Latest surendernagar news in gujrati

Page 1

ઝાલાવાડ ન્યૂઝ ઈન બોક્સ

જોરાવરનગરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર | જોરાવરનગરમાં આવેલ સવા હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અંદાજે 300 દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા તપાસવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તમામ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સવા હોસ્પિટલનાં નિષ્ણાંત ડોકટરોએ જહેમત ઉઠાવી હતી.

બાવળીમાં જૂના મનદુ:ખ બાબતે યુવાન પર હુમલો

ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાનાં બાવળી ગામે રહેતા વિનુભાઈ મનુભાઈ રાઠોડ પર જૂના મનદુ:ખ બાબતે વિસ્તારમાં રહેતા રતિલાલભાઈ મોહનભાઈ, ભીખાભાઈ ધનદાસભાઈ અને વાલજીભાઈ મોહનભાઈ યુવાન સાથે બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વિનુભાઈને માર મારી ઇજા કરતા દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં વિનુભાઈ રાઠોડે આરોપીઓ સામે માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

નરાળીમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ નોંધાવાઇ

ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાના નરાળી ગામે રહેતી સગીરાને નરાળી ગામમાં રહેતા મેયાભાઈ રણછોડભાઈ ઠાકોર લલચાવી ફોસલાવી ભગાડી લઇ ગયા હતાં. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આથી તાલુકા પોલીસે મેયાભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ સી.પી.આઈ. એચ.એમ.રાઠોડ કરી રહ્યાં છે.

ખાટડીમાંથી દારૂનો જથ્થો તથા દેશી શરાબ ઝડપાયો

ચોટીલા | ચોટીલા તાલુકાના ખાટડી ગામની સીમમાં આવેલ વાડીમાં પોલીસે છાપો માર્યો હતો. ત્યારે વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો તૈયાર 400 લીટર આથો, બાફણીયુ અને 50 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કુલ રૂ. બે હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ચોટીલાના પી.એસ.આઈ. પી.જી.ગોહિલે ખાટડી ગામના ભૂપતભાઈ નાંગભાઈ કાઠીદરબાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ભાગવત કથા અને યજ્ઞ

અમદાવાદ, બુધવાર, 18 માર્ચ, 2015

લીકેજનાં મેસેજ મળતા ક્લેકટર સહિતનાં આલા અધિકારીઓ દોડી આવ્યા

વઢવાણ GIDCમાં ગેસલાઈન લીકેજના મેસેજથી તંત્ર દોડતું થયું ’ને નીકળ્યું મોકડ્રીલ ભાસ્કર ન્યૂઝ.વઢવાણ

વઢવાણ જીઆઈડીસીમાં ગેસ પાઇપલાઈન લીકીજેનાં મેસેજ મળતા ક્લેકટર સહિતનાં આલા અધિકારીઓ દોડી ગયા હતાં. ત્યારબાદ વઢવાણ જીઆઇડીસીને જોડતા તમામ રસ્તાઓ બંધ કરી દેવાતા ગેસલીકેજની વાતથી દોડધામ મચી હતી. અંતે ગેસ પાઇપલાઈન લીકેજના મેસેજ મોકડ્રીલ માટે હોવાની જાણ થતા ઉદ્યોગપતિઓ અને કારીગરોએ રાહતની લાગણી અનુભવી હતી. વઢવાણ જીઆઈડીસીમાં 300 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. ત્યારે વઢવાણ જીઆઈડીસીમાં મંગળવાર સવારે ગેસપાઇપ લાઇન લીકેજ હોવાના મેસેજ પસાર થતાં દોડધામ મચી હતી. વઢવાણ જીઆઈડીસીમાં મેડિકલહોલની પાછળનાં ભાગે એક ઔદ્યોગિક સામે જી.એસ. પી.સી.ની ગેસ પાઇપલાઈન લીકેજ હોવાના મેસેજ પસાર થયા હતાં. આથી જિલ્લા ક્લેકટર ઉદિત અગ્રવાલ, પ્રાંત અધિકારી આશાબેન શાહ, વઢવાણ મામલતદાર રાવલભાઈ, તાલુકા વિકાસ અધિકારી એમ.એન.રાણા વગેરે અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતાં. ત્યારબાદ ફાયર બ્રિગેડ, પોલીસ જવાનો વગેરે ઘટના સ્થળે પહોંચી રસ્તાઓ કોર્ડન કરી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. આ વાત જીઆઇડીસી અને સુરેન્દ્રનગર, વઢવાણ શહેરમાં પ્રસરી જતાં દોડધામ મચી હતી. અંતે વઢવાણ જીઆઈડીસીમાં ગેસ લીકેજનાં મેસેજ મોકડ્રીલ માટે હોવાની જાહેરાત થતા ઉદ્યોગપતિઓ અને કારીગરોએ રાહતની લાગણી અનુભવી હતી.

ધો. 12માં ભૂગોળ વિષયમાં કોપીકેસ નોંધાયો

ભાસ્કર ન્યૂઝ.સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષામાં કોપીકેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે મંગળવારે ધો. 12માં સેક્રેટરીયલ પ્રેકટીસ અને ભૂગોળ વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ભૂગોળની પરીક્ષામાં 9 કોપીકેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોપીકેસનું પ્રમાણ વધતા કડક ચેકિંગ હાથ ધરાયુ છે. ત્યારે મંગળવારે ધો. 10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પેપર ન હતા. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં સવારે સેક્રેટરીયલ પ્રેકટીસ અને બપોરે ભૂગોળ વિષયના પેપરો હતા. જેમાં સવારે ધો. 12ના સેક્રેટરીયલ

પ્રેકટીસના વિષયમાં નોંધાયેલા 5023માંથી 86 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 4937 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને બપોરે ભૂગોળ વિષયનું પેપર હતુ. ભૂગોળ વિષયમાં નોંધાયેલા 5627માંથી 236 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 5391 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ભૂગોળ વિષયના પેપરમાં કુલ 9 કોપીકેસ નોંધાયા હતા. જેમાં ધ્રાંગધ્રાની એમ.ડી.એમ. કન્યા વિદ્યાલયમાં 6 અને થાનની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં 3 વિદ્યાર્થીઓને ગેરરિતી કરતા ઝડપી લઇ કોપીકેસ કરવામાં આવ્યા હતા. જયારે મંગળવારના રોજ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન 322 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાયા હતા.

મૂળીમાંથી પણ મુદામાલ સાથેની ગાડી મળી આવી ભાસ્કર ન્યૂઝ. થાન,મૂળી

થાન પંથકમાં વષોર્થી કાર્બોસેલની ચોરીનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જે બાબતે અનેક ફરિયાદો ઉઠી હોવા છતા હજુ પણ ખનીજ માફિયાઓ કાયદાની ઐસી તૈસી કરેને બેફામ ખનીજની ચોરી કરીને સરકારને વર્ષે કરોડોનો ચૂનો લગાવી રહયા છે. ત્યારે થાનમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને પ્રાંત અધિકારીએ ટીમ સાથે ચેકિંગ હાથ ધરીને રૂ.18.27 લાખનીનો મુદામાલ પકડી પાડયો હતો. મૂળી માંથી પણ 10.6

ગાંધીનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદનાં કારણે ખેતપાકોમાં વ્યાપક નુકશાન થયુ છે. જયારે બીજી તરફ બટાકાથી કોલ્ડ સ્ટોરેજ ભરાઇ જતા બજારમાં બટાકાનાં ભાવ ગગડ્યા છે. ખેડુતો પર આવી પડેલી આ આફત સામે રાજય સરકાર પાસે ખેડુતોને વળતર આપવાની માંગ કોગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી છે. આ બાબતને લઇને દહેગામમાં મામલતદાર કચેરીએ કોગ્રેસ દ્વારા વળતરની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું. દહેગામ પંથકમાં બીજી તરફ બટાકાની જાળવણી માટે બનાવવામાં આવેલા કોલ્ડ સ્ટોરેજ બટાકાથી ઉભરાવા લાગતા હવે ખેડુતોએ બટાકા બજારમાં વેચવા મુકવાની ફરજ પડી છે. બજારમાં બટાકાની આવક વધતા ભાવ તળીયે જવા લાગ્યા છે.ત્યારે કોલ્ડ સ્ટોરેજની કાયમી વ્યવસ્થા ઉભી થાય તેવી માંગ સાથે દહેગામ ધારાસભ્ય કામીનીબા રાઠોડ સહિતનાં કોગ્રેસીઓ અને ખેડુતો મામલતદાર કચેરીએ ધસી ગયા હતા.

પૂર્વ ધારાસભ્યના કારીગરોને ધમકી અપાયાની ફરિયાદ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલાનાં માનવ મંદિર પાસે પ્લોટો આવેલા છે. ત્યારે આ પ્લોટો પર કડીયાઓ સહિતના કારીગરો કામ કરી રહ્યાં હતાં. ત્યારે કુંભારપરામાં રહેતા કાનાભાઈ ભરવાડ અને દેશળભગતની વાવ પાસે રહેતા રાજુ ઉર્ફે સનેડો જગાભાઈ ડાંગરે પ્લોટનું કામ બંધ કરવાનું કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નરેશભાઈ ધનરાજભાઈ કૈલાએ બી.ડિવીઝન પોલીસ મથકે કાનાભાઈ ભરવાડ અને રાજુ ઉર્ફે સનેડો જગાભાઇ ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લાખની મતા સાથે કાબોર્સેલ ભરેલી ગાડી પકડવામાં આવી હતી. થાન : ચોટીલા પ્રાંત અધિકારી એલ.કે.ડામોર, મામલતદાર કે.જે. વાઘેલા, સર્કલ અધિકારી જે.ડી. ચિહલા તથા બળદેવભાઈ તથા મકવાણાભાઈએ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં થાન-તરણાતર રોડ ઉપરથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલા ટ્રકને ઉભી રાખી તેની તલાસી લેતા તેમાં 16 ટન કાર્બોસેલ પાસ પરમીટ વગર વહન થઇ રહ્યું હોવાનું જણાયુ હતું. ડ્રાઇવરની પૂછપરછ કરતા ટ્રક દેવાભાઈ રબારી તરણેતરની હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં રૂ. 5.24 લાખનો મુદ્દામાલ

ભાસ્કર ન્યૂઝ. મૂળી

મૂળી તાલુકાના ગામડાઓમાં બેફામ કાર્બોસેલનું વહન થઇ રહ્યું છે. ત્યારે મૂળી મામલતદાર કચેરીની ટીમે મંગળવારે 10 ટન કાર્બોસેલ ભરેલ ગાડી પકડી મૂળી પોલીસ મથકે જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ આરોપીઓ ગાડી બારોબાર લઇ ભાગી ગયા હતાં. આથી ફરજમાં રૂકાવટ કરવા બદલ અને ગાડી લઇ જવા બાબતે નાયબ મામલતદારે પાંચ શખ્સો વિરૂદ્ધ મૂળી પોલીસ મથકે ગુનો નોંધાવતા ચકચાર ફેલાઇ છે. મૂળી તાલુકામાં કાર્બોસેલનું બેરોકટોક ખોદકામ થઇ રહ્યું છે. ત્યારે મૂળી મામલતદાર જે.એમ. રાવલની સૂચનાથી નાયબ મામલતદાર મહોબ્બતસિંહ, બાબુભાઈ કમેઝળીયા સહિતનો સ્ટાફે મૂળી મામલતદાર કચેરી પાસે રોડ પર ચેકિંગ માટે ઉભા હતાં. આ દરમિયાન ખાખરાથળ

આસપાસમાંથી અંદાજે 10 ટન જેટલો કાર્બોસેલ ગેરકાયદેસર ભરી મોરસલનાં કાળુભાઈ રામશીભાઈ રબારીની ગાડી લઇ નીકળ્યા હતાં. આથી સ્ટાફે ગાડીને સીઝ કરી કાર્યવાહી આરંભી ગાડીને સીઝ કરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ ડ્રાઇવર સહિત અન્ય ચાર શખ્સો ટ્રક લઇને બારોબાર સિધ્ધસર રોડે નીકળી ગયા હતાં. આથી આ બનાવ અંગે ફરજમાં રૂકાવટ કરવા અને રૂ. 8.4 લાખનો મુદ્દામાલ લઇ જવા બાબતે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે નાયબ મામલતદાર બાબુભાઈ કમેઝળીયાએ જણાવ્યું હતું કે, રાત્રે ચેકિંગ દરમિયાન ટ્રક પકડી હતી. જે ટ્રકને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું કહેવા છતાં ચાર શખ્સો ગાડી લઇને ફરાર થઇ ગયા હતાં. પાંચેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાય છે.

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

દબાણકર્તા 12 શખ્સોના નામ

છડીયાળી ગામના કોળી જાદવભાઇ મોહનભાઇ,માનસંગભાઇ સવજીભાઇ ,વાલાભાઇ શીવાભાઇ,લઘરાભાઇ તથા ધમાભાઇ શીવાભાઇ ,મગનભાઇ સવસીભાઇ,નારણભાઇ ચીકાભાઇ ,બેચરભાઇ ઘુધાભાઇ રબારી,હામાભાઇ ઘુઘાભાઇ,કોળી ઝવેરભાઇ છગનભાઇ,કોળી ગોરધનભાઇ ભીખાભાઇ,પથાભાઇ ગોવિંદભાઇ અને રબારી શામળાભાઇ સોંડાભાઇએ દબાણ કર્યાનું ખૂલ્યુ હતું.

ગામના 12 શખ્સો ખેડાણ કરીને વાવેતર કરતા હોવાની ફરીયાદ ઉઠી હતી. આ સરકારી જમીનમાં બીન અધીકૃત દબાણ કરતા શખ્સોને અનેક મૌખીક અને લેખિત રજૂઆત કરવા છતા દબાણકર્તા શખ્સો એ દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયતના સરપંચ દડુભાઇ જીવાભાઇ આખરી નોટીસ આપી હતી અને મંગળવારના રોજ ના.મામલદાર એમ.એ.મુંજવા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એસ.આઇ ઝીંઝુવાડીયા, અને પોલીસ બંદોબસ્ત અને મશીનરી લઇને તમામ ગૌચરજમીન ઉપર કરેલ દબાણકર્તાઓની વાડને દૂર કર્યુ હતું. આ પ્રસંગે હરેશભાઇ ભુવા,

ભોપાભાઇ સભાડ, ગણેશભાઇ મકવાણા, નાજભાઇ મોહનભાઇ, સોમાભાઇ મગનભાઇ, સાદુળભાઇ ડાયાભાઇ સહિતનાં ગ્રામજનોને સાથે રાખીને સરકારી ગૌચર જમીનનો કબજો લઇને તલાટી મંત્રી એચ.આર. પાયકે રોજકામ કરી ગ્રામ પંચાયતે તમામ જમીનનો કબજો લીધો હતો. છડીયાળીના 12જેટલા સરકારી ગૌચર જમીન ઉપર દબાણ કરનાર ઉપસ્થિત રહયા ન હતા. આમ છતા દબાણો દૂર કરવામાં ગ્રામ પંચાયતને સફળતા મળી હતી સૌથી મોટી ગૌચર જમીન ખૂલ્લી કરવામાં આવતા માલધારી અને પશુ પાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી

ગેરકાયદે વૃક્ષ છેદનની પ્રવૃતિમાં ગાંધીનગર જિલ્લો પણ બાકાત નથી વર્ષ 2013માં 6,765 અને વર્ષ 2014માં 3,745 મળી બે વર્ષમાં 10,510 વૃક્ષનું ગેરકાયદે છેદન થયાનું જણાવતા વન મંત્રીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નનાં જવાબમાં વધુમાં જણાવ્યું છે કે આ મામલે કુલ 34 કેસ કરવામાં આવ્યા હતાં અને તેમાં 95,750 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યાની સાથે ઉપરોક્ત વૃક્ષોના લાકડા જપ્ત કરીને તેની હરાજી કરવાના પગલે સરકારને ~ 38.35 લાખની આવક થઇ હતી. રાજ્યમાં ગાંધીનગર સહિત 16 જિલ્લામાં બામ્બુ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. તેમ જણાવતા રાજ્યના વન મંત્રીએ રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના પ્રશ્નનાં જવાબમાં વધુમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન આ યોજના પાછળ 4.73 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વિવિધ જાતિના બામ્બુ મતલબ કે વાંસનું

સંશોધન અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ચારે તાલુકામાં આવેલા 20 રોપ ઉછેર કેન્દ્ર અને નર્સરીમાં મળીને 31.12 લાખ રોપ ઉછેરવામાં આવ્યા છે અને તેના પાછળ ~ 44 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. માણસાના ધારાસભ્ય અમિત ચૌધરીના પ્રશ્નનાં જવાબમાં વન મંત્રીએ જણાવ્યું છે કે ગાંધીનગરમાં 9, માણસામાં 5, દહેગામમાં 4 અને કલોલમાં 2 નર્સરી આવેલી છે. ગાંધીનગરમાં વન ચેતના, જીટીએસ, આદિવાડા, સેક્ટર-17, રાજભવન, જીઇબી, ઇન્દ્રોડા સર્કલ, પાલજ અને ચિલોડા રોપ ઉછેર કેન્દ્ર, માણસામાં માણસા, બિલોદરા, આજોલ, વિહાર અને લાકરોડા, દહેગામમાં ચાંપલપુર, કલ્યાણજીના મુવાડા, બહિયલ અને કરોલી જ્યારે કલોલમાં નારદીપુર અને શેરિસા નર્સરીમાં મળીને 32.31 લાખ રોપ વાવવામાં આવ્યા હતાં અને આ પૈકી 31.12 લાખ રોપ જીવીત રહ્યા હતાં.

જપ્ત કરાયો હતો. જ્યારે થાન – વગડીયા રોડ ઉપરથી પસાર થઇ રહેલા ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી 10 ટન રેતી પાસ પરમીટ વગરની તથા ટ્રકના માલિક મૂળીના પીન્ટુભાઈ દરબાર હોવાનું જણાવ્યું હતું. આ ટ્રક સાથે 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત અન્ય એક ટ્રકની તલાસી લેતા તેમાંથી 12 ટન ફાયરકલે મળી આવતા 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ટ્રકની માલિકી બેચરભાઈ રબારી તરણેતર વાળાની હોવાનું ડ્રાઇવરે જણાવ્યું હતું. આમ કુલ રૂ. 18.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા

ચકચાર ફેલાઇ હતી.ત્યારે વારંવાર ખનીજ પકડાતુ હોવા છતા સ્થાનિક પોલીસ તથા ખાણખનીજ વિભાગ શા માટે પગલા લેતા નથી ? શું ખનીજ ચોરીમાંથી તેમને પણ હિસ્સો મળી જાય છે.? અને આથી જ તેઓ આંખઆડા કાન કરી રહયા છે. મૂળી: મૂળી મામલતદારના સ્ટાફ ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મૂળી રોડ પરથી અંદાજે 20 ટન જેટલો ગેરકાયદે કાર્બોસેલ ભરેલ ટ્રક ઉભી રાખવતા તેમની પાસેથી કોઇપણ જાતના કાર્બોસેલનાં પુરાવા મળ્યા ન હતાં. આથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી ગાડી સહિત રૂ. 10.6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બામણબોરમાં દીપડાએ બે નીલગાયનો શિકાર કર્યો : વનવિભાગે છટકું ગોઠવ્યું ભાસ્કર ન્યૂઝ.ચોટીલા

ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોની સીમ આદમખોર ગણાતા દીપડા માટે પસંદગીનું સ્થળ બન્યુ છે. ત્યારે બામણબોરની સીમમાં બે નીલગાયના શિકાર સાથે દીપડાએ દેખા દીધી છે. આથી વન વિભાગે ઘટના સ્થળે ધસી જઇ દીપડાને છટકામાં સપડાવવા તજવીજ શરૂ કરી છે. ચોટીલા પંથકનાં માઇલોનો ફેલાવો ધરાવતા ગ્રામ્ય પંથકોનાં સીમવગડા દીપડા માટે ફેવરીટ જગ્યા બની હોય તેમ છાશવારે આ પંથકમાં દીપડાના વાવડ મળે છે. ત્યારે બામણબોર ડોસલીધુના રસ્તા ઉપર પાણીના વોંકળા પાસે

દના ઘરમાં સેજકપર ગામે 100 વીઘાથી વધુ ગેરકાયદે વૃક્ષ છેદનના 34 કિસ્સા મૂઆગળચંલાગતાં પકડાયા: 38 લાખનાં લાકડાં જપ્ત મહિલાનું મોત ગૌચર જમીન ખુ લ ્લી કરવામાં આવી છડીયાળાનાં 12 શખ્સોએ સાયલાના સેજકપર ગામની ગૌચર જમીનમાં ઓવનગઢના 12 શખ્સોએ 100થી વધુ વીઘા જમીન ઉપર દબાણ કરી વાવેતર કરતા હોવાની રજૂઆત થઇ હતી. પરંતુ આ બાબતે ગ્રામ પંચાયતની નોટીસની ઐસી તૈસી કરતા શખ્સો સામે ગ્રામ પંચાયતે નાયબ મામલતદાર, મદદનીશ તાલુકા અધિકારી અને પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે 43.8 ગુંઠા જમીન ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યા હતાં. સેજકપરની ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવતા માલધારી અને પશુ પાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી સેજકપર ગામે છેલ્લા કેટલાંક સમયથી ગોજારાના કાંઠે સરકારી ખરાબા અને ગૌચર જમીન સહીત અંદાજીત 43.08 એકરમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર છડીયાળી

કાર્બોસેલ ભરેલી ગાડી પકડાઇ, પણ આરોપીઓ ગાડી લઇ ભાગી છૂટયા

સુરેન્દ્રનગરમાં ધો.12 બોર્ડની થાન પંથકમાં ખનીજચોરો બન્યા બેફામ પરીક્ષામાં 9કોપીકેસ નોંધાયા ~18.27 લાખની મતા ઝડપી પડાઇ

વઢવાણમાં મુરલીમનોહર મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા ભાગવત કથા અને યજ્ઞનું આયોજન કરાયું હતું.

ભાસ્કર ન્યૂઝ.સાયલા

પાંચ સામે નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી

થાનપોલીસને અંધારામાં રાખીને પ્રાંત અધિકારીએ ટીમ સાથે દરોડો પાડ્યો

બટાકાના ભાવ નીચા જતા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર

દબાણો કર્યા હતા

10

ભાસ્કર ન્યૂઝ.સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ફેકટરીઓ અને જિનિંગોમાં અકસ્માતે આગ લાગવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વઢવાણ તાલુકાના મૂળચંદ ગામમાં આવેલા એક રહેણાક મકાનમાં લાગેલી આગમાં એક મહિલા ભડથુ થઇ ગઇ હતી. આ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળચંદ ગામે 19 વર્ષનાં તુલસીબેન પ્રભુદાસ પોતાના ઘરે બપોરના સમયે સૂતા હતા. ત્યારે ઘરમાં આકસ્મીક રીતે વીજકરંટ લાગતા આગ ફાટી નીકળી હતી. આથી ઘરનો કાટમાળ પણ સળગી ગયો હતો. ત્યારે આ બનાવમાં તુલસીબેન આગની ઝપટમાં આવી જતાં ઘટના સ્થળે જ તેઓનું કમકમાટીભર્યુ મોત થયુ હતું. આ અંગે મનહરદાસ કાશીરામભાઈએ બી-ડિવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ એ.એસ.આઈ. બી.એન.મકવાણા ચલાવી રહ્યાં છે.

દીપડાનાં પગલાંની ધૂળમાંથી છાપ મળી

બામણબોર પંથકમાંથી બે નીલગાયનો શિકાર કરેલા દીપડાના પગનાં પંજાની છાપ ધૂળમાંથી મળી આવી છે. આ છાપ ઉપરથી આ દીપડો અંદાજે ચાર વર્ષનો હોવો જોઇએ.

દીપડો દેખાયો હતો. આ અંગે વન વિભાગને બામણબોરનાં હરેશભાઈ દરબારે જાણ કરી હતી. આથી ચોટીલાના વિસ્તરણ અધિકારી એચ.ડી.મગરવાડીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતાં. આ દીપડાએ વગડામાં ફરતી બે નીલગાયોનો શિકાર પણ કર્યો હતો. દીપડાને સકંજામાં લેવા માટે વન વિભાગે પાંજરૂ મૂકવાની તજવીજ

શરૂ કરી છે. અત્યારે ઘઉંની સીઝન શરૂ હોવાથી દીપડાના ડરથી ખેડૂતો ખેતરમાં જતા પહેલા સાવચેતીનાં પગલા લેવા લાગ્યા છે. ચોટીલાના વિન વિભાગે તારણ કાઢ્યું હતુ કે, આ દીપડો વાંકાનેર તરફનાં વીડજંગલો બાજુથી ચોટીલા પંથકમાં આવ્યો હોવો જોઇએ. નીલગાયનો શિકાર દીપડાએ જ કર્યો હોવાનું જણાતુ હતું.

પાણીના પાઉચનો નમૂનો મીસ બ્રાન્ડેડ થતા દંડ કરાયો ચોટીલા હાઇવેથી લેવાયેલ પાઉચ પર બેચ નંબર, તારીખ લખેલ ન હતી ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ બેવરેજીસમાં ફૂડ વિભાગની ટીમે દરોડો કરી પાણીના પાઉચના નમૂના લીધા હતા. આ પાણીના પાઉચ પર બેચ નંબર, ઉત્પાદનની તારીખ, માસ, સમય લખેલ ન હતો. આથી આ અંગે માલીક સામે કેસ દાખલ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા માલીકને રૂપિયા 7 હજારનો દંડ ફટકારાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળોએ યોગ્યતા વિનાના પાણીના પાઉચનું ઉત્પાદન અને વેચાણ કરાતુ હોવાની અનેક ફરિયાદો મળતા ફૂડ વિભાગની ટીમના ઇન્સપેકટર પી.કે.પટેલ વગેરે તા. 29-8-12ના રોજ ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ મે. સાગર બેવરેજીસમાં દરોડો કર્યો હતો. જેમાં તૈયાર થતા નિર્મળ બ્રાન્ડ પેકેજડ ડ્રીકીંગ વોટરના

નમૂના લેવાયા હતા. આ નમૂના રાજકોટની લેબોરેટરીમાં પૃથ્થકરણમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં લેબોરેટરી ટેસ્ટીંગમાં પાણીના પાઉચ પર બેચ નંબર, ઉત્પાદનની તારીખ, માસ, વર્ષ ન હોવાનું બહાર આવ્યુ હતુ. આ ઉપરાંત ઉત્પાદક પાસે બીઆઇએસનું પ્રમાણપત્ર પણ હતુ નહી. આથી પાણીના પાઉચનો નમૂનો મીસ બ્રાન્ડેડ થતા સાગર બેવરેજીસના માલીક સીધ્ધાર્થભાઇ જયસુખભાઇ અજમેરાની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ સુરેન્દ્રનગર જિલ્લા અધિક કલેકટર વિપુલ કે. મહેતા સમક્ષ ચાલી જતા મે. સાગર બેવરેજીસના માલીક સીધ્ધાર્થ જયસુખભાઇ અજમેરાને રૂપિયા 7 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીના પાઉચના નમૂના ફેઇલ થતા ઉત્પાદકને દંડ ફટકારવામાં આવતા પાણીનો ધંધો કરતા ધંધાર્થીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.