Surat city news in gujrati

Page 1

સુવિચાર

સેન્સેક્સ 28,930.41

ઝડપી ચાલો અને પરિસ્થિતિ બદલો. જો તમે બદલાતા નથી તો મતલબ કે તમે ચાલી રહ્યા નથી. - માર્ક જુકરબર્ગ

સોનું

26,300

ચાંદી

35,600

ડોલર

62.51

યુરો

66.43

પાછલો

28,659.17

પાછલો

26,400

પાછલો

35,800

પાછલો

કુલ પાના 26 | કિંમત ~ 4.00 | 18 + 4 (સિટી ભાસ્કર) + 4 (નવરંગ)

પાછલો

સુરત પહેલાં ગૂડ ન્યૂઝ SBIના ગ્રાહકોને હોમલોનના વ્યાજ પર પર્સનલ લોન

નવી દિલ્હી | એસબીઆઈએ તેના ગ્રાહકોને હોમલોનના રેટ પર પર્સનલ લોન આપશે. હવે ગ્રાહકોને પર્સનલ, ટોપ અપ લોન પર એટલું જ વ્યાજ આપવું પડશે જેટલું હોમલોનમાં આપે છે. ગ્રાહકો 10.15 ટકાના દરે પર્સનલ લોન લઈ શકે છે, પણ એક શરત છે કે તે હોમલોનનું વ્યાજ સમયસર ચૂકવતો હોય.

વર્લ્ડ કપ વિન્ડો

દક્ષિણ આફ્રિકાનો ચોથો વિજય દક્ષિણ અાફ્રિકા 341/6 (50) યુએઈ 195 (47.3)

ડીવિલિયર્સ સિક્સર કિંગ 04 છગ્ગા 99 રનની ઈનિંગમાં. 20 છગ્ગા વિશ્વકપમાં, નવો રેકોર્ડ 18 છગ્ગાનો હેડનનો રેકોર્ડ તોડ્યો આજની મેચ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ સવારે 6.30 વાગ્યાથી ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન સવારે 9 વાગ્યાથી

ન્ઝ યૂ ઈન બોક્સ સરળ જિંદગી માટે સરળ સૂત્ર જણાવશે નવી રિલિજન સાઈટ

કોરિયોગ્રાફર ગીતાએ બાઈકને ટક્કર મારતા ધરપકડ થઈ

મુંબઈ | કોરિયોગ્રાફર ગીતા કપૂરની કારે એક યુવકને ટક્કર મારી છે. આ ટક્કર એટલી ખતરનાક હતી કે યુવકના બંને પગ ભાંગી ગયા છે. જાણવા મળ્યું છે કે ગીતા પોતે કાર ચલાવતી હતી. ઘટના સવારે 5 વાગે ઓશીવરામાં થઈ હતી.

20 માર્ચે પૂર્ણ સૂર્યગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય

ઈન્દોર | સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની ખાસ સ્થિતિને કારણે 20 માર્ચના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ છે પરંતુ આ નજારો ભારતમાં જોવા નહીં મળે. આ વર્ષનું પ્રથમ ગ્રહણ યુરોપ એટલાન્ટિંગ મહાસાગર અને આફ્રિકામાં દેખાશે.

66.37

શુક્રવાર, 13 માર્ચ 2015, ફાગણ વદ-7, િવક્રમ સંવત 2071

વરસાદી ફાગણ| આગામી ત્રણ દિવસ હળવા વરસાદની સંભાવના, બપોરે ગરમી બાદ સાંજે આકાશ વાદળોથી ઘેરાયું

વાતાવરણમાં પલટો : રાજ્યમાં અઢી મહિનામાં ચોથીવાર માવઠું અનેક ઠેકાણે કરા સાથે વરસાદ, સ્વાઈન ફ્લૂ વકરવાની સેવાઈ રહેલી ભીતિ

સુરત સહિત દ. ગુજરાતમાં પણ માવઠું, ઉચ્છલ- નિઝરમાં કરા પડ્યા }પાકને નુકસાન

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

હિંદ મહાસાગરમાં નીચલા લેવલે સર્જાયેલાં ભેજવાળા પવનો લક્ષદ્રીપ અને મધ્ય મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધતાં ગુરુવારે શહેર-રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યાં બાદ કેટલાક સ્થળોએ હળવો વરસાદ તેમજ વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ કે વરસાદી છાંટાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અનેક ઠેકાણે કરા પડ્યા હોવાનું પણ નોંધાયું છે. ...અનુસંધાન પાના નં.15

ભરબપોરે ગાઢ વાદળોતી ઢંકાઈ ગયેલું અમદાવાદનું આકાશ

ફાગણમાં અષાઢી માહોલ સર્જાતા અનેક પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉં, જીરુ, કેરી તથા શાકભાજીના પાકને મોટાપ્રમાણમાં નુકસાન થયું છે. પખવાડિયા અગાઉ પણ આ રીતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ખુલ્લામાં પડેલું અનાજ પલળી ગયું હતું.

સુરત: શહેરમાં ગુરુવારે સાંજે અચાનક ઠંડા પવન ફૂંકાવાની સાથે માવઠું થયું હતું. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલાં નિઝર, ઉચ્છલ જેવા વિસ્તાર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ડાંગ, સાપુતારા અને વલસાડ જિલ્લામાં પણ ઘણા સ્થળોએ માવઠું થયું હતું. ગુરુવારે હવામાનમાં જે અચાનક ફેરફારો જોવા મળ્યાં હતાં. તેમાં નિઝર અને ઉચ્છલની આસપાસના વિસ્તારમાં તો માવઠું જ નહીં બરફના કરાં પડ્યાં હતાં. હવામાન વિભાગનું કહેવું છે કે, ગુરુવારે જે ફેરફાર જોવા મળ્યો તે હજુ બેથી ત્રણ દિવસ સુધી જારી રહી શકે તેમ છે. વિસ્તૃત અહેવાલ પાના નં. 2

આર્થિક સુધારાને વેગ |ભાજપ-કોંગ્રેસ એક થતા સાત વર્ષથી અટકેલું

વીમા વિધેયક અઢી કલાકમાં પસાર

મનમોહનસિંઘના ટેકામાં સોનિયા રસ્તા પર ઉતર્યાં

26થી વધીને 49 ટકા એ બધું કે જે તમે આપણી પાસે વિકલ્પો વધશે, સરકારને પૈસા મળશે જાણવા માગો છો વિદેશી રોકાણ મર્યાદા થશે બે વિદેશ કંપનીની 1. વીમાનો વ્યાપ વધશે 2. સ્પર્ધા વધશે 3. વધારે મૂડી આવશે હાલમાં દે શ ની 75 ટકા જનતા હાલમાં એલઆઈસીનો દે શ ના ખાનગી કંપનીઓ નુકસાનમાં છે. જાહેરાત- રોકાણ વધારશે પાસે વીમો નથી. હવે નવી વીમાબજારમાં 70 ટકાનો હિસ્સો એફડીઆઈની મર્યાદા વધવાને ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી

બેંગ્લોર |જો તમારી રોજની જિંદગીમાં કોઈ નાની મોટી મુશ્કેલી છે, અથવા પ્રોફેશનલ કે પારિવારિક જિંદગીમાં તકલીફ હોય તો આ રિલિજન સાઈટ તમારી મદદગાર બનશે. આ સાઈટ jeevanmantra.in ને લોન્ચ કરી આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે. આ પ્રસંગે શ્રીએ કહ્યું જો જીવન ખુશીભર્યું બનાવી રાખવા ઈચ્છતા હો તો દરરોજ કેટલીક મિનિટ આ સાઈટ પર આવશો તો ખરેખર આપને શાંતિ મળશે. આ સાઈટ તમને રોજની જિંદગીની દરેક જરૂરિયાતમાં મદદ મળશે. (અનુસંધાન પાના નં.17)

62.78

છેવટે વીમા વિધેયક પસાર થઈ ગયું. રાજ્યસભામાં કોંગ્રેસના સમર્થનથી આ શક્ય બન્યું હતું. આ વિધેયક સાત વર્ષથી અટકેલું હતું. તેને લોકસભામાં ચાર માર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. હવે રાષ્ટ્રપતિની મહોર બાકી છે. ત્યારબાદ વીમા ક્ષેત્રે વિદેશી રોકાણની મર્યાદા 26 ટકાથી વધીને 49 ટકા થઈ જશે. ...અનુસંધાન પાના નં.15

વિદેશી કંપનીઓ આવશે, હાલની કંપનીઓ વધારે મજબૂત બનશે, વધુ લોકો પોલિસી ખરીદી શકશે.

છે. વિદેશી બજાર ખૂલવાને કારણે કારણે તેમને રૂ. 10 હજાર કરોડ નવી કંપનીઓ આવશે. સ્પર્ધા વધશે કરતાં વધારે મૂડી મળશે. જે 40થી જેના કારણે લોકોને લાભ થશે. 60 હજાર કરોડ સુધી પહોંચી શકે.

4. નોકરીઓ મળશે

5. નવાં ઉત્પાદનો આવશે 6. ઇન્ફ્રા ક્ષેત્રે નાણાં આવશે

વીમાની આર્થિક મજબૂતીને કારણે નોકરીની તકોમાં વધારો થશે. એ વિસ્તારો ઉપર વધારે ભાર આપવામાં આવશે કે જ્યાં લોકો વીમો ઓછો લે છે.

કંપનીની સાથે વિદેશોમાંથી નિષ્ણાતો પણ આવશે. નવાં ઉત્પાદનો લાવશે. સસ્તી પોલિસીઓ અને સારી સેવાઓ મળશે. ક્લેમ સેટલમેન્ટ રેશિયોમાં સુધારો થશે.

વીમાના ક્ષેત્રમાં નાણાં લાંબા સમય માટે આવે છે. આવામાં આ નાણાંનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે કરી શકાશે.

નિષ્ણાત : ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડી. કે. જોશી અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય સૌમિત્ર ચૌધરીના જણાવ્યા અનુસાર .

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતાઓ સાથે પક્ષના વડામથકથી મનમોહનસિંઘના ઘર સુધી રેલી કરીને સંકેત આપ્યો હતો કે સમગ્ર કોંગ્રેસ પક્ષ મનમોહન સિંઘની સાથે છે. રેલીમાં મલ્લિકાર્જુન ખડગે, પી. ચિદમ્બરમ, આનંદ શર્મા, અંબિકા સોની, એ. કે. એન્ટોની, વિરપ્પા મોઇલી જેવા મોટા નેતાઓ સામેલ થયા હતા. સત્તા ઉપરથી ઉતર્યા બાદ કોંગ્રેસના નેતાઓ પ્રથમ વખત રસ્તા ઉપર આવ્યા હતા. પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એજન્સી.બેઈજીંગ એજન્સી સિન્હુઆએ વ્યંગ્ય કરતા લખ્યું છે કે જો વિશ્વના 20 ટકા ગરીબો ભારતમાં રહે છે. રજાઓ ઉપર હોવાથી કૂચમાં જોડાયા નહોતા. સોનિયાએ એવા કેત આપ્યા છે કે પાર્ટી સમન્સ મોકલવાની કાર્યવાહી વિરુદ્ધ ચીનના સરકારી મીડિયાએ ભારતની ચીને પણ ભારતની જેમ લોકશાહી અપનાવી 2014માં ભારતની પ્રતિવ્યક્તિ જીડીપી ચીનની સં સુપ્રીમકોર્ટમાં પણ જઈ શકે છે. લોકશાહીની મજાક ઉડાવી છે. સરકારી ન્યૂઝ હોત તો તે પણ બીજું ભારત બની ગયું હોત. જીડીપીથી ચોથા ...અનુસંધાન પાના નં.15

ચીને ભારતીય લોકશાહીની મજાક ઉડાવી ન્યૂઝ એજન્સી સિન્હુઆએ લખ્યું કે જો ચીને લોકશાહી અપનાવી હોત તો તે પણ બીજું ભારત બની ગયું હોત

સરકાર ચૂપ કેમ ? : ચિદમ્બરમ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપનું રહસ્યમય મૌન સમજાતું નથી. જ્યારે સીબીઆઈ કહે છે કે મનમોહન ઉપર ગુનાઇત કાર્યવાહીના પુરાવા નથી મળતા તો સરકારે તે અંગે સહમત થવું જોઇએ. સરકાર એવું કેમ નથી કરી રહીω? કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સિંઘ નિર્દોષ સાબિત થશે.

સ્વાઈન ફ્લૂનો વાઈરસ અગાઉ કરતાં ખતરનાક હોવાની શક્યતા એજન્સી. વોશિંગ્ટન

ભારતમાં ત્રણ મહિનાથી કહેર વર્તાવી રહેલા સ્વાઈન ફ્લૂનો વાઈરસ 2009ની સરખામણીએ વધુ ખતરનાક હોવાની સંભાવના છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(એમઆઈટી)ના અભ્યાસમાં આવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અભ્યાસ અનુસાર વાઈરસમાં કેટલાક એવા ફેરફારો થયા છે જે અગાઉ કરતા વધુ જોખમી હોઈ શકે છે. ભારતના સ્વાસ્થ્ય અધિકારીઓએ એવો રિપોર્ટ તૈયાર કર્યો હતો કે એચ-1એન-1 વાઈરસના 2009ના વર્ઝનમાં ફેરફાર થયો નથી. પરંતુ એમઆઈટીના સંશોધકોના જણાવ્યા અનુસાર આ ...અનુસંધાન પાના નં.15

‘મન કી બાત’માં મોદી ખેડૂતો સાથે વાતો કરશે એજન્સી. નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકાશવાણી પર પ્રસારિત થનારા કાર્યક્રમ ‘મન કી બાત’માં 22 માર્ચે ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા કરશે. મોદીએ ગુરુવારે ટિ્વટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 22 માર્ચે હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનો સાથે મનની વાત કરીશ. હું ખેડૂત મિત્રોની વાતો જાણવા માંગુ છું અને મારી ઈચ્છા છે કે તેઓ મને પત્ર લખે. આ કાર્યક્રમ અંગે પત્ર આકાશવાણીના દિલ્હી કેન્દ્રને મોકલી શકાશે. આ કાર્યક્રમ એવા તથ્યને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ ગણી શકાય કે, સરકારે તાજેતરમાં જમીન સંપાદન સંશોધન વિધેયક સંસદમાં રજૂ કર્યું હતું. તેને લોકસભામાં મંજૂરી મળી ચૂકી છે. વર્ષ 11 | अंक અંક 344 | महानगरમહાનગર

દૈિનક ભાસ્કર સમૂહ

14 રાજ્ય | अंक 58 સંસ્કરણ

}

મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }

ગુજરાત | મહારાષ્ટ્ર }

મહારાષ્ટ્ર }

ગુજરાત | રાજસ્થાન }

7 રાજ્ય | 17 સ્ટેશન


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.