Latest surat news in gujrati

Page 1

આજનું તાપમાન

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ

33.0 33.2 33.6 32.3

20.6 20.0 23.0 20.7

તમે વાંચી રહ્યાં છો નો નેગેટિવ ન્યૂઝનું પોઝિ​િટવ અખબાર

સૂર્યાસ્ત આજે 06.49 pm સૂર્યોદય કાલે 06.48 am

પહેલાં પોઝિટિવ ન્યૂઝ

, સુરત

રેલવે સ્ટેશન પર વૃદ્ધો અને મહિલાઓ માટે અલગથી ટિકિટબારીની વ્યવસ્થા

સોમવાર, 16 માર્ચ, 2015

2

સુરતીઓની જૂની યાદો સાથે જોડાશે નવી હોપ : એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે નવો ‘હોપબ્રિજ’ ચોકબજારથી અડાજણને જોડતા ઐતિહાસીક હોપ પુલને તોડી પાડવામાં આવ્યા બાદ તે જ સ્થાને નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ એપ્રિલના પહેલા સપ્તાહમાં કરવામાં આવનાર છે. જ્યારે હોપ પુલની ઓળખ જળવાઈ રહે તે માટે હોપપુલ જેવો જ બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ તેના પર વાહન દોડાવવાને બદલે લોકોના અવર-જવર માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેની સાથે લોકો નવા બનેલા બ્રિજ પર બેસી પણ શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી આખરી તબક્કામાં ચાલી રહી છે. /હેતલ શાહ

સુરત | સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. જેના કારણે કરંટ ટિકિટ લેવા માટે વૃદ્ધો,મહિલાઓ અને વિકલાંગોને મુશ્કેલી પડતી હોય છે. જેને ધ્યાને રાખીને રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારથી વૃદ્ધો,મહિલાઓ માટે કરંટ ટિકિટ વિન્ડો શરૂ કરવામાં આવશે. ટિકિટ વિન્ડો શરૂ થયા બાદ વૃદ્ધોને ટિકિટ ઝડપથી મળી જતાં હવે લાંબો સમય સુધી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે.

જૂનો બ્રિજ

િસટી ડાયરી

મારા શહેરમાં આજે સદ્દભાવના સંત સંમેલન

નવો ણ 1877 લોકાર્પ 2015 બ્રિજ વર્ષ

સ્થળ : ગઢપુર ટાઉનશીપ,વરાછા } સવારે 8.00 વાગે

આચાર્ય ભગવંતનાં પારણા સ્થળ : આસોપાલવ એપાર્ટ., કતારગામ } સવારે 7.00 વાગે

17 551.14 8.13

નવચંડી યજ્ઞ સ્થળ : અંબે આશ્રમ,પાલ } સવારે 8.00 વાગે

યૂટીલિટિ ન્યૂઝ વીજળી - સવારે 9થી સાંજે 5 સુધી બંધ

આજે પુણા ઇન્ડ.-2માં વીજકાપ

સુરત | પુણા ઇન્ડસ્ટ્રીયલ વિભાગ-2માં આવેલી આત્માનંદ ઇન્ડસ્ટ્રીયલમાં ઇલેક્ટ્રિકલ કંપની દ્વારા સોમવારના રોજ રિપેરિંગનું કામકાજ હાથ ધરવામાં આવશે. જેથી સવારે 9થી સાંજે 5 વાગ્યા સુ​ુધી વીજકાપ મૂકવામાં આવશે. કામગીરી પૂર્ણ થયે તુરંત જ વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવશે.

શિક્ષણ - ઉધના ઝોન

ભીમનગરમાં શાળા બનાવવા આયોજન

સુરત | ઉધના ઝોનના કેટલાક વિસ્તારો જ્યાં પ્રાથમિક સુવિધાની જરૂરિયાત છે ત્યાં સુવિધા ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ભીમનગર વસાહતના વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા આપવા માટે પાલિકા દ્વારા આગામી બજેટમાં આ વિસ્તારમાં શાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વિકાસ - સ્થાનિક લોકોને રાહત થશે

પાલ-પાલનપોરમાં કમ્યુનિટી હોલ બનશે સુરત | તાપી નદી પર નવા ડેવલપ થઇ રહેલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસવાટ શરૂ થઈ ગયો છે. આ વિસ્તારોમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગામી વર્ષમાં પાલ અને પાલનપોર બંને વિસ્તારમાં એક-એક કમ્યુનિટી હોલ બનાવવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

રીડર્સ સ્પેસ ભાવિનભાઈ : આ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ આવે તો બાળકો ઉપરનું ભારણ ઘટાડી શકાય...

સ્તાનમાં ઉદઘાટનના વાંકે અટવાયેલા BRTS એફઓપીનું આવતા સપ્તાહે લોકાર્પણ ભે પરીક્ષા કેન્દ્રોના

100 દિવસથી તૈયાર ઉધના ફૂટ ઓવર બ્રિજ આખરે શરૂ થશે લોકોનું જોખમી ક્રોસિંગ બંધ થતાં અકસ્માતો અટકશે दैनिक भास्कर¾

ઉપાય હળીમળીને

રસ્તો ક્રોસ કરવા 4 લેન પર નજર રાખવી પડતી હતી

સમસ્યા

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર . સુરત

ઉધના-ભેસ્તાન બીઆરટીએસ રૂટ પર રસ્તો ક્રોસ કરવો હોય તો જંગ જીતવા નીકળતા સૈનિક જેવી તૈયારી કરવી પડે છે. રાહદારીએ રસ્તો ક્રોસ કરવા કુલ ચાર લેન પર બાજ નજર રાખવી પડતી હોય છે. આવી કટોકટીની હાલત હોવા છતાં આ રૂટ પર તૈયાર ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન ટાળવામાં આવી રહ્યંુ હતું. જોકે, હવે ઉદઘાટન બાદ ઓવરબ્રિજ લોકો માટે કાર્યરત થાય એ માટેનો રસ્તો સાફ થયો છે. મનપાના ટ્રાફિક સેલના વડા સાથે દિવ્ય ભાસ્કરે કરેલી વાતચીત દરમિયાન તેમણે સ્વીકાર્યું હતુ કે ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર છે. હવે આવતા સપ્તાહે તેને લોકો માટે ખુલ્લો મૂકી દેવાશે.

ઉધના-ભેસ્તાન બીઆરટીએસ રૂટ પર ફૂટ ઓવર બ્રિજ બનીને તૈયાર છે પરંતુ તંત્ર દ્વારા તેનું ઉદ્ઘાટન ટાળવામાં આવી રહ્યું હતું. અનેક લોકો રસ્તાની વચ્ચે લગાવવામાં આવેલા ડીવાઇડર કૂદીને જોખમી રીતે રસ્તો ક્રોસ કરી રહ્યા છે.

સમસ્યા | અત્યાર સુધી શું મુશ્કેલી હતી?

કાર્યપાલક ઇજનેર, ટ્રાફિક સેલ

100 દિવસથી તૈયાર આ ફૂટ ઓવર બ્રિજ મામલે ફરી એકવાર ભાજપ શાસકોની ઉદઘાટનની એકેય તક જતી ન કરવાની માનસિકતા જ જવાબદાર મનાય છે. ફૂટ ઓવરબ્રિજ જેવા પ્રકલ્પોનું ઉદઘાટન મુખ્યમંત્રી કરે એવો હઠાગ્રહ રાખનારા કેટલાંક સ્થાનિક નેતાઓના લીધે જ લોકોએ આટલો લાંબો સમય રાહ જોવી પડી હતી. આવતા સપ્તાહે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરે તેવી સંભાવના છે.

{ ઉધનાનો ફૂટ ઓવરબ્રિજ તૈયાર છે હા, તૈયાર છે { લોકો માટે ખુલ્લો કેમ મૂકાતો નથી, અનેક અકસ્માતો થાય છે? અમે પ્લાનિંગ કરી રહ્યા છે { સમગ્ર વિસ્તારના લોકોને રસ્તો ક્રોસ કરવો એ મોતનું જોખમ સમાન લાગે છે? આવતા અઠવાડિયે ખુલ્લો મૂકી દઇશું.

રૂટ પરના અકસ્માતોમાં 62 ટકાનો વધારો થયો છે. રસ્તો ક્રોસ કરવો એટલે જાણે લોઢાંના ચણા ચાવવા. ખાસ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નોકરિયાતો કે અહીં મંદિર દર્શનાર્થે જનારા લોકો. દરેક માટે બીઆરટીએસનો રસ્તો ક્રોસ કરવો અઘરી બાબત છે. બીઆરટીએસ રૂટ પર જાળી ક્રોસ કરીને જવાનું હોવાથી પણ લોકોને તકલીફ પડે છે. ફૂટ ઓવરબ્રિજ શરૂ થયા બાદ આ વિસ્તારના લોકો માટે સરળતા થઈ જશે. જ્યાં-જ્યાં બીઆરટીએસ છે ત્યાં દર એક કિલોમીટરે ફૂટ ઓવરબ્રિજ બનાવવા પડે એવી સ્થિતિ શહેરમાં નિર્માણ છે.

સીધી વાત એન.કે.પરમાર

લ | નિશ્ચિંત બની રસ્તો પાર કરી શકાશે ઉકેલ અઠવાડિયામાં ઉકે બીઆરટીએસ પર અકસ્માતની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. બીઆરટીએસ

પ્રેરણા

ફૂટેજ જોવાનું શરૂ એજ્યુકેશન રિપોર્ટર.સુરત

બોર્ડની પરીક્ષામાં 95 ટકા કેન્દ્રો પર કેમેરા હોવાથી આ તમામ ફુટેજ જોવાની કામગીરી રવિવારથી શરૂ કરાઈ હતી. ક્લાસ 1 અને 2 ના કર્મચારીઓની દેખરેખ હેઠળ ટીમ બનાવી ભેસ્તાન સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કમ્પ્યૂટર સેન્ટર પર સીડીનું નિરીક્ષણ કાર્ય શરૂ કરી દેવાયું છે. બોર્ડના વિદ્યાર્થીઓને રવિવારની રજાનો લાભ મળ્યા બાદ આવતીકાલે સોમવારે સૌથી મહત્વપુર્ણ વિષયની પરીક્ષા યોજાશે. ધો. 10 અને 12 સાયન્સમાં મેથ્સ અને સામાન્ય પ્રવાહમાં ઇકોનોમિક્સની પરીક્ષા છે. સોમવારે મહત્વની મેથ્સની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ રવિવારની રજાનો લાભ ઉઠાવતા જણાયા હતા. આ પેપર બાદ વિજ્ઞાન પ્રવાહ માટે મહત્વની માત્ર બાયોલોજીની પરીક્ષા બાકી રહેશે.

કુલ

સ્પાન મીટર

લંબાઈ કરોડ

ખર્ચ

17 696.20 70.66

ભેંસાણ તળાવને ફરવાના સ્થળ તરીકે વિકસાવાશે 2.47 કરોડના ખર્ચે તળાવને નવો ઓપ અપાશે ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

મનપાને પગલે હવે તળાવને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (સુડા) પણ આગળ વધી રહી છે. ભેંસાણના તળાવને 2.47 કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી શરૂ પણ કરી દેવાઈ છે. સુરતના લોકોને આગામી દોઢેક વર્ષમાં એક નવું સ્થળ હરવા ફરવા મળી રહેશે. ઉગત રોડ પર ભેંસાણ ગામના તળાવમાં આસપાસના લોકો દ્વારા કપડા ધોવા આવે છે. પાણીના આ બગાડને બદલે તળાવને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવાય એ દિશામાં સુડાએ કાર્યવાહી શરૂ કરી છે. સુડાએ ભેંસાણના 56353 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા તળાવને નવો ઓપ આપવા કન્સલટન્ટ તરીકે જનક ત્રિવેદી એન્ડ એસોસિએટને કામગીરી પણ સોંપી છે. આયોજન

કપડા ધોવા અલગથી વ્યવસ્થા કરાશે

ભે​ેંસાણ તળાવમાં હાલ આસપાસના લોકો કપડા ધોઈ જાય છે. તળાવ વિકસાવવાને પગલે આસપાસના લોકોને કપડા ધોવાની તકલીફ ન પડે તે માટે તળાવની પાસે વ્યવસ્થા ઉભી કરવા વિચારણા ચાલે છે.

મુજબ ભેંસાણ તળાવની ફરતે ગ્રીન બેલ્ટ વિકસાવાશે. તળાવની અંદર આનંદપ્રમોદની સુવિધા ઉભી કરવામાં આવશે. સુડાએ ભેંસાણના તળાવને વિકસાવવા આગામી વર્ષ 201516ના બજેટમાં 2.47 કરોડના ખર્ચની જોગવાઇ કરી છે. કન્સલટન્ટની નિમણૂંક કર્યા બાદ આગામી સમયમાં તેના રિપોર્ટના આધારે ભેંસાણના તળાવને વિકસાવાશે. આ પ્રોજેક્ટ પુરો થતા અંદાજે દોઢથી બે વર્ષ લાગી જાય તેવી શકયતા છે.

હવે તમારા મોબાઇલથી પણ રેલવેની કરંટ ટિકિટ બુક થશે મુંબઇમાં શરૂ: 8 મહિના બાદ સમગ્ર દેશમાં લાગુ કરવાનું આયોજન વિશાલ વ્યાસ . સુરત @Vvshalvyas

♠કેવી રીતે સોફટવેર ડાઉનલોડ કરવુ?

ઇન્ટરનેટના જમાનામાં રેલવે તંત્રએ રેલવે તંત્રની વેબસાઇટ https://www.utsonmobile.indianrail.gov.in પર લોગીન હવેથી કરંટ ટિકીટ પણ મોબાઇલથી કર્યા બાદ એન્ડ્રોઇડ મોબાઇલ પર આ સોફટવેરને ડાઉનલોડ કરી શકાશે. બુક કરાવી શકે તે દિશામાં પ્રયાસ ત્યાર બાદ મોબાઇલ નંબર અને પાસવર્ડ નાંખીને તેમાં લોગીન કરાવવુ પડશે. શરૂ કર્યા છે. જેની શરૂઆત મુંબઇની લોકલ ટ્રેનમાં કરી દેવામાં આવ્યા બાદ 8 મહિનામાં સુરત સહિત કરંટ ટિકીટ બુક કરાવનારે લોગીન કર્યા બાદ સૌથી પહેલા કેટલી સમગ્ર દેશમાં તબક્કાવાર શરૂઆત ટિકીટ લેવી છે અને કયા કલાસની ટિકીટ લેવી છે તે અને હાલમાં કયા કરવાનું આયોજન છે. તેના લીધે કરંટ શહેરમાં છે તેની વિગત આપવી પડશે. ત્યાર પછી કઇ ટ્રેનમાં અને કયા ટિકીટ મેળવવા માટે લોકોએ લાંબી કયા રેલવે સ્ટેશન વચ્ચે મુસાફરી કરવી છે તેની વિગત આપ્યા બાદ લાઇનોમાં ઉભા રહેવું નહીં પડે. ફર્સ્ટ મુસાફરે ચુકવવાનુ થતુ ભાડુ આર વોલેટમાંથી કપાઈ જશે. આ ઉપરાંત વખતે ચાર જ મુસાફરની ટિકીટ બુક કરા‌વી શકાશે. કરંટ ટિકીટ કલાસથી માંડીને તમામ કલાસની કરંટ એક બુક કરાવ્યા બાદ મોબાઇલ નંબર પર કરંટ ટિકીટ બુક કર્યાનો SMS ટિકીટ બુક કરાવી શકાય છે. જેથી આવી જશે. આ SMS ટિકીટ ચેક કરવા આવનારને બતાવી શકાશે. આગામી દિવસોમાં શહેરના લોકોને કરંટ ટિકીટ કેન્સલ કરાવી શકાય તેવી સુવિધા પણ આપવમાં આવી છે. પણ સુવિધાનો લાભ લોકોને મળશે.

♠કરંટ ટિકિટ કેવી રીતે બુક કરા‌વી શકાશે?

કોલેજમાં અભ્યાસની સાથે આ વિદ્યાર્થીઓ દરરોજ 3 કલાક કાઢીને સ્લમના બાળકોને શિક્ષણ આપી સામાજિક સેવાની ધૂણી ધખાવી રહ્યા છે

દરિયાઇ પવનોથી તાપમાન ઘટ્યું હજી 2-3 દિવસ ગરમીથી રાહત

એન્જિ.ના 40 વિદ્યાર્થીઓ ભણાવે છે શિક્ષણવંચિત 400 બાળકોને મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો મનોજ તેરૈયા. સુરત

માણસને જીવન જરૂરિયાતની ચીજો જેટલી જ જરૂરિયાત સમજણની પણ હોય છે. તેથી જ અક્ષરજ્ઞાન મળે તો જીવનના અનેક સવાલોના જવાબ પણ મળી જતા હોય છે. આ શબ્દો છે કાપોદ્રાની આત્માનંદ સરસ્વતી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી સંદીપ ગોળકિયાના. સંદીપ જ નહીં આત્માનંદ સરસ્વતી એન્જિનિયરિંગ કોલેજમાં સાથે જ અભ્યાસ કરતાં તેના જેવા 40 વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રોજ બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા દરમિયાન જુદા જુદા સ્થળોએ સ્લમ વિસ્તારના 400 જેટલા બાળકોને ભણાવીને સમાજ માટે કંઇક કર્યાનો

આનંદ અનુભવે છે. વિદ્યાર્થીઓ તેમની આ પ્રવૃત્તિ વિશે માંડીને વાત કરતા કહે છે કે, વરાછા, કાપોદ્રા, કતારગામ અને ડભોલી વગેરે વિસ્તારમાં છ સ્થળોએ અમે વિદ્યાર્થીમિત્રો બાળકોને ભણાવવા જતા. ધીમે-ધીમે અમે 400 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા. સ્લમ વિસ્તારના જે વિદ્યાર્થીઓ થોડું-ઘણું શીખે તેનાં માતાપિતાને વિશ્વાસમાં લઇને નજીકની એસએમસીની શાળામાં એડમિશન કરાવી દઇએ છીએ. જ્યારે અમે કોલેજમાં આવ્યા ત્યારે અમે પોકેટમનીમાંથી અમારી કોલેજના બે પટાવાળા ભાઇઓના બાળકોની ફી ભરતા. એક દિવસ તેમના ઘરે જવાનું થયું ત્યારે એ

ભાવિ ઇજનેરો ગરીબ બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ કરે છે.

વિસ્તારમાં અનેક બાળકો એવા હતાં જેઓ શિક્ષણથી વંચિત હતા. આથી અમે વિદ્યાર્થીમિત્રોએ મળીને આવા શિક્ષણવંચિત બાળકોને ભણાવી શાળા સુધી પહોચાડવાની પ્રવૃત્તિ કરવાનો નિર્ણય કર્યો અને 1 જૂન 2013થી તેની શરૂઆત કરી. શરૂઆતમાં

અમારી કોલેજ સામે કલાકુંજ મંદિરની પાછળની ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિમાં સ્થાનિક રહેવાસીઓ અને રાજકીય આગેવાનોએ પણ સહકાર આપતાં અમારો ઉત્સાહ વધવા માંડ્યો અને અમારા મિત્રો પણ આ કાર્યમાં

જોડાતા ગયા. આખરે અમે ‘વાત્સલ્ય’ નામથી સંસ્થા શરૂ કરી. ધીમે-ધીમે છ જેટલાં સ્થળોએ ભણાવવાનું શરૂ કર્યું. કેટલાક સ્થળોએ ઝૂંપડપટ્ટીઓનાં ડિમોલિશન થતાં ત્યાંનાં બાળકો કોસાડ આવાસમાં નગર પ્રાથમિક શાળાઓમાં એડમિશન લેતા થયાં. અત્યારે જ્યાં-જ્યાં કન્સ્ટ્રક્શનની સાઇટો ચાલે છે ત્યાં જઇને મજૂરનાં બાળકોને ભણાવીએ છીએ. ઉખાણાં, બાળવાર્તાઓ વગેરેથી બાળકો જલદી ગ્રહણ કરે છે. માત્ર અક્ષરજ્ઞાન જ નહીં. સામાજિક જીવન અને સભ્યતાની વાતો પણ તેઓને સહજ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે અમારૂ ગ્રૂપ ભણીને ડિગ્રી મેળવીને પોતપોતાના

નોકરી- ધંધામાં સેટ થવા જઇ રહ્યા છીએ ત્યારે નવી જનરેશન આ પ્રવૃત્તિમાં એક્ટિવ થાય તેવો અમારો પ્રયત્ન છે. શહેર વિસ્તારમાં લગભગ 20 જેટલી કોલેજો છે. નગર પ્રાથમિક, જિલ્લા પંચાયત, ખાનગી વગેરે મળીને 900થી વધારે શાળાઓ આવેલી છે. આ બધી જ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પોતાનો વધારાનો એક કલાકનો સમય આપે તો શહેરના સ્લમ વિસ્તારના શિક્ષણથી વંચિત અનેક બાળકોના જીવન બદલાઈ જશે. તેના માટે જરૂરત મુજબનું માર્ગદર્શન પૂરુ પાડવા અમારી તૈયારી છે. જે માટે મોબાઇલ નં. 75675 82671 પર સંપર્ક કરી શકાશે.

વેધર રિપોર્ટર.સુરત

સતત બદલાતી મોસમમાં આજે રવિવારે આકાશ ચોખ્ખું રહેવા સાથે દરિયાઇ પવનોને કારણે તાપમાનનો પારો નીચે ઉતરતાં ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું અને શહેરીજનોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. હજી આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ વધારો નહીં થાય તેવી હવામાન ખાતાની આગાહી જોતા લોકોને ગરમીમાં રાત મળશે. સતત બે દિવસ સાંજ-સવાર વરસાદ વરસતાં તાપમાનમાં પણ ફેરફારો અનુભવાયા હતા. વાતાવરણમાં સતત ફેરફાર થયા

કરતો હોવાથી રોગનું પ્રમાણ વધવાની આશંકા સેવવામાં આવતી હતી. રવિવારે તાપમાનનો પારો નીચે રહ્યો હતો. શનિવારે મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ હતું. જેમાં સીધો ત્રણ ડિગ્રીનો ઘટીને મહત્તમ તાપમાનનો પારો 30.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જ્યારે ન્યૂનત્તમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો ઘટાડો થતાં 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 47 ટકા અને દરિયાઇ પવનોની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. પવનની ઝડપને કારણે પણ આજે રવિવારે બપોરે ગરમીમાં રાહત અનુભવાઇ હતી.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.