નોંધ : આ પાના પર પ્રકાશિત લેખોમાં વ્યકત થયેલા વિચારો લેખકોના પોતાના છે. દિવ્ય ભાસ્કર તેની સાથે સંમત હોય એ જરૂરી નથી.
8
¾, સુરત, બુધવાર, 18 માર્ચ, 2015
}
ઈમ્પેશન્ટ માર્કેટિંગ |નવી પેઢી ઈચ્છે છે કે બજાર તેમના સમયનું સન્માન કરે, જો બજાર એમ નહીં કરે તો તેઓ ફરજ પાડશે
તંત્રી લેખ
હવે સમયના દેવતાની આરાધનાનો યુગ આવ્યો છે
લઘુમતીમાં અવિશ્વાસની સ્થિતિ
વડાપ્રધાન કચેરીએ મંગળવારે ટ્વીટર મારફતે મેસેજ આપ્યો કે નરેન્દ્ર મોદી હરિયાણાના હિસારમાં ચર્ચ પર હુમલા અને પશ્ચિમ બંગાળના નાદિયામાં 72 વર્ષની નનની સાથે દુષ્કર્મની ઘટનાઓથી અત્યંત ચિંતિત છે. વડાપ્રધાને તેના અંગે રિપોર્ટ મગાવ્યો છે, તો તેની અસર પણ થઈ છે. સમાચાર છે કે હિસારની ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ચર્ચ પર હુમલાના સિલસેલામાં ધર્માંતરણનાં પ્રયાસોનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો હતો. જો ચર્ચના અંદર કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તો આરોપીઓ પર પહેલાં જ કાર્યવાહી કરવાની જરૂર હતી. તેનાથી કોઈને કાયદો પોતાના હાથમાં લઈને તોડફોડ કરવાનો હક મળી જતો નથી. જોકે, હિસાર અને નદિયામાં થયેલી ઘટનાઓનું કારણ છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહેલી ઘટનાઓના છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂર્વ આઈપીએસ અધિકારી જુલિયો રિબેરોનું નિવેદન છે, જેમાં આ પ્રખ્યાત ખ્રિસ્તિ વ્યક્તિએ જણાવ્યું કે, તેઓ પોતાના જ દેશમાં પોતાને અજાણ્યા અનુભવી રહ્યા છે. આ સાચ્ચે જ ચકિત કરનારી બાબત છે કે નરેન્દ્ર મોદી દ્વારા લઘુમતિઓમાં વિશ્વાસ પેદા કરવાનાં પ્રયાસો બાદ પણ કેટલાક જૂથ અને નેતાઓ પોતાનાં નિવેદનો અને ગતિવિધિઓ મારફતે સામાજિક તણાવનું વાતાવરણ બનાવી રાખ્યું છે. મોદીએ થોડા દિવસ અગાઉ સંસદમાં જ જણાવ્યું હતું કે તેમની સરકારનો એકમાત્ર ધર્મ ઈન્ડિયા ફર્સ્ટ છે. તેમણે બંધારણને આ દેશનો એકમાત્ર રાષ્ટ્રીય ગ્રંથ જણાવ્યો છે અને તેના અંતર્ગત તમામ નાગરિકોને મળેલી ધાર્મિક સ્વતંત્રતાના પાયાના અધિકારોની સુરક્ષા પ્રત્યે સરકારની વચનબદ્ધતા દર્શાવી છે. આ વકતવ્યોના મેસેજ પર દરેક જૂથ ધ્યાન આપે અને તેના અનુસાર વ્યવહાર કરે તો દેશ આર્થિક વિકાસ અને ખુશહાલીના માર્ગે ઝડપથી આગળ વધશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આખરે તેના માટે જ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને દેશના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. તેનાથી વિરુદ્ધ લઘુમતિ સમુદાયમાં ભય પેદા કરનારી ગતિવિધિઓને કારણે સંસદથી માંડીને દેશી-વિદેશી મીડિયા સુધી ચર્ચા ચાલી રહી છે. આથી વડાપ્રધાનનો તાજેતરનો હસ્તક્ષેપ અત્યંત મહત્વનો છે.
}
જીવન-પંથ
અનેક લોકોને હળતા-મળતાં ક્યારેક આપણે પોતાનું મૂળ સ્વરૂપ પણ ભુલવા લાગીએ છીએ. આપણે જોઈએ છીએ કે જો નેગેટિવ વિચારધારાના લોકોની સાથે થોડો વધુ સમય પસાર કરવામાં આવે તો આપણાં અંદર પણ નકારાત્મક્તા ઉતરવા લાગે છે. જાહેર જીવનમાં ક્યારેક મજબુરીને કારણે પણ આપણે લોકોનું સાન્નિધ્ય લેવું પડે છે અને આપણું સાન્નિધ્ય તેમને આપવું પડે છે. એવા સમયે આપણો વિવેક જ આપણી રક્ષા કરશે. બીજા પાસેથી આપણે કેટલું ગ્રહણ કરવાનું છે અને કેટલું બીજાને આપવાનું છે એ આપણો વિવેક જ સમજાવે છે. સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી આ વિષયને ખુબ જ સરસ રીતે સમજાવે છે. તેમણે જણાવ્યું કે, માનવ જો વ્યવહારનો શુદ્ધ છે તો પરમાર્થ પણ શુદ્ધ જ હશે. વ્યવહારને શુધ્ધ કરવા માટે જીવનમાં સાવદાન રહેવું પડે છે. એ તપશ્ચર્યા સહજ રીતે જ આવી જાય છે. એ વ્યક્તિની ભાવના પણ રહેતી નથી કે હું કોઈ તપ કરી રહ્યો છું, કેમ કે એ જીવનનું સહજ અંગ બની જાય છે. જીવનમાં જે કંઈ પણ સહજ છે, એ સ્થાયી હોય છે. જે કૃત્રિમ હોય છે તેને ધારણ કરવાની ચેષ્ટા કરવી પડે છે. કૃત્રિમતા વારંવાર વિકૃત થઈ જાય છે અને સહજતામાં ક્યારેય કોઈ દુષણ આવતું નથી. પરમાત્માએ દરેક વ્યક્તિની પાસે પોતાનો એક પ્રતિનિધિ છોડ્યો છે, જેવી રીતે સરકાર પોતાના કોઈ એક વ્યક્તિને બીજા દેશમાં મોકલે છે. ભક્તિના અંદર જ વિવેક જ પરમાત્માનો પ્રતિનિધિ છે. જો એ પ્રતિનિધિ સાથ આપતો નથી તો ક્યારેક સામેેથી આવતો પથરો પણ આંખમાં વાગી શકે છે અને એ આંખ ગુમાવવી પડી શકે છે, પરંતુ ભગવાનનો એ પ્રતિનિધિ તમને તાત્કાલિક આદેશ આપે છે અને તમે તમારી ડોક નીચી કરીને હાથ ઉપર લઈ લો છો. આ સંપૂર્ણ ક્રિયા એક ક્ષણમાં જ થઈ જાય છે, નહિંતર તમે દૃષ્ટિહીન બની શકો છો. માનવ મનમાં પ્રથમ વિચાર બુરાઈના સ્વરૂપે જાગે છે, પરંતુ તરત જ બીજો વિચાર આવે છે કે આ યોગ્ય નથી. વિવેક સતત જાગતો રહે છે અને એ મનુષ્યને પણ જાગૃત કરતો રહે છે. feedback : humarehanuman@gmail.com
બ્રાન્ડ એક્સપર્ટ અને સીઈઓ, હરીશ બિજૂર કન્સલ્ટન્ટ્સ ઈનકોર્પોરેશન
હું
માર્કેટિંગની એક એવી દુનિયામાં આગળ વધ્યો છું જ્યાં પૈસો સૌથી મહત્ત્વનો છે. માર્કેટિંગ અને કોર્પોરેટ બોર્ડરૂમ્સમાં તેને સીધી રીતે નહીં તો પરોક્ષ રીતે પૈસાની જ ચર્ચા થતી હતી. જોકે, હવે સમય બદલાઈ ગયો છે. માર્કેટિંગની દુનિયામાં વેલ્યુ ફોર મનીનો યુગ સમાપ્ત થઈ ગયો છે. હવે જ્યારે દુનિયાની વસ્તી વધુ યુવાન અને ડિજિટલ થતી જઈ રહી છે. જો તમે સ્પર્ધામાં આગળ રહેવા માગો છો તો પૈસા બાદ હવે સમય નવું અને રોમાંચક ચલણ છે, જેનો ઉપયોગ કરવાનો છે. સત્ય તો એ જ છે કે માર્કેટિંગ અને બિઝનેસની દુનિયામાં ગ્રાહક જ સૌથી મહત્ત્વની વસ્તુ છે. તમારા ગ્રાહક પાસે બે ચલણ છે. એક સમય અને બીજો પૈસો. માર્કેટિંગના લોકો પૈસાની સંભાવના જોઈને લલચાય છે, પરંતુ તેમણે જાગીને કોફીની સુગંધ લેવી પડશે. સમય નવું ચલણ છે, જે વર્તમાન સમયમાં ગ્રાહકને સંચાલિત કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવું જ થવાનું છે. શા માટે? સીધી વાત છે કે દુનિયામાં ખુબ જ ઉતાવળ અને અધીરાઈનું સ્થાન બનતું જઈ રહ્યું છે. શું તમે ધ્યાન આપ્યું છે કે અધીરાઈમાં ઉછરેલી પેઢી કેવી રીતે આપણી ચારેય તરફ આંટાફેરા મારી રહી છે? આપણાં બાળકો જેટલા અધીરા છે, એટલા તો આપણે ક્યારેય ન હતા. વીતેલા યુગમાં અધીરાઈથઈ ભરેલી એક વ્યક્તિ હતી, જે આજે પણ છે અને એ છે ભારતીય સાસુ. સાસુ ક્યારેય બદલાતી નથી. ખાસ કરીને પોતાની પ્રિય પુત્રવધુને મામલે. આ અધીરાઈથી ભરેલી પેઢી જ આપણી આગળની દુનિયા પર રાજ કરવાની છે. આવું થઈ જવા રહ્યું છે ત્યારે માર્કેટિંગના લોકોએ પૈસા પર પોતાના ફોકસને બદલીને તેને વર્તમાન પેઢીના ‘સમય’ પર લાવવો પડશે.
મ
વિશ્વમાં રોજગારની સ્થિતિ ઘંટડી વગાડી રહી છે!
ને બરાબર યાદ છે કે 1952માં હું વડોદરાની સયાજીરાવ યુનિ. માં બી.કોમ પાસ થયો, પણ પછી? પછી બેકારી- બેરોજગારી એ વળી કઈ બલા છે તેનો મને અનુભવ થયો હતો. એક વખત હું રૂ. 80ના માસિક પગારવાળી એક ટ્રક કંપનીમાં કારકુન તરીકે રહેવા તૈયાર થઈ ગયો હતો. મને મારા અપમાન જેવું લાગ્યું. હું પાછો મારા વતન આવી ગયો. કોણ? તો કહે કાન્તિ ભટ્ટ, બી.કોમ યુનિવર્સિટીનો સેકન્ડ ક્લાસ સ્કોલર ઝાંઝમેરમાં ખેતી કરવા માગતો હતો. પણ હું બેકાર ગણાતો હતો! મારો નાનો ભાઈ જે ખીતે કરતો તે રોજ 14 કલાક ખેતરમાં રહેતો. એક વખત કંઈક બોલચાલ થઈ. મારા નાના ભાઈએ જોરથી ઝટકો મારીને કહ્યું: ‘બેઠાં બેઠાં ખાવું, કંઈ કમાવું નહીં ને વળી પંચાત કરવી!!!’ માણસને બેકારી જેવું એક પણ કડવું મહેણું હોતું નથી. વળી, આજે અને ત્યારે પણ ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ થયા એટલે નોકરી શોધવી. વળી, ખેતરમાં ગ્રેજ્યુએટ થઈ ખેતી કરવી તે તો પોતાની જાતનું ડિ- વેલ્યુએશન કરવા જેવું હતું! ખરેખર તો આજે ખેતીને હું ગૌરવપૂર્ણ ગણું છું. કંઈ નહીં તો કવિની ભાષામાં ‘ખરે ખેડૂત તું જગતનો તાત ગણાયો. આ સઘળો સંસાર પાળતો તુંજ જણાયો.’ તમે 7-3-2015નું ‘વોશિંગ્ટન ટાઈમ્સ’ કે ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ જુઓ તેમાં પ્રમુખ બરાક ઓબામા પોતાના શાસનમાં રોજગારી કેટલી વધી તે ખાસ ધ્યાન રાખે છે. તે માટેના એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ્સ વોશિંગ્ટનમાં રખાય છે. ચીકો હારલાન નામનો રિપોર્ટર લખે છે કે, અમેરિકન સરકારે નક્કર આર્થિક પગલાં ભરીને ગયા મહિને દેશની રોજગારીમાં 295000 જેટલી નવી નોકરી ઉમેરી! અમેરિકામાં લેબર માર્કેટ ત્યાંના અર્થતંત્રને મજબુત રાખે છે તેમ ‘વોશિંગ્ટન પોસ્ટ’ કહે છે. ધારો કે, મુંબઈની વાત લખું તો મુંબઈનું અર્થતંત્ર કોણ મજબુત રાખે છે? તો હું કહીશ કે ઝૂંપડાંમા રહેતી કામવાળી 100 ટકા બહાર કામ કરીને મુંબઈના અર્થતંત્રને મજબુત રાખે છે. 40 ટકા બાઈઓના પતિદેવો બિચારા બેકાર હોય છે. અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ રેટ અને અનએમ્પ્લોયમેન્ટ રેટના રેકોર્ડ રખાય છે. તાજો
ઈન્ટરનેટ પર ચર્ચિત છે ઈટાલીનું આ ટ્રી-હાઉસ
બાયો ફ્યુઅલથી ચાલતી બસ યુ.કે.માં પ્રચલિત થઈ રહી છે
યુ.કે.ના બ્રેસ્ટલ શહેરમાં ‘જેનઈકો’ કંપનીએ એવી બસ લોન્ચ કરી છે, જેમાં ફૂડ વેસ્ટમાંથી બનેલા ગેસનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. અહીંના પ્લાન્ટમાં દર વર્ષે 35 હજારટન ફૂડ વેસ્ટમાંથી મીથેન ગેસ બનાવાય છે. તેનાથી બસને નુકસાન પહોંચતું નથી, લોકોને પણ સુવિધા મળી જાય છે. 40 બેઠક ધરાવતી આ બસનો ઉપયોગ જાહેર પરિવહનમાં થાય છે. એક વખત ગેસની } ફૂલ ટાંકી કર્યા બાદ બસ 299 કિમી ચાલે છે. ડીઝલ બસની સરખામણીએ આ બસ 30 ટકા ઓછો કાર્બનડાયોક્સાઈડ છોડે છે. બ્રિસ્ટલ અને બાથ શહેર વચ્ચે ચાલતી આ બસને હવે બીજા શહેરોમાં પણ ચલાવાશે. લોકોની માગણી છે કે આ બસને લંડનમાં ચાલુ કરવી જોઈએ જ્યાં પ્રદૂષણનું સ્તર વધતું જઈ રહ્યું છે. લંડનના મેયર એટલા માટે જ વધુને વધુ લોકોને સાઈકલ ચલાવવા પ્રેરિત કરી રહ્યા છે. }ratpdev.co.uk
ઈનોવેશન
હકીકતમાં આ ઘણું મોટું પરિવર્તન છે. અત્યાર સુધી માર્કેટિંગનું કૌશલ્ય પૈસો રહ્યો છે અને હવે તેને ‘સમય’ બનાવવાનું છે. માર્કેટિંગના માનસ અને શિસ્તમાં આ પરિવર્તન ઝડપથી આવવું જોઈએ. અનેક રીતે માર્કેટિંગ ગ્રાહકના પૈસાથી પ્રાપ્ત થયેલી શક્તિ છે. બંને ચલણ ગ્રાહકના હાથમાં છે - પૈસા અને સમય. પૈસાને તો આપણે સારી રીતે સમજીએ છીએ, સમયને આપણે જાણતા નથી. એક એવા દેશમાં જ્યાં પૈસો જ સદીઓથી સન્માનજનક રહ્યો છે, માર્કેટિંગની પદ્ધતિઓને ફરીથી નવી બનાવવાની જરૂર છે. હકીકતમાં બંને ચલણ એકદમ અલગ છે. તેમાં અનેક અંતર શોધી શકાય છે, પરંતુ આધારભૂત અંતર ખુબ જ રોચક છે. જ્યાં પૈસા કમાયા અને ખર્ચ કરી શકાયછે, સમયને માત્ર ખર્ચી જ શકાય છે. તમે ગમે તેટલો પ્રયાસ કરી લો, પરંતુ સમય કમાઈ શકાતો નથી. તમે કોઈ કંપનીમાં સખત મહેનત કરીને પણ એમ કહી શકો નહીં કે મને પૈસાને બદલે સમયની ચૂકવણી કરવામાં આવે. એક વાત તો પાકી છે કે કોઈ રિટેલ પોઈન્ટ પર પહોંચીને તમે લાઈફટાઈમ માટે ટોપ-અપની માગ કરી શક્તા નથી. એ તો પાકી વાત છે કે એવું કોઈ એટીમ નથી, જ્યાંથી તમે સમય કાઢી શકો. સમય તો માત્ર ખર્ચ કરી શકાય છે.
આજે જ્યારે ગ્રાહકનો સમય પૈસાની સરખામણીએ વધુ મહત્ત્વપૂર્ણ અને આક્રમક થતો જઈ રહ્યો છે, દરેક માર્કેટિંગ કંપનીએ પોતાના દરેક વિભાગમાં બિઝનેસ અને તેની પદ્ધતિની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂર છે. હવે દરેક વસતીને ગ્રાહકના કિંમતી સમયને ધ્યાનમાં રાખીને કરવાની જરૂર છે. હવે બિઝનેસને ગ્રાહકોની એ નવી પેઢીને ધ્યાનમાં રાખીને વિકસાવવાની જરૂર છે, જેને હું ‘બીસી જનરેશન’ એટલે કે બાયો ક્લોક જનરેશન કહું છું. આ એ પેઢી છે જે પસાર થતા સમયનું વધુ જીવંતતા, જૂસ્સા સાથે સન્માન કરે છે. મારી એક 23 વર્ષની મિત્ર છે, જે બેંગલુરુની આઈટીઈએસ કંપનીમાં કામ કરે છે. તાન્યા આવતા અઠવાડિયે ગોવા જવાની યોજના બનાવી રહી છએ. તેણે જણાવ્યું કે એ ત્યાં ત્રણ દિવસ અને ચાર રાત રહેશે. તેણે ગુગલ પર જઈને તમામ આયોજન કરી નાખ્યું. ગ્રાહકોની નવી પેઢી જાણે છે, જેવું કે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આપણાં જીવનમાંથઈ દરરોજ એક દિવસ ઘટી રહ્યો છે. આ નવી પેઢી નાનકડા જીવનમાંથી ઘણું બધું પ્રાપ્ત કરી રહી છે. બીસી જનરેશન માટે બાયો ક્લોક વધુ મોટા અવાજે ચાલી રહી છે. સમય હવે સન્માનજનક ચલણ છે. નવી પેઢી ઈચ્છે છે કે બજાર તેમના સમયનું સન્માન કરે. રિટેલ આઉટલેટ તમને લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રાખીને અનેક મિનિટની હત્યા કરવા મજબુર કરી શકે નહીં. એરલાઈનની રિસ્પોન્સ સિસ્ટમ તમને 3 મિનિટ રાહ જોવડાવીને તમારી 3 મિનિટ બરબાદ કરી શકે નહીં. આવી અસંખ્ય વાતો છે. માર્કેટિંગ કંપનીઓ, મેન્યુફેક્ચરિંગ પદ્ધતિ, કસ્ટમર સર્વિસ ટીમ, રિટેલ ટીમ, સર્વિસ ડિલીવરી ગ્રુપ, એચઆર ટીમ. હકીકતમાં કોર્પોરેટ સંગઠનના દરેક વિભાગે પૈસાના દેવતાને બદલે સમયના દેવતાની આરાધના કરવાની જરૂર છે. હવે જ્યારે ગ્રહકોની દુનિયા સમયની કિંમત પ્રત્યે જાગૃત થઈ રહી છે, બજારોએ અત્યંત સાવચેતીપૂર્વક પોતાનો નવો માર્ગ નક્કી કરવો પડશે. હવે આગામી દિવસોમાં આપણે અધીરા લોકોને સેવા આપવાની કળા, વિજ્ઞાન અને દર્શનમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરવી પડશે. અત્યારે ‘ઈમ્પેશન્ટ માર્કેટિંગ’નો યુગ છે. એક નવું કૌશલ્ય!
રોજગારી! રોજગારી!| જગતભરમાં 3.1 અબજ કામગારો છે, તેમાંથી 73 ટકા ગરીબ દેશોમાં રહે છે અને ભણેલી બેકારી વધતી જાય છે
પં. વિજયશંકર મહેતા
વિવેકને સતત જાગૃત રાખો
હરીશ બિજૂર
}યુનિક
ઈટાલીના તુરિન શહેરમાં ‘25 વેર્દે’ એપાર્ટમેન્ટ અત્યંત સુંદર ટ્રી-હાઉસ માટે પ્રખ્યાત છે. લોકો તેની સામે ઊભા રહીને ફોટો ખેંચાવે છે અને તેને ઈન્ટરનેટ પર અપલોડ કરે છે. આકર્ષક ડિઝાઈન અને કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતું આ ટ્રી-હાઉસ અહીંના પ્રખ્યાત આર્કિટેક્ટ લુચિઆનો પિઆએ બનાવ્યું છે. 5 માળના આએપાર્ટમેન્ટમાં કુલ 63 યુનિટ છે અને તેમાં કુલ 150 નાનામોટા છોડ લાગેલા છે. તેના અંગે કહેવાય છે કે, તમે આ ઝાડ વચ્ચે રહીને બાળપણનું સપનું પૂરું કરી શકો છો. ઈટાલિયન ભાષામાં 25 વેર્દેનો અર્થ 25 ગ્રીન થાય છે. આર્કિટેક્ટે આ એપાર્ટમેન્ટ બનાવવામાં ગર્ડરનો ઉપયોગ કર્યો છે, જેના કારણે વરસાદનું પાણી સીધું ઝાડ સુધી પહોંચે છે. ઈકો-ફ્રેન્ડલી ટેક્નોલોજીને કારણે ઊનાળામાં અહીં ઠંડક અને શિયાળામાં ગરમ વાતાવરણનો અહેસાસ થાય છે. }abc7.com
માતાની દરેક બાઈટ પર સ્માઈલ આપતા બાળકનો વીડિયો સુપર હીટ
યુટ્યુબર ટિમોથી ડબલ્યુએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એક માતા પોતાના બાળકને ખોળામાં લઈને ચિપ્સ ખાય છે. વીડિયો જોતાં લાગે છે કે બાળકને ખુબ જ આનંદ આવી રહ્યો છે. તેની માતા ચિપ્સ બાઈટ લે } છે અને બાળક જોરથી હસવા લાગે છે. કદાચ તેને ચિપ્સનો અવાજ સાંભળીને સારું લાગી રહ્યું છે. પ્રથમ વખત પોતાના બાળકના આ રિએક્શન પર માતાને પણ હસવું આવી જાય છે અને એ સમજી જાય છે કે ચિપ્સના અવાજથી તેને આનંદ આવી રહ્યો છે. યુટ્યુબ પર માત્ર બે દિવસમાં આ વીડિયોને 2 લાખ 18 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને 921 લાઈક્સ મળી છે. - youtube.com
વાઈરલ
રિપોર્ટ લખે છે કે, અમેરિકામાં બેકારીનો ‘રેટ’ ઘટીને ફક્ત 5.5 ટકા રહ્યો છે. છેલ્લા 12 મહિનામાં અમેરિકાએ નવી 200000 નોકરીઓ તેનાં અર્થતંત્રમાં ઉમેરી છે! ભારતમાં તમને રોજગારી કે બેરોજગારીના કોઈ આંકડા જ નહીં મળે. કોણ માથાકુટ કરે! કોને પડી છે? ટેલિવિઝન અને અખબારોના આર્થિક રિપોર્ટરોને કાંઈ ચિંતા નથી. આજે, 2015માં ઈન્ફોટેક, મોબાઈલ યુગ આવ્યો છે એટલે રોજગારી વધી છતાં પણ ‘ભણેલી- બેકારી’ તો છે જ. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના લેખકો અજીત ઘોષ અને ક્રિસ્ટોફર અર્નેસ્ટ કહે છે કે, જગતભરમાં 3.1 અબજ કામગારો છે, તેમાંથી 73 ટકા ગરીબ દેશોમાં રહે છે અને ભણેલી બેકારી વધતી જાય છે. આજે આપણને કોઈને ચિંતા નથી. નોમન મજીદ નામના અર્થશાસ્ત્રી લખે છે કે, માત્ર વિકસતા દેશો (ભારત જેવા)માં જ બેકારી નથી. યુરોપ- અમેરિકામાં પણ બેકારી છે! બીબીસી લખે છે કે ‘I.L.O. (ઈન્ટરનેશનલ કાન્તિ ભટ્ટ લેબર ઓર્ગેનાઈઝેશન) વોર્ન્સ ધેટ ગ્લોબલ એમ્પલોયમેન્ટ સિચ્યુએશન ઈઝ એલાર્મિંગ!’ વધુને વધુ લોકો લેબર ફોર્સમાં જોડાય છે અને નવી નોકરી કે રોજગારી નથી. હા, અમારા સૌરાષ્ટ્રમાં જુઓ તો દરેક જુવાનિયો ગ્રેજ્યુએટ થાય કે ન થાય પોતાનો સ્વતંત્ર ધંધો કે વ્યવસાય કે નાનો એવો કોટેજ ઈન્ડસ્ટ્રી ગણાય તેવો કમાણીનો તુક્કો શોધી લે છે, પણ યુરોપનાં લોકો એવા નથી. એ બધા બેકારીના બાદશાહો છે. માર્ચ 2015ના સ્પેનના આંકડા કહે છે કે, ત્યાંના 24.4 ટકા યુવાનો બેકાર છે. એવી જ હાલત ફ્રાંસ, બેલ્જીયમ અને બીજા દેશોમાં છે. ભારતમાં ‘ઈન્ડિયા સ્કીલ રિપોર્ટ’ નામની સંસ્થાનો રિપોર્ટ હમણાં નવો આવ્યો તે કહે છે કે, જે બેકાર લોકો છે તેમાંથી માત્ર 34 ટકા જ નોકરીને લાયક હોય છે. અર્થાત બી.એ. કે બી.કોમની ડિગ્રી હોય પણ તેમાંથી 64 ટકા ‘બુદ્ધુ’ હોય છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં સ્ત્રીઓ કામ શોધતા ઉમેદવારો પુરુષો
નોલેજ ભાસ્કર
હાર્ટટ્રાન્સપ્લાન્ટેશન ડો. કે.આર. બાલકૃષ્ણન
ડિરેક્ટર, કાર્ડિયાક સાયન્સિસ ફોર્ટિસ મલાર હોસ્પિટલ, એડ્યાર, ચેન્નઈ
હાર્ટ ફેઈલ, હૃદયનું યોગ્ય રીતે કામ ન કરવાને કારણે થાય છે. દર વર્ષે ભારતમાં હાર્ટ ફેઈલના અંદાજે 15 લાખ કિસ્સા બને છે. જોકે, આજે અનેક પ્રકારની દવાઓ છે જો રોગનું નિદાન કરકી શકે છે. જોકે, અંતિમ સ્થિતિમાં ઓપરેશન વગર સ્થિતિ સંભાળવી શક્ય નથી. આ પ્રકારના દર્દી માટે બે જ વિકલ્પ છે } હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ } હંમેશાં માટે આર્ટિફિશિયલ હાર્ટ ઈમ્પલાન્ટ
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન
દુનિયામાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન 1969માં દક્ષિણ આફ્રિકામાં ડો. ક્રિશ્ચિયન બર્નાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેની પ્રક્રિયા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જાણીતા સર્જન ડો. નોર્મન શમવેએ બનાવી હતી. જોકે, પ્રારંભિક પરિણામ એટલા સારા ન હતા. કેમ કે, હૃદયની સંભાળ માટે અપાતી દવાઓ ન હતી. ત્યાર બાદ 1980માં નવી દવા સાયક્લોસ્પોરિનને કારણે તેમાં સુધારો આવ્યો. અત્યારે 90 ટકા કેસમાં સફળતા મળે છે.
કેવા લોકોને તેની જરૂર પડે છે?
જે લોકો પાસે હાર્ટફેઈલ થયા બાદ કોઈ વિકલ્પ રહેતો નથી, તેમાં ટ્રાન્સપ્લાન્ટનું સુચન કરાય છે. ગંભીર હાર્ટએટેક બાદ કોઈના બચવાની શક્યતા નહીં જેવી હોય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે. આ ઉપરાંત ‘ડિલેટેડ કાર્ટિયોમાયોપેથી’, જેમાં હૃદયની માંસપેશીઓ એનલાર્જ થઈ જાય છે અને નબળી પડી જાય છે ત્યારે. કેટલાક દર્દીઓમાં વાયરલ ઈન્ફેક્શન જેવા વાયરલ માયોકાર્ડિટિસનું કારણ
}ફેક્ટ
કરતાં લાખ દરજ્જે લાયકાતમાં સારી હોય છે. ભારતમાં, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બેરોજગારી સૌથી ઓછી છે. સૌથી વધુ ભણેલા (!) કેરળમાં છે અને કેરળમાં ‘ભણેલી બેકારી ભયંકર’ છે. અમેરિકા પાસે કોણ જાણે કેટલું બુદ્ધિબળ છે અને વધુ જોઈએ છે કે તેને ગ્રેજ્યુએટ પ્રાપ્ત થતા નથી. વળી આજની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કંઈક નવો ઉધમ- ઉદ્યોગ કે નવી શોખની ચીજ અમેરિકન યુવાન શોધી કાઢે છે. મારી સામે ‘સાયન્ટીફીક અમેરિકન’નો અંક પડ્યો છે તે કહે છે કે, અમેરિકામાં આજે લોકો મોજથી રહે છે અને જે રીતે ઉપભોગ (કન્ઝમ્પશન) કરે છે તે લેવલે જગતે પહોંચવું હશે તો ચારસો વરસ લાગશે! આજે અમેરિકાએ સત્તાવાર રીતે 12000 ઈમીગ્રટ એજન્ટો રાખ્યા છે, તો બીન સત્તાવાર તો ઠેર ઠેર છેક ભાવનગર- મહુવા સુધી પડ્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં 14-11-2014ના રીપોર્ટર જુલીયા પ્રેસ્ટન લખે છે કે, બરાક ઓબામા અમેરિકામાં કામ કરવા ‘લાખ્ખો ઈમીગ્રન્ટને’ (મીલીયન્સ ઓફ ઈમિગ્રન્ટને) પરમીટ આપવા માગે છે. અમુક જણ અમેરિકામાં ઘુસ્યા છે તે વગર પરમીટે કે વીઝા વગર ઘુસ્યા છે, તેમની સંખ્યા આ લખાય છે ત્યારે 25 લાખની છે. અમેરિકાને હાઈ ટેક્નોલોજીની લાયકાતવાળાની ઉલટાની ગરજ છે. તે તો ગરમ ભજીયાની જેમ ખપી જાય છે. આજકાલ ભારત વતી કમ્પ્યૂટર સોફટવેર અને ટેક્નોલોજીનું કામ ભારત અને બીજા દેશો વતી અમેરિકામાં બહુ થાય છે. એટલે જો તમારે મા-બાપને વૃદ્ધાવસ્થામાં ઉપયોગી થવું હોય તો કમ્પ્યૂટર કે ટેક્નોલોજીનો ડીપ્લોમા કે જાણકારી મેળવીને અમેરિકામાં તમને સામેથી નોકરી મળશે. હવે અમેરિકન સરકાર જે ટેક્નોલોજી ક્ષેત્રના કર્મચારી કે સાહસિક આવે તેને સામે ચાલીને નાગરીકતા કે ગ્રીનકાર્ડ ‘ઊભા ઊભા’ આપે છે. વિવેક વાઢવા નામના અમેરિકન વીઝા મેળવવામાં મદદ કરનારા નિષ્ણાત કહે છે કે, આજે સિલીકોન-વોલીમાં સોફટવેર ટેક્નોલોજીમાં જાણકારોની બહુ જરૂર છે. એટલે જો તમને અમેરિકન- નાગરીક થવાનો મોહ હોય તો સોફટવેર ટેક્નોલોજીમાં એક્કા બનો.
આરોગ્ય
તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે એક વ્યક્તિએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના 27 વર્ષ બાદ બોસ્ટન મેરેથોન જીતી છે, તે પણ 100 લોકોને પાછળ પાડી દઈને. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એક સામાન્ય શબ્દ છે, પરંતુ મેડિકલ સાયન્સની એક જટીલ વિધી છે. આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અંગે અહીં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. હોય છે અને કેટલીક મહિલાઓમાં માતા બન્યા રોગી ફરીથી ક્યારેય જીવતો થઈ શકતો નથી. તેનું બાદ હોય છે. અનુમાન હોસ્પિટલના ન્યૂરોલોજિસ્ટ કરે છે. જો મૃત વ્યક્તિના સ્વજનો કોઈ અંગનું દાન કરવા કોઈનું પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છેω ઈચ્છે તો કરી શકે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ સારું છે, પરંતુ દરેક દર્દીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું નથી. હૃદયને કેટલા સમય સુધી બહાર રાખે છેω નીચેની પરિસ્થિતિમાં જ ટ્રાન્સપ્લાન્ટેશન કરી શરીરમાંથી કાઢી લીધા બાદ હૃદયને એકદમ ઠંડી શકાય છે સ્થિતિમાં રાખવાનું હોય છે, જે અનિવાર્ય શરત 1. જો કોઈના ફેફસામાં દબાણ ઓછું હોય તો છે. માત્ર 4 કલાકમાં તેને ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી જ તેનું ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકાય છે. ફેફસામાં હોય છે, નહિંતર કોમ્પિલેકેશનની સંભાવના રહે સર્ક્યુલેશનને પુલમોનરી આર્ટરી પ્રેશર કહેવાય છે. તેમાં એ સમયનો પણ સમાવેશ થાય છે, જેમાં છે. જો બ્લડ પ્રેશર સામાન્ય 120 મિમી એચજી સર્જરી થવાની છે. આથી સમય અત્યંત કિંમતી છે. છે તો પુલમોનરી આર્ટરી પ્રેશર 25 થી 30 મિમી એચજી રહેશે. ઘણી વખત હાર્ટફેઈલના દર્દીઓમાં ઓપરેશન કેવી રીતે થાય છે? ફેફસામાં દબાણ 80 થી 90 મિમી સુધી જતું રહે આ ટેક્નિકલ પ્રક્રિયામાં દર્દીને હાર્ટ લંગ છે. જેને પુલમોનરી હાયપરટેન્શન કહેવાય છે. મશીનના સપોર્ટ પર રાખવામાં આવે છે. પહેલાં સામાન્ય રીતે ડોનર એ જ હોય છે જેનું કોઈ તેનું બીમાર હૃદય કાઢવામાં આવે છે, ત્યાર બાદ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય છે. કેમ કે તેનું હૃદય ટ્રાન્સપ્લાન્ટેશનેશન કરવામાં આવે છે. સામાન્ય રીતે કામ કરતું રહે છે. હૃદયમાં ડાબી બાજુએ પમ્પિંગ સામાન્ય હોવું ઓપરેશન બાદ દવા જોઈએ. જ્યારે આ પ્રકારના હૃદયને 80 થી 90 નવું હૃદય કોઈ બીજાનું હોય છે અને નવી વસ્તુનો મિમીના પ્રેશરવાળા ફેફસા સાથે જોડવામાં આવે અસ્વીકાર કરવાની પ્રવૃત્તિ શરીરની હોય છે. છે તો ડાબી બાજુનું વેન્ટ્રિકલ ફેઈલ થઈ જાય છે. શરીરનાં લોહીનાં શ્વેતકણો તેના પર હુમલો કરે તેની મદદથી જ ફેફસામાં પમ્પિંગ થાય છે. દવાની છે. જેના કારણે નવા ટ્રાન્સપ્લાન્ટ કરેલા હૃદયનું મદદથી પુલમોનરી હાઈપર ટેન્શનને કાબુમાં લીધા મોત થઈ જાય છે. આ પ્રક્રિયાને ‘રિજેક્શન’ કહે બાદ જ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે. છે. તેનાથી બચવા માટે શરીરમાં કોઈ નવા અંગને 2. શરીરના અન્ય અંગ સારી રીતે કામ કરતા સ્વીકાર કરવા માટે ‘ઈમ્યુનો સપ્રેસિવ ડ્રગ્સ’ હોવા જોઈએ. કિડનીની ગંભીર તકલીફ, લીવર આપવાની હોય છે. કામ ન કરતું હોય, ચેપ કે કોઈ મોટું કેન્સર હોય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું નથી. પરિણામ કેવું છેω? અત્યાર સુધીમાં 95 ટકા લોકો 1 વર્ષથી વધુ સમય કોણ કરે છે હૃદયનું દાનω? સુધી જીવી જાય છે, જ્યારે 80 ટકા લોકો 10 વર્ષથી મોટાભાગે જે લોકોનું કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થાય વધુ સમય સુધી જીવી જાય છે. તેની સાથે જ એ છે કે પછી જેમને બ્રેઈન હેમરેજને કારણે બ્રેઈન વ્યક્તિ સામાન્ય જીવન પણ જીવી શકે છે. 30 ડેડ થઈ ગયું હોય. તેમાં હૃદય ધબકતું રહે છે એન ટકાથી વધુ લોકો ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ત્રીસ મગજ કામ કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં વર્ષ સુધી જાય છે.
આપણા દેશમાં તેનો ખર્ચ રૂ.20 લાખની આસપાસ આવે છે, પરંતુ તેમ છતાં દુનિયામાં પણ સૌથી સસ્તું ટ્રાન્સપ્લાન્ટેશન આપણે ત્યાં જ થાય છે. હૃદયના પરિવહન માટે ઘણી વખત જેટ વિમાન અને એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રકાશક અને મુદ્રક શરદ માથુર દ્વારા માલિક મેસર્સ ડી.બી. કોર્પ. લિમિટેડ માટે ભાસ્કર પ્રિન્ટિંગ પ્રેસ બી-૧૨૯, એ બી સેન્ટ્રલ રોડ નંબર-૧૨ ઉધના, સુરત (ગુજરાત)થી મુદ્રિત અને પ્રકાશિત. સાથે જ પ્લોટ નંબર ૪ અને પ, બાલદા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પારડી, જિલ્લો વલસાડ (ગુજરાત)થી પણ મુદ્રિત. એડિટર (ગુજરાત) : અવનીશ જૈન, એક્ઝિક્યુટિવ એડિટર, પ્રણવ ગોળવેલકર* સમાચાર પસંદગી માટે પી.આર.બી. એક્ટ હેઠળ જવાબદાર. ફોન નં. સુરત - (૦૨૬૧) ૩૯૮૮૮૮પ. ફેક્સ નં.(૦૨૬૧) ૨૨૭૧૯૯૦, RNI NO. GUJGUJ/2004/12321.