નોંધ : આ પાના પર પ્રકાશિત લેખોમાં વ્યકત થયેલા વિચારો લેખકોના પોતાના છે. દિવ્ય ભાસ્કર તેની સાથે સંમત હોય એ જરૂરી નથી.
તંત્રી લેખ
‘આપ’નો મુખવટો ઊતરી ગયો
‘આમ આદમી પાર્ટી’ પર દરરોજ નવા-નવા ડાઘ લાગતા જઈ રહ્યા છે. રસપ્રદ એ છે કે આ તમામ ઘટનાક્રમમાં પક્ષના નેતાઓ જ સંડોવાયેલા છે. તેમાં જો સીધી હિંસક વાતનો અભાવ હતો તેને ગુરુવારે વિદ્રોહી ‘આપ’ નેતા રાજેશ ગર્ગે પૂરી કરી નાખી. તેમણે જણાવ્યું કે, તેમને એક વિદેશી ફોન નંબર પરથી ધમકી મળી હતી. બુધવારે ભૂતપૂર્વ ધારાસભ્ય ગર્ગની ‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે ગત જુલાઈમાં ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું, જેમાં કેજરીવાલ કોંગ્રેસના છ ધારાસભ્યોને તોડીને દિલ્હીમાં ફરીથી સરકાર બનાવવાની વાત કરતા સંભળાઈ રહ્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાનનો દાવો છે કે, ‘આપ’ નેતા સંજય સિંહે કેજરીવાલને ટેકો આપવાના બદલામાં તેમને મંત્રીપદ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આસિફના અનુસાર સંજય સિંહ સાથે થયેલી આ વાતચીનું રેકોર્ડિંગ તેમની પાસે છે. આ બાબતો છેલ્લા અનેક દિવસથી પક્ષના અંદર ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપનો બીજો અધ્યાય છે. બે સંસ્થાપક સભ્યો પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને ‘આપ’ની રાજકીય બાબતોની સમિતિમાંથી હાંકી કઢાયા છે અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની માગણી કરતાં પક્ષનાં ધારાસભ્યોનાં એક પત્ર પર હસ્તાક્ષર કરાવાયા હતા. આ બાજુ ભૂષણ, યાદવ અને કેટલાક અન્ય નેતાઓ તથા પક્ષના ‘લોકપાલ’ એડમિરલ રામદાસે કેજરીવાલ જૂથ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ બધાનો સારાંશ એવો નીકળે છે કે, અણ્ણા આંદોલન સાથે સંકળાયેલા એક જૂથે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનથી બનેલી પોતાની પ્રતિષ્ઠાનો ફાયદો પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે કર્યો છે. સ્વચ્છતા, ઈમાનદારી, સ્વરાજ જેવા શબ્દોથી તેમણે ‘આપ’ નામનો સ્વાંગ ઊભો કર્યો, જેનાથી દેશભરમાંથી તેમને લોકોનું નૈતિક સમર્થન મળ્યું, જ્યારે દિલ્હીના મતદારો બે વખત છેતરાયા છે. જોકે, ગયા મહિને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી નહીં કલ્પેલી સફળતાને આ નેતાઓ પચાવી શક્યા નથી. તેમની અંગત મહત્વાકાંક્ષાઓની સ્પર્ધાએ તેમના દ્વારા રચવામાં આવેલો સ્વાંગ ઉઘાડો પાડી દીધો છે. ત્યાર બાદ બીજી પક્ષોથી શ્રેષ્ઠ લાગવું તો બાજુ પર રહ્યું, હવે ‘આપ’નો ચહેરો અત્યંત બદસૂરત દેખાવા લાગ્યો છે. આ ઘટનાક્રમ બાદ રાજકીય આંદોલનો દ્વારા કંઈક નવું ઘટવાની સંભાવનાઓ પ્રત્યે સામાન્ય પ્રજાના વિશ્વાસને પણ ઠેસ પહોંચી છે.
}
જીવન-પંથ
પં. વિજયશંકર મહેતા
તણાવને સંતોષથી કાબૂમાં રાખો
આજે પ્રબંધનના યુગમાં મહત્વાકાંક્ષી હોવાને પણ એક લાયકાત માની લેવાઈ છે. સફળતા પ્રાપ્ત કરવી આપણો અધિકાર છે. સફળતા પ્રાપ્ત કરવા માટે મહત્વાકાંક્ષી હોવું કોઈ ખરાબ વાત નથી. મહત્વાકાંક્ષા જ્યાં સુધી પ્રેરણા બનેલી રહે ત્યાં સુધી તો ફાયદાકારક છે, પરંતુ આપણે ભુલી જઈએ છીએ કે મહત્વાકાંક્ષાના અંદર પણ એક લાગણીપૂર્ણ આવેગ હોય છે. આવેગ અને આવેશ ગમે તેવો હોય, ભવિષ્યમાં મુશ્કેલી સર્જશે. બીજા સાથે હરિફાઈ કરીને ઈચ્છીત ફળ પ્રાપ્ત કરવું આજની પ્રબંધનની શૈલી છે. જ્યારે આવું બનતું નથી ત્યારે માણસ નિરાશ થઈ જાય છે. મહત્વાકાંક્ષા તીવ્ર આકાંક્ષામાં બદલાઈ જાય છે. જે લાયકાત છે તે પીડા પહોંચાડવા લાગે છે અને અહીંથી જ તણાવ પેદા થાય છે. ભણેલા-ગણેલા લોકોમાં તણાવ સંબંધિત ઘટનાઓ વધુ સર્જાય છે. એવું નથી કે અભણ વ્યક્તિ તણાવમાં આવતો નથી. તણાવ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સાક્ષર અને નિરક્ષરમાં એક જ સ્વરૂપમાં પ્રવેશે છે. જે લોકો ઓછું ભણેલા હોય છે તેઓ તણાવને એ જ સ્વરૂપમાં લે છે જે સ્વરૂપમાં તે આવ્યો હોય છે. ભણેલા-ગણેલાની સાથે મુશ્કેલી એ છે કે એ તણાવમાં પોતાનું ઘણું બધું ઉમેરી દે છે. તેની એકેડમિક વિશેષતા પણ તેના તણાવને નવાં-નવાં સ્વરૂપો આપવા લાગે છે અને ભણેલો-ગણેલો વ્યક્તિ ગુંચવાઈ જાય છે. આ બાજુ મહત્વાકાંક્ષા ખુબ જ મહેનત કરાવી ચૂકી છે તો વ્યક્તિ શરીરથી થાકી ચૂક્યો હોય છે. તણાવની બાબતે મન પોતાનું કામ કરી રહ્યું હોય છે. આપણો આત્મા સાથે પરિચય હોતો નથી, એટલે આપણે શરીર અને મનમાં જ ગુંચવાઈ જઈએ છીએ. આથી ભણેલાગણેલા વ્યક્તિઓએ પોતાની મહત્વાકાંક્ષા સાથે સમાધાન ન કરવું જોઈએ. તેને જાગૃત જરૂર રાખવી જોઈએ, પરંતુ સાથે જ જીવનમાં સંતોષ પણ માનવો જોઈએ. અનેક લોકોનો એ ભ્રમ છે કે સંતોષ અને મહત્વાકાંક્ષા બંને એકસાથે ચાલી શકે નહીં. આ ભ્રમને દૂર રાખવો જોઈએ. મહેનત શરીરની બાબત છે, મહત્વાકાંક્ષા તેની સાથે જ જોડાયેલી છે. feedback : humarehanuman@gmail.com | divyabhaskar.com
રાષ્ટ્રીય રાજકીય રંગપટ |ભારત જેવા વૈવિધ્યતાવાળા દેશમાં કોઈ પક્ષ કે નેતા વર્ચસ્વની ભાવનાથી પેશ આવશે તો નહિ ચાલે
રાજકીય અસ્થિરતાનો યુગ હજી પૂરો થયો નથી? િવદ્યુત જોષી
લેખક જાણીતા સમાજશાસ્ત્રી છે.
14ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ત્યારે છેલ્લા ત્રીસ વર્ષોમાં પ્રથમ વાર કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી. 1984 થી 2014 સુધી શંભુમેળા જેવી ગઠબંધન સરકારો જ ચાલી છે. આ ત્રીસ વર્ષનો ગાળો રાજકીય અસ્થિરતાનો યુગ હતો, જેમાં કેન્દ્રીય પક્ષો નબળા પડ્યા, એક નેતાના પડછાયા જેવા પ્રાદેશિક પક્ષો ઉભરી આવ્યા અને આયારામ ગયારામનું રાજકારણ ચાલ્યું. નિશ્ચિત નીતિના અભાવમાં ‘કુતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી’ એમ નીતિ અને કાર્યક્રમોની ખેંચતાણ ચાલી. આને પરિણામે ચીનની જેમ ભારત આર્થિક સુધારાઓનો અમલ કરી શક્યું નહીં. આમ હોવાથી 2014માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ત્યારે લાગ્યું કે હવે પ્રાદેશિક પક્ષોની દાદાગીરી નહીં ચાલે અને નિશ્ચિત નીતિ- કાર્યક્રમો ઘડાશે.જન ધન યોજના, કાળા નાણા માટે ખાસ તપાસ સમિતિ, સફાઈ ઝુંબેશ, મેક ઇન ઇન્ડિયા, વિઝા ઓન એરાઈવલ વગેરેને કારણે આશા બંધાઈ કે હવે આર્થિક સુધારાઓની ગતિ ઝડપી બનશે. પરંતુ આજે દસ મહિના પછી ફરી સવાલ પુછવા જેવો સમય આવી લાગ્યો છે કે, શું રાજકીય અસ્થિરતા ખતમ નથી થઇ? કેટલાક ચિહ્નો જોઈએ. સર્વ પ્રથમ જે પક્ષે સૌથી વધુ આશા જન્માવી છે તેની એટલે કે ભાજપની. ભાજપ અને શિવ સેનાનું ગઠબંધન પૂરાણું અને સાહજિક છે. પરંતુ આ વખતે શિવસેનાના પ્રતિનિધિને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવવા માટે ઘણી કશ્મકશ થઇ અને બે પક્ષો સામસામે જાહેરમાં બોલ્યા પણ ખરા. પછી મહારાષ્ટ્રની ચૂંટણી સમયે બેઠકોની વહેંચણીથી માંડીને મંત્રીમંડળ સુધી બે વચ્ચે જાહેરમાં ગંદા કપડા ધોવાયા.
20
‘આત્મહત્યા’નો રામબાણ ઈલાજ ‘આવતીકાલ’ છે!
"આ
જીવન ઈશ્વર- અલ્લાહે બક્ષ્યું છે એટલે એ જીંદગીનો અંત આણવો તે પણ કુદરતના હાથમાં જ છે. એટલે તમને તમારી જીંદગીનો અંત આણવાનો અધિકાર નથી.’ આવા ડહાપણવાળા સૂત્રો શેક્સપિયરથી માંડીને ભારતમાં યુ. જી. કૃષ્ણમૂર્તિ અને જે. કૃષ્ણમૂર્તિ કે તમામ સંતો બોલી જાય છે... પણ તો ય આપઘાત રોકાતા નથી. આપઘાત વિશે દર બીજા વર્ષે હું પણ ડાહ્યા-ડમરા લેખો લખું છું. મારી એકલતા અને પેરેલીસીસની પીડા અસહ્ય થતાં મને પણ જીવવું એ બોજારૂપ લાગતું હતું- લાગે છે. પણ હું કદી જ મરવાનો વિચાર નહીં કરું... તેમ છતાં કોઈ આપઘાત કરે તેને હું દોષ નહીં દઉં. ‘અમેરિકન સ્કોલર’ નામના મેગેઝિનમાં મેડમ જેનિફર માયકલે લખ્યું છે, ‘ટુ વીલ ઈઝ એન એક્ટ ઓફ કરેજ.’ આજના વિકટ સંયોગોમાં જીવવું એ મોટામાં મોટી બહાદુરી છે. જગતભરના સાહીત્યમાં આપઘાત કરનારાના વાર્તા જેવા કિસ્સા હોય છે. અતિ બહાદુરમાં બહાદુર માણસ પણ આપઘાત કરે છે. ‘મેટામોર્ફોસીસ’ નામના પુસ્તકમાં ‘એજાકસ’ નામના બહાદુર યોદ્ધાની સાચી કથા છે. આ એજાક્સ (AJAX) જે કોઈ યુદ્ધ લડતો તે જીતી જતો. તે ગ્રીસમાં દેવતાની જેમ પૂજાતો હતો, પણ ડો. જેનીફર લખે છે કે તેને કોઈ દુશ્મન જીતી ન શકયો પણ તેના જીવનની ગમગીનીએ તેને જીતી લીધો! એજાકસે પોતાની જ તલવારથી પોતાનું મૃત્યુ નોતર્યું હતું. આજે અમેરિકન લશ્કર ખાતાનાં આંકડા કહે છે કે, અમેરિકન સોલ્જરો છેલ્લે છેલ્લે યુદ્ધથી નથી મર્યા તેટલા આપઘાતથી મરે છે. 52ટકા સોલ્જરો જેણે આપઘાત કરેલા તેમને કદી જ યુદ્ધમાં જવું પડ્યું નહોતું પણ યુદ્ધમાં જવાના ભયમાં ને ભયમાં આપઘાત ર્ક્યો! અમેરિકામાં આજે ખૂન થાય છે તેના કરતાં આપઘાત વધુ થાય છ! ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’નો 2006નો આંકડો કહે છે કે, જગતમાં દરેક 40 સેકન્ડે એક આપઘાત થાય છે અને જ્યારે પણ કોઈ દેશના અખબારોમાં આપઘાતને આવકારતા લેખ લખાય કે બીજે જ દિવસે આપઘાતના ડઝનબંધ કિસ્સા બને છે. હું દૃઢ રીતે માનું છું કે માણસે જીવવું એ દીવ્ય ફરજ છે. કોઈપણ હાલતમાં જે જીવે છે તે બહાદુર છે.
}યુનિક
પ્રજાની સેવા માટે નેતા ડ્રાઈવર બન્યા લર્નિંગ
નેતા ‘માસ્ટર’ બનીને ફરતા રહે છે. જુરાબ સ્મિત આપતા જણાવે છે કે, મને વધુ ખુશી મળે છે જ્યારે મારા રાજકીય વિરોધી મારી ટેક્સીમાં મુસાફરી કરે છે. જુરાબ પોતાનાં પૈસાથી ટેક્સીમાં ઈંધણ ભરાવે છે અને દેશમાં ગમે ત્યાં જવા માટે તેઓ કોઈ પણ વ્યક્તિને લિફ્ટ આપવા તૈયાર રહે છે. જુરાબ લેબર પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ પોતાની ટેક્સીને રાજનીતિથી દૂર રાખે છે. તેમણે જણાવ્યું કે, આ પોલિટીક્સ ફ્રી ઝોન છે. જુરાબ નેતા છે, પરંતુ શહેરનાં
હજી હમણા જમીન સંપાદન સુધારામાં શિવસેનાએ ભાજપને ટેકો ન આપ્યો. આવું જ ભાજપ અને અકાલી દળના સંબંધો વિષે કહી શકાય. માત્ર પાસવાનના પક્ષને બાદ કરતા ભાજપને એનડીએના તમામ સાથીઓ સાથે મન મુટાવ થયો. જમીન સંપાદન ધારામાં તો પ્રધાનમંત્રી ખુબ ગરજ્યા, પરંતુ પછી પારોઠના પગલા ભરી વિરોધ પક્ષના નવ સુધારાઓ મંજુર રાખવા પડ્યા. ભાજપમાં દેખાવ તો એવો થાય છે કે મોદી સર્વોચ્ય નેતા છે, પરંતુ ભાજપમાંજ વસુંધરા રાજે, શત્રુઘ્ન સિંહા જેવા દિગ્ગજ નેતાઓ મોદી વિરુદ્ધ છે અને અનુકુળ તકની રાહ જોઇને બેઠા છે. તો સામે કોંગ્રેસની સ્થિતિ ભાજપ કરતાં પણ કપરી બની છે. ઇતિહાસમાં પ્રથમ વાર કોંગ્રેસ 100બેઠકો કરતાં નીચે ઉતરી આવી અને વિરોધ પક્ષનો દરજ્જો ગુમાવ્યો. રાહુલ ગાંધી એક નિષ્ફળ નેતા સાબિત થયા અને કોંગ્રેસ વિખેરવા લાગી. આજે કોંગ્રેસ પાસે માધ્યમોમાં નિવેદન આપે તેવા નેતાઓ છે, પરંતુ ક્ષેત્રમાં કામ કરે તેવા કાર્યકરો નથી. લોકસભાની બાદ રાજ્યોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભૂંડે મોઢે હારી. 130 વર્ષનો ઈતિહાસ ધરાવતા પક્ષની આવી અવદશા અંગે કોઈએ ધાર્યું નહોતું. ‘આમ આદમી પાર્ટી’ની 49 દિવસની સરકારનું પતન થયા પછી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં તે દેવહુમા પંખીની જેમ પુનર્જીવિત
થયો એટલું જ નહિ, ભાજપનો માત્ર આઠ મહિનામાં આટલો કારમો પરાજય થશે તેવું કોઈએ નહોતું માન્યું. કોંગ્રેસ માટે જેવું લોકસભામાં બન્યું તેવું બરાબર ભાજપ માટે દિલ્હી વિધાનસભામાં બન્યું કે તેને વિરોધ પક્ષનો દરજ્જો મળે એટલી બેઠકો પણ ન આવી. આ સમયે એક એવી આશા જન્મી કે ‘આપ’ એક સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી શકાશે. પરંતુ ‘આપ’ પ્રત્યેનો જુવાળ દુધનો ઉભરો શમી જાય એ રીતે શમવા લાગ્યો છે. આમ આદમી પાર્ટી પણ જાણે ઘર ફૂટયે ઘર જાય એ રીતે ફાટફૂટમાં આવી ભાજપ અને કોંગ્રેસની જેમ પોતાની શાખ ગુમાવતી જાય છે. પ્રથમ યોગેન્દ્ર યાદવ તથા પ્રશાંત ભૂષણ અને હવે કેજરીવાલ આબરૂ ગુમાવતા જાય છે. ‘આપ’માંથી સક્રિય કાર્યકરો એક પછી એક નીકળતા જાય છે અથવા તો નિષ્ક્રિય બનતા જાય છે. તો વ્યક્તિ આધારિત પ્રાદેશિક પક્ષોની સ્થિતિ પણ ‘બીજુ જનતા દલ’ને બાદ કરતાં સારી નથી. જેડીયુમાં ભાગલા પડયા ને નીતીશ -માંઝી બનાવ ખુબ ચગ્યો. ઉત્તર પ્રદેશના નેતાજી મુલાયમસિંહ માંદા પડી જતાં સમાજવાદી પક્ષ પાછો પડી ગયો છે. બંગાળમાં મમતા બેનર્જીનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ શારદા ગોટાળા પછી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તો કાશ્મીરમાં કદી ન બને તેવા ભાજપ-પીડીપીનું ગઠબંધન હજી સરકારની શરૂઆત થાય ત્યાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તો આ સ્થિતિમાં શું બની શકે? સ્વાભાવિક છે કે ભારત જેવા સંકુલ અને વિરોધી હિતોથી ભરપુર દેશમાં કોઈ પક્ષ કે નેતા જો વર્ચસ્વની ભાવનાથી પેશ આવશે તો નહિ ચાલે. પ્રધાનમંત્રીને અને ભાજપને એ સમજાઈ જવું જોઈએ કે બહુ તાણવાથી તૂટી જાય. આવડા મોટા દેશમાં તડજોડની નીતિ વધુ સફળ નીવડે. સ્થિર સરકારનું તો એવું છે કે, માધવસિંહને 182માંથી 140 બેઠકો મળી હતી, છતાં તે સરકાર સ્થિર નહોતી રહી શકી. તમારી પાસે મત કેટલા છે તે ઓછું મહત્વનું છે, તમે લોકો સાથે સમાધાનવૃત્તિથી કેવી રીતે કામ લઇ શકો છે, મુત્સદ્દીગીરી કેટલી બતાવી શકો છે, વેરવૃત્તિ કેટલી ઓછી રાખો છો તેના પર ઘણો બધો આધાર રહેલો છે.
જિંદગી કુદરતની દેન છે | જીવવું એ માણસની દિવ્ય ફરજ છે, કોઈપણ હાલતમાં જે જીવે છે તે બહાદુર છે
ચીનમાં બહુમાળી ઈમારતો વચ્ચે તળાવમાં ‘ધ લોટસ બિલ્ડિંગ’
જ્યોર્જિયાના ગુરજાની શહેરમાં પ્રાંતિય પરિષદના નેતા જુરાબ સેપિએશ્ચવિલ ટેક્સી ડ્રાઈવર છે. તેઓ દરરોજ સવારના સમયે પોતાના વિસ્તારનાં } લોકોને મફતમાં મુસાફરી કરાવે છે. કોઈએ કારણ પુછ્યું તો તેમણે જણાવ્યું કે, હું એક નેતા છું અને મારું કામ અને જવાબદારી લોકોની સેવા કરવાની છે. હું લોકોને એ દેખાડવા માગું છું કે હું તેમનો સેવક છું. બીજા નેતાઓએ પણ આમ કરવું જોઈએ. મારી દૃષ્ટિએ આજે મોટાભાગના
8
¾, રાજકોટ, શુક્રવાર, 13 માર્ચ, 2015
લોકોમાં તેઓ ખુબ જ પ્રિય છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને સમાજનો હીરો જણાવે છે. તેમનાં સારા કાર્યોનું ઉદાહરણ આપીને શહેરના લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. twitter.com
ચીનના વુજીન સિટીમાં ‘ધ લોટસ બિલ્ડિંગ’ સંપૂર્ણપણે બનીને તૈયાર છે. 3.5 હેક્ટર ક્ષેત્રફળમાં પીપલ્સ પાર્કના આર્ટિફિશિયલ તળાવમાં રૂ.58 કરોડના ખર્ચે બનેલી આ સુંદર ઈમારત ઈકો ફ્રેન્ડલી છે. તેમાં લોટસની ત્રણ ડિઝાઈન છે, જેમાં કળી, તેના ખિલવાની શરૂઆત અને સંપૂર્ણપણે ખૂલીને બનવાને દેખાડાયું છે. દર 10 સેકન્ડમાં તેનો રંગ બદલાય છે, જેના કારણે તેની સુંદરતા વધી જાય છે. reddit.com
મેડ્રીડનાં જંગલોમાં 40 વર્ષે લિંક્સ છૂટા મુકાયા }વાઈલ્ડલાઈફ
આઈબેરિયન લિંક્સ (જંગલી બિલાડો) ઝડપથી ઘટતી જતી પ્રજાતીમાં આવે છે. હવે 40 વર્ષ બાદ તેમને મેડ્રિડના જંગલોમાં છુટા મુકાયા છે. કુલ 8 લિંક્સને ખુલ્લા મુકાયા છે, જે 100 કિમીના દાયરામાં ફરી શકશે. વાઇલ્ડ વાઈલ્ડ લાઈફ ફંડના પ્રમુખ રોમન પેરેજ એ જણાવ્યું કે, તે એટલી ઝડપથી જગ્યા બદલે છે, જાણે અનેક દિવસોથી દોડ્યા ન હોય. મોટાભાગે તેઓ જન્મસ્થળ બદલતા નથી. elpais.com
મને લાગે છે કે, આપઘાતની વાતને સ્પષ્ટ રીતે નકારી કાઢવામાં મને સૌથી ઉત્તમ વાત જ્યોર્જ બર્નાર્ડ શોની લાગી છે. હું પોતે આજે કાગળોના શું ફોનથી જવાબ આપી શકતો નથી, તેમાં પેરેલીસીસ કારણભૂત છે. જ્યોર્જ બર્નાર્ડ શોએ કાગળોના જવાબ આપવાનું એટલે બંધ ર્ક્યું કે, એના વાચકો જવાબને બહાને બર્નાર્ડ શોના ઓટોગ્રાફ મેળવતા માગતા હતા! બર્નાર્ડ શો જ્યારે 90 વર્ષના હતા ત્યારે તેમના ઉપર એક પત્ર આવ્યો. કાગળ આ રહ્યો :- ‘મારો આત્મા પીડાઈ રહ્યો છે. આ પીડા એટલી વધી છે કે મારા શરીરની તમામ તાકાત જાણે ચૂસાઈ રહી છે અને કેટલીક વખત મારી પીડા એટલી વધી જાય છે (બીમારી થકી) કે મને આત્મહત્યા કરવાનું મન થાય છે. માત્ર મારી આત્મહત્યા જ નહીં પણ મારી સાથોસાથ મારા બાળકોને પણ મારી નાખવાનું મન થાય છે. મારી પત્ની તો ભાગ્યશાળી છે અને હીંમતવાન છે કે તે આપઘાત કરી શકી. હવે મારે આ સતત આત્મહત્યાના વિચારોમાંથી કેમ મુક્ત થવું? મને ડહાપણનો કાન્તિ ભટ્ટ કોઈ રસ્તો બતાવો. કારણ કે હું માનુ છું કે આ દેશમાં જ્યોર્જ બર્નાર્ડ શોથી વધુ કોઈ ડાહ્યો માણસ નથી...’ લી... એસ. જ્યોર્જ બર્નાર્ડ શો કોઈને પત્ર લખતા નહોતા પણ વહેલી સવારે ઉઠીને તેમણે આ યુવાનને પત્ર લખ્યો:- ‘તારે જો આત્મહત્યા કરવી હોય તો તારે પોતે જ તે નક્કી કરી લેવું જોઈએ. અખબારો વાંચીને બીજા આપઘાત કરે છે તેનાથી ઉત્તેજીત થઈને કે તેનાથી પ્રભાવિત થઈને આપઘાત ન કરવો. તમામ વ્યક્તિની પોતપોતાની સ્થિતિ હોય છે. પોતપોતાના સંયોગો હોય છે અને દરેક વ્યક્તિના જીન્સ જુદા જુદા હોય છે...અરે એ યુવાન! તને જો એમ લાગતું હોય કે તારા જીવનનો કોઈ અર્થ નથી અને જગત માટે કે તારા બાળકો માટે તું સાવ નક્કામો છો તો તે સમસ્યાના ઉકેલ માટે જ્યારે પણ આપઘાત કરવાનું વિચારે ત્યારે તારા આ નિર્ણયને તું આવતીકાલ ઉપર મુલતવી રાખજે. આજે દુનિયામાં હજારો નહીં કે લાખ્ખો નહીં પણ કરોડો
નોલેજ ભાસ્કર
લોકો તારા જેવું વિચારે છે, પણ એ તમામ આત્મહત્યાને મુલતવી રાખે છે? બની શકે આજે જ સાંજે એવું કશુંક રસપ્રદ બને અને તારા જીવનમાં ફરી તને રસ જાગે અને તને જીવવાનું મન થઈ જાય... તો તું જરૂર મરવાનું મુલતવી રાખે એ તારા લાભમાં છે અને તારા બાળકોનાં નસીબ છે.’ ‘અને તું બાળકોને પણ મારી નાખવાની વાત કરે છે! તો એ કામ તો કોઈ પાગલ માણસ જ કરી શકે- ડાહ્યો માણસ નહીં. તને ખબર ન હોય અને તેમની મા વગર પણ તારા બાળકો તો મોજમસ્તીમાં જીવતા હોય છે. તેમને તેમની માતાનું મરણનું દુ:ખ ભુલાઈ ગયું છે એટલે તેને પણ તું મારી નાખવાની વાત કરે છે તે સાવ અર્થહીન, દયાહીન અને લોજીક વગરની છે. અરે! એમ કેમ વિચારતો નથી કે તારા બાળકોમાંથી એકાદ બાળક મોટો થઈને ખુબ ભણશે, ખુબ વાંચશે, તેને પ્રેમ કરવા માટે તેને મનપસંદ કોઈ સુંદરી મળી જશે. એમને મારી નાખવાનો તને હક્ક નથી. પાપ છે.’ ‘દાખલા તરીકે મહાન સંગીતકાર બિથોવન અને આઈઝેક ન્યુટન જેવા વિજ્ઞાની જ્યારે બાળક હતા ત્યારે સાવ બુડથલ હતા. નક્કામા ગણાતા, પણ મોટા થયા ત્યારે જિનીયસ થયા... તો તું એવું કેમ વિચારતો નથી કે તારા બાળકમાંથી એકાદ મોટો જિનીયસ થશે... હવે બર્નાર્ડ શો તરીકે હું મારી જ વાત કરું. મારા પિતા તેના જીવનમાં સતત નિષ્ફળતાને વરેલા હતા. માત્ર વૃદ્ધાવસ્થામાં તે થોડાક સુખી હતા. બાકી તો... વાત ન પૂછો. મને કહેવાનું મન થાય છે કે કદાચ મારા પિતાએ કંટાળીને પોતાની સાથે સાથે મને (બર્નાર્ડ શોને) મારી નાખ્યો હોત તો? પણ મારા પિતાએ હતાશ થવા છતાં આવું કૃત્ય ર્ક્યું નહીં. હે યુવાન! મરવાનું મન થાય ત્યારે તું રોજ રોજ ‘આવતીકાલ’ ઉપર મરણને મોકુફ રાખજે. દરમિયાન કોઈ સાયકીએટ્રીસ્ટને (માનસ ચિકીત્સક) તારી હાલત કહેજે. કારણ કે સતત મરવાના વિચાર કરવા તે પણ એક માનસિક રોગ છે અને હું ડોક્ટર નથી. હું તો શબ્દોનો સોદાગર છું. હું તો તને કહું છું કે આત્મહત્યાની ચોટડુક દવા ‘આવતીકાલ’ છે! તું જ્હોન સ્ટુઅર્ટ મીલની આત્મકથા વાંચી જોજે. તને પ્રેરણા મળશે.
શબ્દાર્થ
રેપો રેટ ઘટવાથી મળે છે સસ્તી લોન
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે જ પોતાની હોમ લોનનાં ગ્રાહકોને હોમ લોનના જ દર પર પર્સનલ લોન આપવાની યોજના રજુ કરી છે. ગયા બુધવારે રિઝર્વ બેન્કે અચાનક એક વખત ફરીથી રેપો રેટમાં ઘટાડો કરી દીધો હતો. આ દર દોઢ મહિનામાં બીજી વખત ઘટાડાયો છે. રિઝર્વ બેન્ક રેપો અને સીઆરઆરનો ઉપયોગ કરીને ઈકોનોમીને પ્રભાવિત કરે છે. ડો. શર્મિષ્ઠા શર્મા દેશમાં વધુ એક રિવર્સ રેપોનો ઉપયોગ જ કરાય એસોસિએટ પ્રોફેસર, છે. દેશનું રેપો બજાર આરબીઆઈ નિયંત્રિત કરે ઈન્સ્ટીટ્યુટ ઓફ છે. વર્તમાનમાં દેશમાં માત્ર 64 સંસ્થાઓને જ પ્રથમ પગલું ઈનોવેશન ઈન ટેક. રેપોની મંજુરી છે. આ સોદા કેન્દ્રીય અને સરકારી એન્ડ મેનેજમેન્ટ, ટૂંકા સમયગાળા માટે પૈસાની જરૂર ડિપોઝિટ, જેમાં ટ્રેઝરી બિલમાં કરાય છે. નવી દિલ્હી રિવર્સ રેપો, રેપોથી એકદમ વિરુદ્ધ હોય છે. બેન્ક તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં રિઝર્વ બેન્કને જ્યારે લાગે કે સિસ્ટમમાં જરૂર કરતાં સિક્યોરિટી ઘટાડો કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રીએ રિઝર્વ બેન્કના વધુ પૈસા છે તો રિવર્સ રેપોનો ઉપયોગ કરાય છે. ટ્રાન્સફર ગવર્નરને જણાવ્યું હતું કે તેઓ રેપો રેટમાં ઘટાડો પૈસા ટ્રાન્સફર રિવર્સ રેપોમાં બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી સરકારી કરે છે. 0.25 ટકાના ઘટાડા બાદ તે 7.75 ટકા ડિપોઝિટ ખરીદે છે અને તમામ બેન્ક નિયામક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા થઈ ગયો છે. જોકે બે મહિનામાં બીજી વખત રેપો એટલે કે આરબીઆઈને પૈસા આપે છે. રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને રિઝર્વ બેન્કે સૌને બીજું પગલું ચોંકાવી દીધા છે. હવે આ દર 7.5 ટકા છે. કેવી અસરω? રિઝર્વ બેન્કે છેલ્લી વખતે રેપો રેટ ઘટાડતાં પહેલાં બેન્ક શું છે રેપોω? બેન્કોને અપાતી લોનને મોંઘી કરી દીધી હતી. તેના પૈસા ટ્રાન્સફર રેપો રેટનો અર્થ છે ‘રી પરચેઝ રેટ’ એટલે કે ફરીથી કારણે દરેક બેન્કો લોન પરનાં પોતાનાં વ્યાજદર સિક્યોરિટી + વ્યાજ ખરીદવાનો દર. આ એ રેટ છે, જેના પર ભારતીય ઘટાડી શકતી ન હતી. પરિણામે લોન લેવાની ટ્રાન્સફર સંખ્યામાં ઘટાડો થાય છે. બજારમાં નાણાંની રિઝર્વ બેન્ક બેન્કોને પૈસા આપે છે. આ પૈસા જ્યારે અછત સર્જાય છે અને પરચેઝિંગ પાવર ઘટવા બેન્કો પાસે પૈસા હોતા નથી ત્યારે અપાય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા લાગે છે. મોંઘવારીનો દર ઊંચો હોય ત્યારે આ આને ઓછા સમય માટે લોન લેવાનું રી-પરચેઝ ઓપ્શન પણ કહેવાય છે. તેમાં બેન્કોને તમામ સરકારી ડિપોઝિટ છે, જેની કિંમત રૂ.100 છે. સમસ્યા ગંભીર બને છે. રેપો રેટ વધે તો વ્યાજ દરો ડિપોઝિટ રિઝર્વ બેન્કને વેચવાની હોય છે, જેથી એક વર્ષમાં મેચ્યોર થતાં રૂ.110 થશે. બેન્ક આ પણ વધે છે. રેપો અને રિવર્સ રેપો બંનેને પોલિસી તેના બદલામાં તે કેટલાક પૈસા એકઠા કરી શકે. પ્રકારની ડિપોઝિટ રિઝર્વ બેન્કને વેચી શકે છે અને રેટ માનવામાં આવે છે. રિઝર્વ બેન્ક ઈકોનોમીને તેના બદલામાં પૈસા લઈ શકે છે. જો બેન્ક તેને કેન્ટ્રોલમાં રાખવા તેનો ઉપયોગ કરે છે. રૂ.105માં વેચે તો વ્યાજ 5 ટકા થઈ જશે. રેપો નાણાની હેરાફેરી આ મની સપ્લાય પર આધાર રાખે છે, જે દેશના રેટ ઓછો હોવાથી બેન્કોને સસ્તા દરે પૈસા મળે છે. રેપોના ઉપયોગ ચલણના તંત્રને નિર્ધારિત કરે છે. બેન્કોની તમામ રેપોના ફાઈનાન્શિયલ અને ડેબિટ માર્કેટમાં અનેક ડિપોઝિટ વેચાઈ જતાં બેન્કોને વધારાના પૈસા મળે દુનિયામાં ચલણ ઉપયોગ છેછે. તેનાથી બેન્ક પોતાનાં ગ્રાહકોને વધુ લોન આંતરરાષ્ટ્રીય બજારમાં ચાર પ્રકારનો રેપો 1. રેપો માર્કેટના સક્રિય હોવાથી મની માર્કેટમાં આપી શકે છે અને વ્યાજદરમાં પણ ઘટાડો કરે છે. હોય છે. તેનું સમયગાળા અને કિંમતને આધારે ટર્ન ઓવર વધી જાય છે. વર્ગીકરણ કરેલું હોય છે. જેમાં બાય-સેલ બેન્ક 2. કોઈ સંસ્થા અને કંપની માટે રેપો ફાઈનાન્સનો રેપો, ક્લાસિક રેપો બોન્ડ બોરોઈંગ, લેન્ડિંગ ઉદાહરણથી સમજીએ એક સારો સ્રોત હોય છે. તેનાથી બજારમાં ઉદાહરણ તરીકે માની લો કે બેન્ક પાસે એક અને ટ્રાઈપરટાઈટ રેપો હોય છે. જોકે, આપણાં પૈસાની આવક વધે છે.
આવી રીતે સમજો રેપો
}ફેક્ટ
રેપો રેટ એટલા માટે પણ મહત્વનો છે, કેમ કે બેન્કો પોતાની દરરોજની તરલતા કે લિક્વિડિટી કે કેશ ફ્લોને તેના દ્વારા જ નિયંત્રિત કરે છે. રિઝર્વ બેન્ક અર્થતંત્રને કાબુમાં રાખવા માટે રેપો રેટનો ઉપયોગ કરે છે.
˜IWäWI, ¥WZÏI äWTR ¥WWwWZT óWTW ¥WWX§WI ¥Wc©W©Wg PY.£WY.Ih¡Wg X§WX¥WNcP ¥WWNc ¤WW©IT X˜ÅyNÂoW ˜c©W, ø-1304, ø.AWB.PY.©WY. ByP. AcXT¦WW, ¥WcNhPW, TWLIhN AyWc ©WWwWcL ¡§WhN yWÈ.106, ø.AWB.PY.©WY.-1, LcvW¡WZT ThP, L½yWWoWQ (oWZLTWvW) wWY ¥WZXÏvW AyWc ¡§WhN yWÈ.11, £WYýc-¯WYýc ¥WWU, ¡WcTc¥WWEyN ¡§WWMW, XI©WWyW¡WTW rWhI ¡WW©Wc, TWLIhN-360 001wWY ˜IWXäWvW.
AcXPNT (oWZLTWvW) : A¨WyWYäW LdyW*, (*©W¥WWrWWT ¡W©WÈRoWY ¥WWNc ¡WY.AWT.£WY. AcmN VcOU L¨WW£WRWT) ShyW : 0281-3988885, Scm©W : 0281-2465071-72 RNI NO. GUJGUJ/2005/15322