્રેમથી ‘બાબલો’ કહીને બોલાવતા, તેમનું નિધન ગાંધીપ્રેમીઓમાં ચોક્કસ ખાલીપો સર્જશે પણ આજીવન કર્મશીલ, વિચારક અને લેખક રહેલા નારાયણભાઈ ભાવિ પેઢી માટે અમૂલ્ય વારસો મૂકતા ગયા છે. જીવનકાળ દરમિયાન પચાસેક પુસ્તકો દ્વારા અને ગાંધીકથા થકી તેઓ મહાત્મા ગાંધીના વિચારને જનમન સુધી પહોંચાડતા રહ્યા હતા. તેમના વિદાય પ્રસંગે પ્રસ્તુત છે દિવ્યભાસ્કરની શ્રદ્ધાંજલિ...

વિદાય વેળાએ | ગાંધીયુગનો છેલ્લો સિતારો ખરી પડ્યો

આ શિક્ષક અને માર્ગદર્શકની ખોટ તો હંમેશાં સાલતી રહેશે

ગાં

ધીયુગની છેલ્લી પેઢીનો એક ઝળહળતો સિતારો ખર્યો. ગાંધીજીએ જેને નિશાળ ન જવાની તેની મરજીને સ્વીકારીને ‘બાબલો’ નામ આપ્યું તેને સમગ્ર જીવન ગાંધી વિચારની નિશાળમાંથી રજા મળી નહોતી. બાપુની જંગમ વિદ્યાપીઠમાં તૈયાર થયેલા નારાયણભાઈ વિદ્વાન, વિચારક અને કર્મશીલ હતા. તેમણે બાવીસ વર્ષની યુવાનવયે સુરત નજીક વેડછી આવીને ‘નઈ }સુદર્શન આયંગર, પૂર્વ-કુલનાયક, તાલિમ’ના પ્રયોગો ગૂજરાત વિદ્યાપીઠ શરૂ કર્યા હતા. વિશાળ વાંચન અને અનેકવિધ મહાનુભવોના સાંનિધ્યમાં તેઓ ઘડાયા, ઉત્કૃષ્ટ લેખક થયા અને સાહિત્ય ક્ષેત્રે વિરલ સિદ્ધિ હાંસલ કરી. ગાંધી યુગની બે મહાન વિભૂતિ, વિનોબા અને જયપ્રકાશના તેઓ નિકટના સહયોગી હતા અને તેમની સાથે જ તેમણે કર્મયોગ આદર્યો હતો. નારાયણભાઈએ ભૂદાન ચળવળમાં ગુજરાતમાં હજારો કિલોમીટર પદયાત્રા કરી તથા જમીનો મેળવી અને સર્વોદયની અલખ જગાવી. તેમણે આણ્વિક શક્તિને વિનાશક ગણાવી હતી. વૉર રેઝિસ્ટન્સ ઇન્ટરનેશનલ નામના વૈશ્વિક સંગઠનના તેઓ બે વખત પ્રમુખ બન્યા હતા. તેમણે તરુણ શાંતિ સેના સ્થાપીને સેંકડો યુવાનોને​ે અહિંસક ક્રાંતિના કાર્યકર બનાવવા માટે વેડછી

ત્રણ બિલાડીની રસપ્રદ ઘટના

નારાયણ ભાઈએ ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચોથા ભાગમાં રસપ્રદ વાત લખી છે. તેઓ જ્યારે આ પુસ્તક લખતા ત્યારે તેમના ઘરમાં રહેતી ત્રણ બિલાડીઓ અચૂકપણે આવીને ખોળામાં બેસી જતી. કેશ્ટો, બલો અને સુભિ એટલે કે કૃષ્ણ, બલરામ અને સુભદ્રા નામની આ બિલાડીઓ વિશે નારાયણભાઈએ લખ્યું છે કે મનુષ્યો કરતા વધુ પ્રેમ એમને તેમની પાસેથી મળ્યો છે.

ખાતે સંપૂર્ણક્રાંતિ વિદ્યાલયમાં તાલિમો આપી. માંદગીના છેલ્લા ત્રણ મહિના સિવાય છ વરસની ઉંમરથી શરૂ કરેલો કાંતણયજ્ઞ આજીવન અખંડ ચલાવ્યો હતો. જીવનના પાછલા ભાગમાં દેશની જ્ઞાનપ્રસારની મૌખિક પરંપરાને અનુસરીને કથાકાર બન્યા તથા દેશ-વિદેશમાં 110થી પણ વધારે ગાંધીકથાઓ કરી. ગાંધીકથા દ્વારા તેમણે ગાંધી આખ્યાનો દ્વારા ગાંધીજીવન અને વિચારને સમાજમાં વહેતા કર્યા. તેઓ 2007થી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે શિક્ષકો,વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ગાંધી વિચારમાં રહેતા તત્વતંત્રની સમજ આપી. ગુજરાતનો આ પનોતો પુત્ર, શાંતિને સમર્પિત કર્મશીલ, વિદ્વાન લેખક, શિક્ષક અને માર્ગદર્શક વિદા લે છે ત્યારે આવનારા સમયમાં એમની ખોટ સાલતી રહેશે. આ ‘બાબલો’ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી કરતાર પાસે ગાંધીની પડખે ફરી બેસવા ઉપડી ગયો છે.

અલવિદા, લોકાયની!| ગાંધીચરિત્ર તેમનું શિરમોર કામ

મહાનુભાવોની શ્રદ્વાંજલિ

ગાંધીજીને જનગણ સુધી પહોંચાડનાર અભ્યાસુ તરીકે નારાયણભાઈ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. > નરેન્દ્ર મોદી, વડાપ્રધાન આપણે ગાંધી મૂલ્યોના પ્રહરી અને પ્રતિબધ્ધ લોકસેવક ગુમાવ્યા છે. > સોનિયા ગાંધી, અધ્યક્ષા, AICC નખશિખ ગાંધીવાદી સ્વ. નારાયણભાઇ દેસાઇનું સમગ્ર જીવન ગાંધી વિચારોને વરેલુ હતું. ઇશ્વર દિવંગતને ચિરશાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. > ઓ.પી.કોહલી, રાજયપાલ ગાંધીકથાના માધ્યમથી સાંપ્રત પેઢીમાં ગાંધી શાશ્વત વિચાર પ્રસરાવવામાં અને જાગૃત રાખવામાં સ્વ. નારાયણભાઇએ આપેલું યોગદાન સદાકાળ યાદ રહેશે. > આનંદીબેન પટેલ,

મુખ્યમંત્રી, ગુજરાત

નારાયણભાઇ દેસાઇ આજીવન ગાંધી મુલ્યોની જાળવણી માટે સંઘર્ષ કરતા રહ્યા. સ્વ.નારાયણભાઇના નિધનથી ગુજરાતે ગાંધી મુલ્યોને વરેલા સંનિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે. > અહેમદ પટેલ, સોનિયા ગાંધીના

રાજકીય સચિવ

નારાયણભાઇનું જીવન જીવતી જાગતી ગાંધી મુલ્યોની યુનિવર્સિટી સમાન હતુ. > ભરતસિંહ સોલંકી, કોગ્રેસ પ્રદેશ

પ્રમુખ

સત્તાની લાલસા વગર ગાંધીજીના મૂલ્યોના જતન માટે જીવન તેમણે વિતાવ્યું હતુ. > શંકરસિંહ વાઘેલા, વિધાનસભા

વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા

જીવનના અંતિમ ત્રણ મહિનાને બાદ કરતા નારાયણભાઈએ છ વર્ષની ઉંમરથી લઈને આજીવન કાંતણયજ્ઞ અખંડ રાખ્યો હતો. નઈ તાલીમ અને મૂલ્યનિષ્ઠ કેળવણી માટે તેઓ આજીવન સમર્પિત રહ્યા હતા તથા વૈકલ્પિક જીવનશૈલીના ઘડતર-ચણતરનું કામ કર્યું હતું.

આદર-અંજલિ | નારાયણ દેસાઈને અંતિમ વિદાય...

નારાયણ દેસાઈએ ગાંધી વિચારોને બરાબર રીતે સાચવી રાખ્યાં હતા. > ઈલાબેન ભટ્ટ, કુલપતિ, ગૂજરાત

વિદ્યાપીઠ, અમદાવાદ

વારસાનો વેલો | અમરત્વને પામ્યા અનેરા ગાંધીજન

ભેદની ભીંતો ભાંગે તે એમની ગાંધીજીના આચાર વિચાર આવતીકાલની પેઢી હવે કોને આજીવન મથામણ રહી હતી અને પ્રસારનો વિશાળ વડલો જોઈને ગાંધીજીને અનુભવશે

લો

કાયની ગાંધી કથાકાર નારાયણ દેસાઈ લય પામ્યાનું સાંભળ્યું ત્યારે ઉત્કટપણે થઈ આવેલું સ્મરણ કવિ મૈથિલીશરણ ગુપ્તની એ મતલબની પંક્તિઓનું હતું કે "રામ, તમારું ચરિત્ર સ્વયં એક કાવ્ય છે. તે આલેખતાં કોઈ પણ કવિ થઈ જાય એ સહજ સંભાવ્ય છે.' એમને જ્યારે પિતૃચરિત્ર માટે દર્શક એવોર્ડ }પ્રકાશ ન.શાહ, મળ્યો ત્યારે એમની વરિષ્ઠ કટારલેખક અનુપસ્થિતિમાં એમનો પ્રતિભાવ વાંચવાનું મારે હિસ્સે આવ્યું હતું, આ પ્રતિભાવમાં એમણે મૈથિલીશરણની પેલી પંક્તિઓ સંભારી હતી. દેશની અનવસ્થા

વચ્ચે વારણ અને લેપન તેમ નૉળવેલ માટેની મથામણમાં એ સમગ્ર ગાંધીચરિત્રના લેખન તેમજ ગાંધીકથા સરખા લોકમાધ્યમ તરફ વળ્યા હશે એમ સમજાય છે. 2002ના મહાપાતકની સહિયારી જવાબદારીથી માંડી સાહિત્ય અકાદમીની નષ્ટ સ્વાયત્તતા જેવા નિર્દેશો પ્રમુખીય મંચ પરથી એમને કારણે શક્ય બન્યા. વિદ્યાપીઠના દીક્ષાના સમારોહમાં આત્મનિરીક્ષણપૂર્વક એક પછી એક જે વિષયવસ્તુની ચર્ચા કરી છે તે આ સંસ્થાને સારુ હાથપોથીની ગરજ સારશે. શાંતિ-ન્યાય સાથે ચાલે, ભેદની ભીંતો ભાંગે તે એમની આજીવન મથામણ રહી. શિરમોર કામગીરી જોકે ગાંધીચરિત્રની લેખાશે. આ ચરિત્ર પછી એમની સ્મૃતિ બીજા વિધિવત્ સ્મારકની મોહતાજ રહેતી નથી. એ અક્ષરશ: અ-ક્ષર જ હોવાની છે.

ના

રાયણ દેસાઈનો જન્મ ૨૪-૧૨૧૯૨૪ના રોજ વલસાડમાં થયો હતો. તેઓ ગાંધીજીના અંગત સચિવ મહાદેવ હરિભાઈ દેસાઈના પુત્ર હતા. તેમણે સર્વોદય કાર્યકર, પત્રકાર, અને કેળવણીકાર તરીકે યશસ્વી કામગીરી કરી હતી. નારાયણ દેસાઈ ‘ભૂમિપુત્ર’(ગુજરાતી) ના સ્થાપક તંત્રી તેમજ ‘સર્વોદય }ડૉ. અશ્વિનકુમાર જગત’(હિંદી) અને અધ્યાપક -લેખક ‘વિજિલ’(અંગ્રેજી) ના સંપાદન-પ્રકાશનમાં સહયોગી રહ્યા હતા. નારાયણભાઈએ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી દ્વારા સાચા અર્થમાં નઈ તાલીમ, મૂલ્યનિષ્ઠ

કેળવણી, અને વૈકલ્પિક જીવનશૈલીનાં ઘડતરચણતરનું કામ કર્યું છે. શબ્દસર્જક નારાયણ દેસાઈએ પચાસ આસપાસ પુસ્તકો લખ્યાં છે. નારાયણ દેસાઈની જાણીતી કૃતિઓમાં ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, ‘મારું જીવન એ જ મારી વાણી’, વગેરેનો સમાવેશ થાય છે. તેમને ‘મારું જીવન એ જ મારી વાણી’ શીર્ષક હેઠળ મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર લખવા બદલ ભારતીય જ્ઞાનપીઠનું ૨૦૦૪ના વર્ષ માટેનું મૂર્તિદેવી પારિતોષિક એનાયત થયું હતું. જીવનના અંતિમ દસકામાં, નારાયણભાઈ કથાના લોકમાધ્યમ ભણી વળ્યા હતા. તેમણે ૧૧૮ જેટલી ગાંધીકથાઓ કરી હતી.. ના.મ.દે. ૨૪-૧૨-૨૪થી ૧૫-૦૩-૧૫ જેવી યાદ રહી જાય તેવી તારીખોની વચ્ચે, સાદગીપૂર્ણ, સંપૂર્ણ, અને સાર્થક જીવન જીવ્યા.

હાત્મા ગાંધીની વિદાય વખતે વિશ્વના ઉત્તમ વિજ્ઞાનીએ એવી શ્રદ્ઘાંજલિ આપેલી કે: “આવતી પેઢી માનશે નહીં કે આવી હાડ-માંસવાળી કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર અવતરી હતી.” ગુજરાતમાં એક વ્યક્તિત્વ એવું હતું કે જે મહાન વિજ્ઞાનીની આ શંકાને દૂર કરી શકે, અને તે વ્યક્તિવિશેષ એટલે નારાયણભાઈ }ભદ્રાયુ વછરાજાની, દેસાઈ... આજની શિક્ષણકાર, લેખક પેઢીને દર્શાવવું હોય કે મહાત્મા ગાંધી કેવા હતા, ગાંધીજી કેમ બોલતાકેમ લખના- કેમ ચાલતા- કેમ આગ્રહ સેવતાકેમ રેટિયો કાંતતા- કેમ જીવતા- તો આપણે

નારાયણભાઈ દેસાઈ સામે આદરથી આંગળી ચીંધતા હતા કે જાઓ, નારાયણદાદા સાથે થોડા દિવસો વીતાવો અને તમને મહાત્મા ગાંધીને નિહાળ્યાનો લ્હાવો મળશે!!! આવતીકાલની પેઢી કોને જોઈને ગાંધીજીને અનુભવશે? નારાયણ દેસાઈ આપણને મહાદેવના મહાત્માની બમણી અનુભૂતિ આપતા રહ્યા. વિદ્યાપીઠના આજીવન કુલપતિએ છેલ્લા શ્વાસ સુધી કુલપતિ રહેવાનું બંધારણ છે. નારાયણદાદા ગાંધી જેવા જ નોખી માટીના. એમણે અશક્તિ જાહેર કરી રાજીનામું આપ્યું ને આગ્રહપૂર્વક નિર્ણયને વળગી રહ્યા, હયાતીમાં ઈલાબેન ભટ્ટને કુલપતિપદે જોયાં અને ચીલો ચાતનારા ગાંધીજન તરીકે અમરત્ત્વ પામી ગયા. વીસમીએકવીસમી સદીનાં ગાંધી નારાયણદાદાને નત્ મસ્તકે વંદન...

માતૃભાષા માટે | ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે નારાયણભાઈએ 40 સર્જકો સાથે રાજ્યભરનો પ્રવાસ કર્યો હતો મન, શરીર અને ના ગુજરાતી સાહિત્ય ના

બુદ્ધિશક્તિથી હંમેશાં બળવાન હતા

ગાંધીવિચારના જાણીતા અભ્યાસુ દક્ષાબેન પટ્ટણી લખે છે કે ગાંધીકથાએ નારાયણભાઈનો આધ્યાત્મિક વિકાસ કર્યો હતો, તેમના જેવી ઓપનનેસ અને નિખાલસતા ઓછા સર્જક-લેખકમાં જોવા મળે છે

રાયણભાઈ ભવિષ્યના વિચારકો, અભ્યાસુઓ માટે ઘણી સમૃદ્ધિ આપીને ગયા છે. તેમના જેવી ઓપનનેસ ઓછા લોકોમાં જોવા મળે છે. તેમના લેખનકાર્યમાં મેં જ્યારે પણ કોઈ ત્રુટી પરત્વે ધ્યાન દોર્યું હોય ત્યારે તેમણે ક્યારેય ખરાબ લગાડ્યું નહોતું. તેઓ મન, શરીર અને બુદ્ધિથી હંમેશા બળવાન રહ્યા હતા. મને યાદ છે કે 108મી ગાંધીકથા બાદ નાદુરસ્ત તબિયતના કારણે નારાયણભાઈએ કથા ચાલુ રાખવી કે કેમ એ વિશે એક બેઠક મળી હતી, બેઠકમાં મોટાભાગનાઓએ નારાણયભાઈની નાદુરસ્ત તબિયતના લીધે તેમણે હવે કથા કરવી જોઈએ નહીં એવો મત વ્યક્ત કર્યો હતો, જો કે મેં ગાંધીકથા ચાલુ રાખવી જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો કારણ કે ગાંધીકથાએ તેમના મન, શરીર અને બુદ્ધિ ઉપરાંત અધ્યાત્મિક વિકાસ કર્યો હતો. નારાયણભાઈએ ગાંધીકથા દ્વારા લોકકેળવણીનું મોટું કાર્ય કર્યું હતું. મેં તેમની પહેલી કથા સાંભળી અને છેલ્લી સાદરામાં સાંભળી ત્યારે આ બન્ને કથાઓ વચ્ચે ઘણો ફરક હતો.

અને સાહિત્યકારોને લોકો સુધી લઈ ગયા

ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ રાજેન્દ્ર પટેલ લખે છે કે નારાયણભાઈ આજીવન ગાંધીના મશાલચી રહ્યા હતા , તેઓ શબ્દદેહે આપણી વચ્ચે રહેશે અને ગુજરાતી ભાષા સદૈવ તેમની ઋણી રહેશે

રાયણભાઈ દેસાઈના ગાંધીજી વિશેના પુસ્તકો માત્ર ગુજરાત માટે જ નહીં પણ વિશ્વ માટે બહુમૂલ્ય વારસો છે. નારાયણભાઈના પુસ્તકો થકી ગાંધીચરિત્ર અને ચેતના સુલભ બન્યા. તેમના પુસ્તકોનો વિવિધ ભાષાઓમાં અનુવાદો થયા હતા. ગુજરાતી ભાષા માટે તેમનું પ્રદાન અમૂલ્ય છે. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમણે 40થી વધારે સાહિત્યકારો સાથે ગુજરાતભરમાં પ્રવાસ કર્યો હતો અને આ રીતે તેઓ સાહિત્ય અને સાહિત્યકારોને લોકો સુધી લઈ ગયા હતા. નારાયણભાઈએ ભાષા, સાહિત્ય અને સમાજને એકરૂપ બનાવ્યા હતા. 2009થી 2010 સુધી તેઓ સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા. નારાયણભાઈ ગાંધીરંગે રંગાયેલા સર્જક હતા પણ તેમના લેખનમાં ટાગોર પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળતો હતો. આજીવન તેઓ ગાંધીના મશાલચી રહ્યા હતા, હવે ભલે તેઓ આપણી વચ્ચે નથી પણ શબ્દદેહે તેઓ સતત આપણી વચ્ચે રહેવાના છે. ગુજરાતી ભાષા સદૈવ તેમની ઋણી રહેશે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.